Home Social મુન્દ્રા પોર્ટમાં આકર્ષક વેતન સાથે આત્મનિર્ભર માછીમાર યુવાનો શિક્ષણ મેળવી નોકરી કરતા...

મુન્દ્રા પોર્ટમાં આકર્ષક વેતન સાથે આત્મનિર્ભર માછીમાર યુવાનો શિક્ષણ મેળવી નોકરી કરતા થયા.

596
SHARE
એક સમય હતો કે, મત્સ્યકારોનો સબંધ માત્ર માછલી, જાળ અને દરિયા સાથે જ હતો. પરંતુ, આજે જમાનો બદલાયો છે. માનસિકતા બદલાઈ રહી છે. મત્સ્યકાર યુવાનો હવે શિક્ષણ મેળવી નોકરી તરફ વળ્યા છે. આટલું જ નહીં આ યુવાનો મુન્દ્રા પોર્ટમાં અને પોર્ટ સંલગ્ન અન્ય એજન્સીમાં ક્રેન ઓપરેટર, ઇલેક્ટ્રિશિયન, ઇંજિનિયર, કોમ્પ્યુટર ઓપરેટર,ચેકર અને મેડિકલ આસી. જેવી પોસ્ટ ઉપર સેવારત થઈ આકર્ષક વેતન મેળવી રહ્યા છે. આવા માછીમાર સમુદાયના યુવાનો જે જગ્યાએ છે. તેવા પંદર યુવાનોનું સન્માન અદાણી પોર્ટ એન્ડ સ્પે. ઇકો ઝોન તથા અદાણી ફાઉન્ડેશન દ્વારા કરાયુ હતુ. પોર્ટના એક્ઝિક્યુટિવ ડાયરેકટર રક્ષિત શાહે જણાવ્યુ હતું કે, આ પંથકના મત્સયકાર યુવાનો માટે અદાણી ફાઉન્ડેશન બધુ જ કરી છુટશે બસ, યુવાનોએ શિક્ષણ મેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. યુવાનોના સન્માન પ્રસંગે ઉપસ્થિત રહેલા સન્માનીત યુવાનોના વડીલ માછીમારો પૈકી આસમભાઇ જામ એ તેમના યુવાનોને ઈમાનદારીને પ્રધાન્ય આપવા જણાવ્યુ હતું. પ્રારંભમાં લાઈવલીહૂડ કાર્યક્રમના હેડ માવજીભાઇ બારૈયાએ તથા એચ.આર. હેડ અરિધમ ગોસ્વામીએ પ્રેરક ઉદ્દબોધન કરી યુવાનોને પ્રોત્સાહીત કર્યા હતા. મહાકાય ઉદ્યોગગૃહમાં માછીમારી સમુદાયના 15 યુવાનોને નોકરી મળવી સામાન્ય ગણી શકાય પરંતુ જે રીતે કચ્છમાં ઉદ્યોગગૃહો દ્રારા સ્થાનીક યુવાનોને નોકરી ન અપાતી હોવાની ફરીયાદો ઉઠી રહી છે. તે વચ્ચે કચ્છના સ્થાનીક માછીમારી યુવાનોને મુન્દ્રા અદાણી પોર્ટમાં નોકરી માટે પ્રોત્સાહીત કરવાનો પ્રયાસ સરાહનીય છે.