પુર્વ કચ્છમાં લાંબા સમયથી દારૂનો મોટો જથ્થો ઉતરી રહ્યો છે. પરંતુ તેને મંગાવનાર કે લીસ્ટેડ બુટલેગરો ધણા સમયથી પોલિસ પકડથી દુર હતા જો કે પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 દિવસમા આવા બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે. 29 તારીખે પ્રોહીબીશનના 10 ગુન્હામાં નાસતા ફરતા આરોપી રમેશ ઉર્ફે મનજી કરસન ચાવડા કોલી ઉં.33 રહે મનફરા ભચાઉને ઝડપ્યા બાદ આજે પુર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે 4 લીસ્ટેડ બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જેમાં પુના ભાણા ભરવાડ રહે. તકીયાવાસ તા.રાપર તથા રામાં વજા ભરવાડ રહે. પલાસવા તા.રાપરનો પણ સમાવેશ થાય છે. પુના-રામા સામે 35 થી વધુ પ્રોહીબીશનના ગુન્હા નોંધાયા છે. જેમાં તે લાંબા સમયથી ફરાર રહ્યા બાદ પોલિસની ગીરફતમા આવ્યા છે.
બુટલેગરો સામે અધધધ…ગુન્હાઓ
29 તારીખે ઝડપાયેલા રમેશ ઉર્ફે મનજી સામે વર્ષ 20-21 માંજ 10 જેટલા ગુન્હા નોંધાયેલા છે જેમા 6 ભચાઉ પોલિસ મથકે જ્યારે સામખીયાળી અને અંજાર પોલિસ મથકે બે-બે તો આજે પણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવી એક સાથે 4 લીસ્ટેડ બુટલેગરોને ઝડપી પાડ્યા છે. જેમાં પુના ભરવાડ સામે કચ્છ અને કચ્છ બહાર દારૂની બેરફેરના 16 ગુન્હા નોંધાયેલા છે. જેમાં 5 આડેસર પોલિસ મથકે જ્યારે સામખીયાળી,અંજાર આદિપુર કુતીયાણા અને વિરમગામ સુધી દારૂની હેરફેરમાં તેનુ નામ પોલિસ ચોપડે ચડ્યુ છે. તો રામા વજા ભરવાડ સામે મોરબી,હળવદ તથા પચ્છિમ-પુર્વ પોલિસની હદ્દમાં 19 જેટલા ગુન્હા નોંધાયેલા છે. પરંતુ તેઓ લાંબા સમયથી ફરાર હતા. તો અરવિંદ મહાદેવા દેસાઇ સામે 2 ગુન્હા જ્યારે મહેન્દ્ર ઉર્ફે જીવણ કોલી સામે એક ગુન્હો નોંધાયો છે જે 4 ની આજે ધરપકડ કરાઇ હતી.
કચ્છમાં ઝડપાતા કરોડો રૂપીયાના દારૂના જથ્થા મામલે આરોપી ન પકડાતા પોલિસ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. અને કચ્છમાં જુની પધ્ધતીથી બધુ ધમધમતુ હોવાની ચર્ચાઓ પણ શરૂ થઇ હતી. જો કે કરોડોના દારૂ પકડવા સાથે હવે તેના લીસ્ટેડ બુટલેગરો પર પોલિસની નઝરમાં છે. અને કચ્છમા દારૂની રેલમછેલ કરનાર 5 જેટલા કુખ્યાત બુટલેગરો 3 દિવસમાં પોલિસના હાથે ઝડપાઇ ગયા છે. જેની સામે અલગ-અલગ દારૂના કેસો મામલે કાર્યવાહી હાથ ધરાશે