કચ્છમાં ગઇકાલે જ્યા રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના કેસોમાં ઉછાળો આવ્યો હતો અને એકસામટા 41 કેસ પોઝીટીવ આવતા કચ્છમાં પણ ચિંતા વ્યાપી છે. ભુજ અને મુન્દ્રામાં ગઇકાલે સૌથી વધુ કેસો નોંધાયા હતા. જો કે મૃત્યુનો સચોટ આંકડો સામે ન આવતા ક્યાક લોકોમાં ચિંતા વ્યાપી છે. ગઇકાલે જ્યા પી.જી.વી.સી.એલના નિવૃત અધિકારીનુ શંકાસ્પદ કોરોનાથી મોત થયા બાદ આજે અંજાર ભાજપના પુર્વ મહિલા નગરસેવક પણ કોરોનાથી શંકાસ્પદ મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જો કે સરકારી ચોપડે હજુ 82 મૃત્યુ જ નોંધાયેલો છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 5264 કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાંથી 4872 લોકો સ્વસ્થ થયા છે. અને હજુ 280 એક્ટીંવ કેસોની સંખ્યા છે. જો કે 30 તારીખ સુધી ભુજ-અને ગાંધીધામમાં અપાયેલા રાત્રી કર્ફયુનની કડક અમલવારી દેખાઇ રહી છે. સાથે નવી સુવિદ્યા ઉભી કરવા માટે પણ તંત્ર સજજ થઇ રહ્યુ છે. ત્યા બીજી તરફ અબડાસા વિસ્તારના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાને લક્ષણો દેખાતા તેઓ પરિક્ષણ માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ગયા હતા. જ્યા તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. અને તેઓ સીધી કોરેન્ટાઇન થવા નખત્રાણા પહોચ્યા છે. જો કે તેમને સામાન્ય અસર છે. પરંતુ સંપર્કમાં આવેલા લોકોને સાવચેતી રાખવા જણાવ્યુ છે.તો કચ્છમાં કોરોનાથી અનેક જાણીતા અને આગેવાન વ્યક્તિઓ મોતને ભેટ્યા છે. જેથી સાવચેતી જરૂરી બની છે
કચ્છમાં વધતા કોરોના કેસોને લઇ તંત્ર સજ્જ છે.?
કચ્છમાં જે રીતે કેસો વધી રહ્યા છે. તે જોતા કચ્છના પણ હોસ્પિટલ સુવિદ્યા વધારવા પર તંત્રએ ભાર મુક્યો છે. આજે જીલ્લા કલેકટર સહિત તંત્રના અધિકારીઓ રાપર પહોચ્યા હતા અને નવી વૈકલ્પીક હોસ્પિટલ ઉભી કરવા સમિક્ષા કરી હતી ગઇકાલે રાપરનાજ ફતેહગઢ ગામે સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી હતી. તો અન્ય વિસ્તારોમાં પણ સામજીક સંસ્થાઓની મદદથી વધતી મહામારી વચ્ચે સહેલાઇથી સારવાર મળી રહે તે માટે તંત્રએ મંથન શરૂ કર્યુ છે. હાલ કચ્છમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં કુલ 1069 બેડની વ્યવસ્થાનો દાવો તંત્રએ કર્યો છે. તો વેકસીન તથા અન્ય દવાઓનો પણ પ્રયાપ્ત જથ્થો હોવાનો દાવો તંત્રએ કર્યો છે. જો કે રાત્રી કર્ફયુ સામે બજારોમા સવારે લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે કઇ રીતે લોકો નિયમોનુ પાલન કરે તે માટે પોલિસ લોકોને જાગૃત કરવા સાથે કાર્યવાહી કરી છે પરંતુ જે રીતે ફરીયાદો ઉઠી રહી છે તે જોતા ચોક્કસ સવાલ થાય કે વાસ્તવિક સ્થિતીને પહોચી વડવા શુ તંત્ર સજ્જ છે. ?
રાજ્યના અન્ય જીલ્લાઓ કરતા કચ્છમાં કેસોની સંખ્યા ઓછી છે. પરંતુ જે ઝડપથી કચ્છમાં પણ આંકડાઓ વધી રહ્યા છે. તેની ચિંતા લોકોમાં સ્પષ્ટ દેખાઇ રહી છે. અને તેથીજ સ્વૈચ્છિક રીતે લોકો રાત્રી કર્ફયુના પાલન સાથે તકેદારી રાખી રહ્યા છે. જો કે જે રીતે મોતના કિસ્સા અને પોઝીટવ કેસોની સંખ્યા વધી રહી છે તે જોતા તંત્રએ ઝડપથી વ્યવસ્થા વધારવા તરફ ધ્યાન દેવુ જરૂરી છે