Home Social ઘડુલી-સાંતલપુરનુ કામ ઝડપથી પુર્ણ થાય! કોગ્રેસી આગેવાનો 7 કિ.મી પગે ચાલી વિવાદીત...

ઘડુલી-સાંતલપુરનુ કામ ઝડપથી પુર્ણ થાય! કોગ્રેસી આગેવાનો 7 કિ.મી પગે ચાલી વિવાદીત સ્થળે પહોચ્યા

735
SHARE
ધડુલી-સાંતલપુર માર્ગનુ કામ શરૂતો ધણા સમયથી થયુ છે. પરંતુ પર્યાવરણીય મંજુરી અને વિવિધ વિવાદો અને ભૌગોલીક પરિસ્થિતીને કારણે ધણા વિસ્તારોમાં કામ અટકી ગયુ છે. તાજેતરમાં પણ કચ્છના રણમાં કાગવાંઢથી-ધોળાવીરા વચ્ચે ગુલાબી ધોણડાના મોતને કારણે મોટો પર્યાવરણીય વિવાદ થયો છે. જો કે કોગ્રેસના પુર્વ ધારાસભ્ય અને ધડુલી-સાંતલપુર માર્ગ અંગે ઉંડો અભ્યાસ ધરાવતા મહેશ ઠક્કર કોગ્રેસના આગેવાનો સાથે તે વિવાદીત સ્થળે પહોચ્યા હતા. અને પર્યાવરણવીદ્દો દ્રારા જે રીતે ધટનાને મોટુ સ્વરૂપ અપાયુ છે તેવી કોઇ સ્થિતી ન હોવાનુ નિવેદન આપી તાત્કાલીક તમામ વિવાદો પુર્ણ કરી કામ ઝડપથી શરૂ કરવુ જોઇએ તેવી માંગ કરી છે. કોગ્રેસના આગેવાન મહેશ ઠક્કર,નવલસિંહ જાડેજા,ધનશ્યામ ભાટ્ટી,રમેશ ગરવા તથા આદમ ચાકી વગેરે જોડાયા હતા.
7 કિ.મી ચાલ્યા કોગ્રેસના આગેવાનો
તાજેતરમાંજ ગુલાબી ધોમડાના મોત મામલે પક્ષીવિદ્દોએ ચોંકવનારા આંકડાઓ આપ્યા હતા અને સ્થળ તપાસ પછી કોન્ટ્રાક્ટરની બેદરકારીથી અસંખ્ય મોત થયાના અનુમાન સાથે તપાસની માંગ કરી હતી. જો કે વનવિભાગે તપાસ કરી 12 પક્ષીના મોત મામલે જવાબદારો સામે કાર્યવાહી પણ કરી હતી. જો કે આ વિવાદ વચ્ચે કોગ્રેસના આગેવાનો તે સ્થળે પહોચ્યા હતા. અને ગુલાબી ધોમડાની વસાહતથી આ જગ્યા દુર હોવાનુ કહી ધડુલી સાંતલપુર માર્ગનુ કામ અટકવુ ન જોઇએ તેવી માંગ કરી છે. કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવાદ,પૈસાના ચુકવણા જેવી બાબતોને લઇને કામ અટકતુ હોય છે તેવામા તેનુ સાચુ કારણ તો વનવિભાગ અને આર.એન.બી જણાવી શકે પરંતુ આવા વિવાદોનો અંત લાવી કચ્છના હિતમાં કામ બંધ ન થાય તેવી અને અધુરા કામ ઝડપથી પુર્ણ થાય તેવી માંગ કરી છે. તો અધિકારીઓ સાથે થયેલી વાતચીત મુજબ ઝડપથી કામ શરૂ થશે તેવો આશાવદ પણ સેવ્યો છે
ચોક્કસ કચ્છના પ્રવાસન અને સંરક્ષણ વ્યુહાત્મક બાબતો માટે આ માર્ગ ખુબ મહત્વનો છે. અને કચ્છમા હિતમા છે. તે વચ્ચે કોગ્રેસી આગેવાનોની માંગ વ્યજબી અને કચ્છના હિતમાં છે. જો કે કોગ્રેસના આગેવાનો આટલી મુશ્કેલી વેઠી 7 કિ.મી પગે ચાલી ત્યા પહોચ્યા તે વાત પણ ચર્ચાનુ કેન્દ્ર બની છે. કોગ્રેસે ધડુલી-સાંતલપુર માર્ગ સાથે નર્મદા-અને કચ્છમાં વર્ષોથી અટકેલા ઓવરબ્રીજ મામલે પણ એક થઇ અવાજ ઉઠાવવાની માંગ કરી છે