Home Current કોટેશ્ર્વર-નારાયણ સરોવર તિર્થસ્થાનો બંધ! વધતા કેસો વચ્ચે મુન્દ્રાના વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખશે

કોટેશ્ર્વર-નારાયણ સરોવર તિર્થસ્થાનો બંધ! વધતા કેસો વચ્ચે મુન્દ્રાના વેપારીઓ સ્વૈચ્છિક બંધ રાખશે

776
SHARE
ગુજરાતમાં વધતા કોરોના કેસ વચ્ચે સરકારે રાજ્યના 20 શહેરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત કરી છે. પરંતુ જે સ્થળોએ વધુ ભીડભાડ થાય છે તેવા શહેરોમાં સ્વૈચ્છિક રીતે પણ લોકો જોડાઇ રહ્યા છે. અને રાત્રી કર્ફયુ સાથે લોકોની સુરક્ષા માટે આગળ આવી રહ્યા છે. ત્યારે સોમનાથ મહાદેવ મંદિર સાથે કચ્છના બે તિર્થસ્થાન પણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે આ અંગે કોટેશ્ર્વર જાગીરના મંહત અને નારાયણ સરોવર તિર્થસ્થાનના ગાદ્દીપતીએ જણાવ્યુ હતુ. કે કોરોનાના કેસો વધી રહ્યા છે. અને સરકારે કોઇ ગાઇડલાઇન જાહેર કરી નથી પરંતુ તંત્ર સાથે બેઠક બાદ નિર્ણય લેવાયો છે. અને જ્યા સુધી સરકાર તરફથી બધી છુટછાટ માટેની ધોષણા ન થાય ત્યા સુધી બન્ને તિર્થસ્થળો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેથી દર્શન માટે આવતા દર્શનાર્થી ખાસ ધ્યાન રાખી દર્શન માટે ન આવે જો કે આવતીકાલથી ચૈતી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. પરંતુ માતાનામઢ મંદિર આમભક્તો માટે દર્શનાર્થે બંધ રાખવુ કે નહી તેનો કોઇ નિર્ણય લેવાયો નથી. તો બીજી તરફ ગ્રામ્ય સ્તરે કેસો વધતા અનેક ગામડાઓ સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાઇ રહ્યા છે. આજે મુન્દ્રા શહેરના વેપારીઓ દ્રારા પણ રાત્રી કર્ફયુમાં જોડાવા માટે સ્વયંભુ નિર્ણય લેવાયો છે. જો કે તેની અમલવારી કેટલી થશે તે કહેવુ મુશ્કેલ છે. પરંતુ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે રાત્રી દરમ્યાન બંધમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. તો યુનીવર્સીટીએ પણ કોરોના વધતા કેસોને ધ્યાને લઇ આગામી 15 તારીખે યોજાનારી સ્નાતક કક્ષાની પરિક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે