Home Social ભુજમાં 17 સાથે કચ્છમાં કોરનાના 48 કેસ લાંબા સમય બાદ સરકારી ચોપડે...

ભુજમાં 17 સાથે કચ્છમાં કોરનાના 48 કેસ લાંબા સમય બાદ સરકારી ચોપડે બે મોત નોંધાયા!

637
SHARE
ગુજરાત રાજ્ય સહિત ભારતના અનેક શહેરોમા રેકર્ડબ્રેક રીતે કોરોના કેસો વધી રહ્યા છે. ગુજરાતમા આજે રેકર્ડબ્રેક 4541 કેસ નોંધાયા છે. અને તે સાથે કચ્છમાં પણ કોરોના કેસોમાં વધારો નોંધાયો છે. એક તરફ તંત્ર ફરી આરોગ્ય સુવિદ્યા વધારવા માટે કમર કસી રહ્યુ છે. તે વચ્ચે આજે ભુજમાં સૌથી વધુ 17 કેસ નોંધાયા હતા. સાથે શહેર અને તાલુકા મળી એકલા ભુજ શહેર તાલુકામાં 22 કેસો નોંધાયા છે. જે રીતે ભુજ અને ગાંધીધામમાં કેસો વધતા લોકડાઉન અપાયુ હતુ. ત્યારે આજે ગાંધીધામમાં માત્ર 5 કેસ નોંધાયા હતા. જ્યારે ભુજમાં 22 કેસ નોંધાયા હતા. આજે સાથે કચ્છમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યાનો આંક 5312 પર પહોચ્યો છે. તો કોરોના સક્રમણથી 10 લોકો આજે સ્વસ્થ થયા હતા. ગઇકાલે મુન્દ્રામાં ભુજ પછી સૌથી વધુ કેસ આવ્યા હતા ત્યારે આજે માંડવી ગ્રામ્ય પંથકમાં 4 પોઝીટીવ કેસો નોંધાયા હતા. એકટીવ કેસોની સંખ્યાનો આંક 318 પર પહોચ્યો છે. ભુજ શહેરના 22 જ્યારે માંડવી-મુન્દ્રા વિસ્તારના 12 સ્થળોને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે
રસીકરણ પર ભાર જીલ્લા ભાજપ પ્રમુખની અપિલ
એક તરફ જ્યા કોરોના કેસો વધી રહ્યા છે તેની સામે તંત્ર લડવા માટે સજ્જ થઇ રહ્યુ છે. રાપર હોય કે અન્ય શહેરો જરૂર પડે હોસ્પિટલમાં સુવિદ્યા વધારવા સાથે ઉચ્ચ અધિકારીઓ સ્થિતીની સમિક્ષા સાથે સતત નજર રાખી રહ્યા છે. અને તે વચ્ચે રસિકરણ માટે લોકો વધુમાં વધુ આગળ આવે તેવા તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે. આજે કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખે પરિવારના સભ્યો સાથે વેકસીનેશનનો બીજો ડોઝ લીધો હતો અને સાથે લોકોને રસી અપાવવા માટે અપિલ કરી હતી. તો અન્ય જાગૃત નાગરીકો અને વયસ્કોની મદદથી તંત્ર સતત લોકોને રસિકરણ માટે પ્રેરીત કરી રહ્યુ છે.
તો કચ્છમાં રેકર્ડબ્રેક પોઝીટવ કેસો સાથે સરકારી ચોપડે બે મોત નોંધાયા છે. ગઇકાલે મૃત્યુઆંક 82 પર હતો તે આજે 84 પર પહોચ્યો છે. જો કે કચ્છના જાગૃત અને મેડીકલ ક્ષેત્ર સાથે સંકડાયેલા લોકો વાસ્તવિક ચિત્ર જુદુ હોવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. તેવામાં વાસ્તવિક ચિત્ર સાથે તંત્ર આગળ વધે તો કચ્છમાં કોરોનાને ડામી શકાશે રસિકરણ સાથે કોરોના સક્રમીત લોકો માટે સારવારની વિશેષ સુવિદ્યા ઉપલબ્ધ થાય તે જરૂરી છે