Home Crime ભુજ SOG એ અબડાસાના સુથરીમાંથી ચરસના જથ્થા સાથે 3 ઝડપ્યા 16 કિ.લો...

ભુજ SOG એ અબડાસાના સુથરીમાંથી ચરસના જથ્થા સાથે 3 ઝડપ્યા 16 કિ.લો ચરસ જપ્ત !

2747
SHARE
કચ્છના દરિયામાંથી લાંબા સમયથી બિરવારશુ ચરસનો જથ્થો મળી આવવાનો સિલસીલો યથાવત છે. અગાઉ અનેક સ્થાનીક અને કેન્દ્રીય એજન્સીઓએ દરિયામાંથી બિનવારસુ ચરસનો જથ્થો ઝડપવાનુ બાકી રાખ્યુ નથી જો કે અત્યાર સુધીની તપાસમા હજુ આ જથ્થો કચ્છના દરિયા સુધી કઇ રીતે આવ્યુ તે ખુલ્યુ નથી તેવામાં સુથરી ગામે ભુજ શ્પેસીયલ ઓપરેશન ગ્રુપે 3 શખ્સોને શંકાસ્પદ ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. SOG એ પુર્વ બાતમીના આધારે સુથરી ગામે કાર્યવાહી કરી હતી જેમાં 16 કિ.લો 850 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓમાં પચાણ નાથા કોલી રહે લૈયારી,અભરામ બાવલા કોલી રહે.કોસા તથા થારૂ ખમુ કોલી રહે સુથરીને ઝડપી પાડ્યા છે. 25.27 લાખના માદક દ્રવ્ય થતા અન્ય કુલ 25.50 લાખના મુદ્દામાલ સાથે SOG તેમની ધરપકડ કરી છે. અને કોઠારા પોલિસ મથકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જો કે SOG એ આ અંગે વધુ વિગતો આપવાનુ ટાળ્યુ છે. પરંતુ અગાઉ કચ્છના દરિયામાંથી મળેલ ચરસના પેકેટ જેવો જ આ જથ્થો હોવાનુ અનુમાન છે. સુથરી ગામના રહેવાસી થારૂ ખમુ માછીમારીના વ્યવસાય સાથે સંકડાયેલો છે. અને સંભવ છે. કે દરિયામાંથી જથ્થો મેળવ્યા બાદ તેઓએ સુરક્ષા એજન્સીને જાણ કરવાના બદલે જથ્થો વહેંચવાની ફીરાકમાં હતા. પરંતુ SOG ને બાતમી મળતા માદક દ્રવ્ય સાથે તેમની ધરપકડ કરી છે. વધુ વિગતો મોડેથી સ્પષ્ટ થશે કામગીરીમાં SOG ઇન્ચાર્જ પી.આઇ એ.આર.ઝાલા મદનસિંહ જાડેજા,વાછીયાભાઇ ગઢવી સહિતનો સ્ટાફ જોડોયા હતો