Home Current ભર ઉનાળે રાપર-ભચાઉમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદથી ખેડુતો ચિંતીત

ભર ઉનાળે રાપર-ભચાઉમાં ધોધમાર વરસાદ કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદથી ખેડુતો ચિંતીત

928
SHARE
આમતો દર વર્ષે કચ્છના ખેડુતોની કેરીની સિઝન સારી જવાની આશ હોય ત્યારે વાતાવરણ પલ્ટાય છે. અને ખેડુતોની મહેનત અને આશા પર પાણી ફેરવાઇ જાય છે. કોરોના કાળમાં એક તરફ ખેડુતો સારા બજાર ભાવ અને નફો નથી મેળવી રહ્યા તે વચ્ચે કચ્છમાં ચાલુ વર્ષે ખેડુતોને ઉનાળુ પાક જવાની આશા હતી જો કે આજે કચ્છના ભચાઉ-રાપર વિસ્તારમા બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પહેલા ભચાઉ અને ત્યાર બાદ સામખીયાળીથી લઇ રાપર સુધી વરસાદ પડ્યો હતો. ભર ઉનાળે વરસાદથી લોકો મુશ્કેલીમા મુકાયા હતા. તો કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો હતો. રાપર અને ભચાઉના અનેક ગ્રામ્ય પંથકમાં પણ વરસાદની અસર દેખાઇ હતી. કરા સાથે પડેલા વરસાદથી ખેડુતોને પાકમાં નુકશાન જવાની ભીતી વ્યક્ત કરી છે. વરસાદની છંકી સારી હોતા રસ્તાઓ પર પાણી વહી નિકળ્યા હતા