સમગ્ર ભારતમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે અને ભારતમા એકજ દિવસમાં 2 લાખ કેસ સાથે વિશ્ર્વના અન્ય દેશોની સરખામણીએ ભારતમા પણ ઝડપથી કોરોના વકરી રહ્યો છે ગુજરાતમા પણ એક દિવસમાં 8152 પોઝીટીવ કેસો સામે આવ્યા છે જો કે કચ્છમાં આજે સરકારી રેકર્ડ મુજબ 81 પોઝીટીવ કેસો નોંધાયા છે અને વધુ 3 લોકોના મૃત્યુ થયા છે પરંતુ શહેરમાં તંત્ર યોગ્ય માહિતી ન આપતા હોવાની ચર્ચા ચોરે ને ચોકે છે રાજ્યમાં વિવિધ સ્માશાનગૃહના ચિત્રો સામે આવી રહ્યા છે તેવી કચ્છમાં તો ક્યાંક સ્થિતી નથી ને તેવો લોકો ને ડર સતાવી રહ્યો છે તે વચ્ચે ભુજ અને સુખપરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પ્રેરીત સેવા સાધનાએ ભુજ અને સુખપરમાં કોરોના સંક્રમિત થઇ મૃત્યુ પામેલા દર્દીઓના અંતિમ સંસ્કારનો મોરચો સંભાળ્યો છે RSS ના નારાણભાઇ વેલાણી સાથે આ અંગે મિડીયાએ વાત કરતા જણાવ્યુ હતુ કે મૃત્દેહના અંતિમ સંસ્કાર ભુજ અને સુખપરમાં તેમની સંસ્થા તંત્રની મદદ માટે કરશે આજે ભુજમાં 4 અને સુખપરમાં એક મૃત્યુ પામેલા વ્યક્તિની અંતિમવીધી કરાઇ હતી તેમ તેમણે જણાવ્યુ હતુ
કચ્છના તંત્રએ હવે ચેતવાની જરૂર છે?
કચ્છમાં સરકારી ચોપડે નોંધાયેલા કેસોની જેવી માહિતી અને સંખ્યા સામે આવે કે લોકો ચર્ચા કરતા થઇ જાય છે કે કચ્છમાં આટલા કેસ જ કેમ? આટલા મૃત્યુ જ કેમ? કેમકે આજે ટેકનોલોજી અને સોસીયલ મિડીયાના યુગમાં તુંરત સાચી વાતો જે-તે વિસ્તારમાંથી સામે આવતી જાય છે અને જે લોકોને વધુ ડરાવે છે હોસ્પિટલ સુત્રો તરફથી મળેલી માહિતી મુજબ સ્માશાનગૃહમાં પણ વેઇટીંગ ચાલી રહ્યુ છે તેવામાં 3 મોતના આંકડા અને સાચી સ્થિતીથી માહિતગાર લોકોમાં ડર છે તો કચ્છ સહિત કચ્છના મુખ્ય મથક ભુજમાં સરકારી અને ખાનગી બન્ને હોસ્પિટલો ફુલ છે જે રીતે રાજ્યની સાચી સ્થિતીને લઇ સરકારને કડક નિર્ણય લેવા પડ્યા છે અને કોર્ટે પણ સરકારને યોગ્ય કરવા જરૂરી ટકોર કરી છે તે રીતે કચ્છમાં પણ જાગૃત લોકો અને ચુંટાયેલા પ્રતિનીધીઓએ લોકોને સાચી માહિતી સાથે સાવચેત રહેવાની અપિલ કરવી જરૂરી બન્યુ છે જેનાથી લોકો વધુ જાગૃત બની સ્વયંભુ નિયમોના પાલન માટેના આગ્રહી બનશે જો કે માત્ર શહેરી વિસ્તાર નહી પરંતુ ગ્રામ્ય વિસ્તારના જાગૃત નાગરીકો પણ પોતાના વિસ્તારની સાચી માહિતીથી લોકોને વાકેફ કરી જાગૃત રહેવા સાથે ચેતવી રહ્યા છે તેવામા તંત્ર સબ સલામતીના દાવા કરતા સાચુ ચિત્ર રજુ કરે તે પણ જરૂરી છે
રાજ્યના અન્ય જીલ્લાના આંકડાઓ જોઇએ તો કચ્છમાં કેસોની સંખ્યા તેના કરતા ખુબ ઓછી છે અને વિસ્તારની દ્રષ્ટ્રીએ કચ્છ મોટો જીલ્લો હોવાથી ઝડપથી કોરોના ફેલાઇ રહ્યો નથી પરંતુ જે આંકડાઓ સરકારી ચોપડે નોંધાઇને સામે આવે છે તેના કરતા કચ્છમા ચિત્ર જુદુ જ છે સામાજીક સંસ્થાઓ તંત્રની મદદે આવી છે ત્યારે સાચી સ્થિતીના વર્ણન સાથે સહીયારા પ્રયાસોથી કચ્છને કોરોના મહામારીમાંથી ઉગારવાની જવાબદારી હવે સૌની છે આ લખવાનો હેતુ કોઇ ડર ફેલવવા માટે નથી પરંતુ સાચી માહિતી કદાચ મહાજાગૃતિનુ કામ કરી શકે છે એટલે તંત્રએ પણ સબંધિત તંત્ર સાથે વધુ સંકલન સાધીને લોકોને જરૂરી માહિતી અને જાગૃતિ સભર માહિતી આપવી જોઈએ એ સમયની માંગ છે.