Home Special દેશ અને દુનિયા ઉપરથી “આકાશીઘાત” ગઈ, એ અગનગોળો થોડા કલાક પહેલા જ...

દેશ અને દુનિયા ઉપરથી “આકાશીઘાત” ગઈ, એ અગનગોળો થોડા કલાક પહેલા જ ઉપરથી નીકળી ગયો !!!

1210
SHARE
(ન્યૂઝ4કચ્છ) ચીનનું સ્પેસ સ્ટેશન આજે દરિયા માં ખાબકયું તેના માત્ર ૨ કલાક પહેલાં જ ભારત ઉપર થી પસાર થયું હતું. માત્ર લખવા અને ડરાવવા માટેની આ વાત નથી પણ, ખરેખર ચીનનું આ સ્પેસ સ્ટેશન આકાશમાં થી દુનિયામા કોઈ પણ જગ્યાએ ખાબકશે તેવો બધા જ દેશોને ડર હતો. ખગોળવીદ નરેન્દ્ર ગોર ‘સાગર’ ન્યૂઝ4કચ્છ સાથે વાત કરતા કહે છે કે, ટીન્યોન્ગ-1 નામનું ચીનનું આ સ્પેસ સ્ટેશન કલાક ના ૨૦ હજાર થીયે વધુ કિલોમીટરની ઝડપે અવકાશ માં ફરતું હતું.જરા કલ્પના કરો કે એક દિવસમા પૃથ્વી ના ૨૦ ચક્કર મારતું આ સ્પેસ શટલ જો કોઈ પણ દેશ માં અગનગોળાની જેમ ખાબકત તો શું થાત ? કલ્પના પણ થથરાવી મૂકે તેવી છે. જોકે, આ ચીની સ્પેસ સ્ટેશન આજે સવારે ૫/૪૫ વાગ્યે દક્ષિણ પેસિફિક મહાસાગર માં ખાબકીને તૂટી પડ્યું હતું,તે પહેલાં તે રાત્રે ૩/૩૦ વાગ્યે ભારત ઉપરથી પસાર થયું હતું. એટલે કે, તૂટ્યાના ૨ કલાક પહેલાં જ તે ભારત પર થી પસાર થયું હતું.આ સ્પેસ સ્ટેશન દરિયામાં તૂટી પડ્યા બાદ આખા વિશ્વ એ હવે રાહત નો શ્વાસ લીધો છે. નરેન્દ્ર ગોર ‘સાગર’ કહે છે કે આ સ્પેસ સ્ટેશન ચીને ૨૦૧૧ માં છોડ્યું હતું,૨૦૧૬મા તેના પરથી ચીનનો કાબૂ છૂટી જતાં આ સ્પેસ સ્ટેશન અત્યાર સુધી અવકાશ માં જ ફરતું હોઈ દુનિયામાં ક્યાંયે પણ ખબકવાનો ડર વૈજ્ઞાનિકોને હતો. દુનિયા મા માત્ર ત્રણ જ દેશો અમેરિકા, રશિયા અને ચીન અવકાશમા સ્પેશ સ્ટેશન ધરાવે છે.ભારત આ ટેકનોલોજી હજી સુધી નથી વિકસાવી શક્યું.