Home Current દલિતોનો વિરોધ્ધ ભુજ ગાંધીધામમાં બન્યો હિંસક પોલિસ પર હુમલો કારના કાચ તુટ્યા...

દલિતોનો વિરોધ્ધ ભુજ ગાંધીધામમાં બન્યો હિંસક પોલિસ પર હુમલો કારના કાચ તુટ્યા : ગાંધીધામમાં પોલિસને કરવો પડ્યો બળ પ્રયોગ નખત્રાણા નલિયામાં શાંતીપુર્ણ વિરોધ્ધ

2277
SHARE
(ન્યુઝ ફોર કચ્છ) એટ્રોસીટી એક્ટમાં સુપ્રીમ કોર્ટના સુધારા સાથેના ચુકાદાના વિરોધ્ધમાં રજુઆત પછી આજે સમગ્ર ભારતમાં દલિતોએ વિરોધ્ધ સાથે ભારતબંધનુ એલાન આપ્યુ હતુ. જો કે વિરોધ્ધની શરૂઆત બાદ ક્યાક વિરોધ્ધ હિસંક બન્યો હતો  ભુજ ગાંધીધામ સિવાયના મથકો પર દલિતોએ શાંતીપુર્ણ રીતે વિરોધ્ધ કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયમાં ફેરફાર માટેની તેમની માંગણી દોહરાવી  વિરોધ્ધ નોંધાવ્યો હતો નખત્રાણા નલિયા દયાપર,ભચાઉ સહિતના મથકોએ એકદંરે શાંતીપુર્ણ રીતે દલિત સમાજ દ્વારા વિરોધ્ધ કરાયો હતો.
ભુજ ગાંધીધામમાં અચાનક શાંતીપુર્ણ વિરોધ્ધ હિંસક બન્યો
ગાંધીધામમાં રસ્તા રોકો અને ચક્કાજામ બાદ 2 શોપીંગ કોમ્પેલેક્ષ અને એક દુકાનને નિશાન બનાવી તોડફોડ કરાઇ હતી જેને લઇને વિરોધ્ધ કરી રહેલા ટોળાને વિખેરવા પોલિસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. તો બીજી તરફ ભુજના જ્યુબેલી સર્કલ પર મામલતદારની ગાડીમાં તોડફોડ સાથે પોલિસ કર્મી પર પણ હુમલાનો બનાવ સામે અવ્યો હતો જો કે પોલિસે પરિસ્થીતી સમજી બળ પ્રયોગ ન કરી બુધ્ધીપુર્વક કામ લીધુ હતુ.  કેટલાક ટોળાએ વાણીયાવાડ વિસ્તારમાં બળપુર્વક બંધ કરાવતા વેપારીઓએ જીલ્લા કલેકટરને રજુઆત સાથે પોલિસવડાને પણ રજુઆત કરી હતી જેના પગલે પચ્છિમ કચ્છ પોલિસ વડાએ આવા તત્વો સામે એકશન લેવાના આદેશ કર્યા હતા.

કચ્છના અન્ય મથકોએ શાંતીપુર્ણ વિરોધ્ધ સાથે રજુઆત 

સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં થયેલા વિરોધ્ધના ધેરા પ્રયત્યાધાત રૂપે રસ્તા પર ચક્કાજામ અને રેલી જેવા કાર્યક્રમો યોજાતા હતા પંરતુ સંપુર્ણ કચ્છમાં શાંતીપુર્ણ રીતે વિરોધ્ધ થયો હતો અને યાતાયાત વ્યવસ્થાને કોઇ અસર પહોંચી ન હતી માત્ર ભુજ અને ગાંધીધામ સિવાયના ગામડાઓમાં આંશીક બંધ સાથે શાંતીપુર્ણ રીતે વિરોધ્ધ કરી દલિત સમાજે તેમની માંગણીઓ તંત્ર સુધી પહોંચાડી હતી