Home Current કોરોના કાળમાં કચ્છના ઔદ્યોગિક એકમોને કોણે કરી ટકોર? : સાંસદે કરી સ્વૈચ્છીક...

કોરોના કાળમાં કચ્છના ઔદ્યોગિક એકમોને કોણે કરી ટકોર? : સાંસદે કરી સ્વૈચ્છીક લોકડાઉંનની અપીલ

1409
SHARE
કોરોનાની મહામારીએ કચ્છમાં પણ કહેર વર્તાવ્યો છે ત્યારે સોશ્યિલ માધ્યમોમાં આવતા સમાચારો અને મેસેજ પર સૌનું ધ્યાન વધુ કેન્દ્રિત બન્યું છે …ગંભીર બાબતો …રમૂજ …નારાજગી …હકારાત્મ ઉપયોગી માહિતીઓ…અને ફેક ન્યુઝ અને ટાઈમ પાસ…. આવી બધી માહિતીઓ વચ્ચે બે માહિતી એવી પણ આવી કે એકમાં સાંસદને અપીલ કરવી પડી અને બીજામાં બીજેપીના કાર્યકરને ટકોર પણ કરવી પડી …શું છે આ ટકોર? ભાજપના સક્રિય કાર્યકર અને પ્રજાહિતમાં બેબાક બોલનારા ભરતભાઈ સંઘવીએ પોતાના ફેસબૂક પેજમાં કચ્છના લોકોના હિતની વાત લખીને કરેલી પોસ્ટ ઘણું બધું કહી જાય છે વાંચો
ભરતભાઈએ લખેલી ટકોર
ભારતનું સૌથી મોટું સરકારી પોર્ટ કંડલા કચ્છમાં, ગુજરાતની ખનીજ ક્ષેત્રનું સૌથી મોટું નિગમ જી.એમ. ડી.સી. નું મુખ્ય કામ કચ્છમાં, ભારતનું સૌથી મોટું ખાનગી પોર્ટ અદાણી પોર્ટ કચ્છમાં, સિમેન્ટની મોટી કંપનીઓ સાંઘી, એ.બી.જી અને અલ્ટ્રાટ્રેક કચ્છમાં, એશિયા નું સૌથી મોટું એસ.ઇ. ઝેડ.અદાણીનું કચ્છમાં, ભારતના સૌથી મોટા પાવર પ્લાન્ટ કચ્છમાં તો આ બધી જ કંપનીઓ ની સી.એસ.આર. ( Corporate Social Responsibility) ની કામગીરી કેમ કોરોના મહામારીના સમયમાં દેખાતી નથી ?. અને વર્ષોથી સામાજિક ઉત્તરદાયિત્વના ખોટા ફોટાઓ અને આંકડાઓ આપીને સરકાર પાસેથી એવોર્ડ મેળવતિ કંપનીઓ દ્વારા સી.એસ.આર. ની કરેલ કામગીરી તેમજ આરોગ્ય ક્ષેત્રમાં કરેલ કોઈ કામગીરી અત્યારે કેમ ઉપયોગી નથી?
કરછ ની જનતા માટે કંપનીઓ પાસે રહેલ સી.એસ.આર.ફંડ ક્યાંક નેતાઓ અને કંપનીના દલાલો માટેનું ફંડ તો નથી બની ગયું ને?
કચ્છમાં કાર્યરત બધી જ કંપનીઓ સામૂહિક રીતે જિલ્લામાં 1000 બેડની અતિ આધુનિક કોવિડ હોસ્પિટલ ઊભી કરી ન શકે?
કચ્છનું વહીવટી તંત્ર કચ્છમાં કાર્યરત કંપની ને આરોગ્ય સુવિધા ઊભી કરવા માટે ફરજ પાડી ન શકે ?
કચ્છનું વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો કોરોનાની આટલી પરિસ્થિતિ બગડી તે માટે જવાબદાર છે જ સાથે સાથે જિલ્લામાં રહેલી ખાનગી કંપનીઓ પણ આ માટે જવાબદાર છે.
શું ખાનગી કંપનીઓ કચ્છમાં માત્ર નફો કમાવવા માટે જ આવી છે કે કચ્છના લોકોના ભલા માટે? આ ખૂબ મોટો યક્ષ પ્રશ્ન છે.
ભરત સંઘવી ભુજ
મો.9429083737

સાંસદે કરી સ્વૈચ્છીક લોકડાઉંનની અપીલ

એક તરફ સરકાર લોકડાઉંન નહિ થાય એવું કહી રહી છે …બીજી તરફ સરકારના પ્રતિનિધિઓ સ્વૈચ્છીક લોકડાઉંનની અપીલ કરીને લોકોને સહયોગ આપવાનું કહી રહ્યા છે સાથે સાથે સ્વૈચ્છીક સંસ્થાઓ, વેપારી મંડળો, ગ્રામ્ય વિસ્તારના પ્રતિનિધિઓ પણ લોકડાઉનની હિમાયત કરી રહ્યા છે ત્યારે આમ જનતા વિચાર શૂન્ય બની ગઈ હોય તેમ માત્ર આ કોરોના કહેર કેમ જશે? એ ચિંતા અને ભયમાં જીવી રહી છે સોશ્યિલ મીડિયામાં આવતા હકારાત્મક અને નકારાત્મક મેસેજોએ લોકોને ભયભીત કર્યા છે દેશ અને રાજ્યની સાથે કચ્છમાં પણ તંત્રના અભિગમથી લોકોમાં નારાજગી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે
મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત બાદ ભલે સારા નિર્ણયો અને જાહેરાતો થઇ હોય પરંતુ સરવાળે કોરોનાગ્રસ્ત લોકોને કોઈ જ ફાયદો કે રાહત થઈ હોય એવું લાગતું નથી સ્થાનિક તંત્ર જાણે હજુ પણ સચેત ન હોય એવી લોક ફરિયાદો ઉઠી રહી છે ત્યારે તંત્રએ મજબૂત સંકલન અને પારદર્શિતા સાથે લોકોને વિશ્વાસ અપાવવો જોઈએ કેટલાક સોશ્યિલ મીડિયાથી દૂર રહેતા બુદ્ધિજીવીઓ જાહેરમાં ન આવીને માધ્યમો સાથે પોતાના સવાલો વ્યક્ત કરતા રહે છે
શું છે લોકોના સવાલો ?
– સરકારે ખાનગી હોસ્પિટલો વધુ ચાર્જ વસુલે એ નહિ ચલાવી લેવાનું જણાવીને ફરિયાદ કરવાનું તો કહ્યું પણ અગાઉ જે લોકો એ ચૂકવ્યા એનું શું ?
– લોકડાઉનમાં જે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવવા “કુંડાળા” કાર્ય હતા એવું અત્યારે પાલન થાય એ જરૂરી છે
– બજારોમાં પોલીસ માસ્ક સહીત સોશ્યિલ ડિસ્ટન્સ માટે સક્રિય બને
– વેપારીઓ અને લોકો પણ સૅનેટાઈઝર સહીત કોવીડના અગાઉના તમામ નિયમો જાળવે
– કર્ફ્યુ વાળા વિસ્તાર સહીત સમગ્ર કચ્છમાં ફરી પોલીસ પેટ્રોલિંગ કડક બને તો લોકો પણ શિસ્ત બનશે
– જે તે સમયે બનેલા કોવીડ સેન્ટરોમાં સરકારે આપેલા સાધનો ફરી ઉપયોગમાં લેવાય
– ખાનગી હોસ્પિટલોમાં તંત્રની સાથે પ્રજાકીય પ્રતિનિધિઓ પણ મોનીટરીંગ કરે
– માત્ર સ્પીકર વગાડીને અપીલ કરવાને બદલે લોકોના માનસ પર હાવી થયેલા ભયને દૂર કરવા
શેરી અને મહોલ્લામાં વર્તમાન સ્થિતિ સાથે ભય દૂર થાય એવા સૂચનો સાથે અપીલ થાય
– અંતિમક્રિયા માટે જે સંસ્થાઓને રોકડ દાન મળી રહ્યું છે ત્યારે સંસ્થાઓએ પણ હિસાબ રાખવો જોઈશે અહીં પ્રશ્ન એકાદ બે સંસ્થાઓની
અનિયમિતતા સામે કરાયો છે
તો કેટલાક લોકોએ રોજ આવતા સમાચારો પર પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે તાજેતરમાં જી.કે. જનરલમાં પડેલા મૃતદેહનો વિડિઓ
વાયરલ થયો હતો એ કિસ્સામાં વિડિઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને છુટા કરી દેવાયા છે એનો મતલબ એ થયો કે તંત્ર ઘણું બધું
છુપાવવા માંગે છે….બીજા કિસ્સા માં સિવિલ સર્જનની અચાનક બદલી કરી દેવાઈ છે તો શું એમની કામગીરીમાં કોઈ ઉણપ હતી કે
તંત્ર કામ કરે છે એવું સાબિત કરવું છે કેટલાક લોકોએ બદલેલા સિવિલ સર્જનના સમર્થનમાં તેના અનુભવનો લાભ નથી લેવાતો
એમ જણાવ્યું હતું કેટલાક લોકોએ સિવિલ સર્જનની કામગીરી સામે સવાલો પણ ઉઠાવ્યા હતા એકંદરે પ્રજાકીય પ્રતિનિધિઓ હજુ જોઈએ
તેવા લોકોની પડખે નથી રહેતા એવો સુર ઉઠી રહ્યો છે …વિપક્ષના કેટલાક કાર્યકરો ગંભીરતાથી લોકો માટે લડત કરી રહ્યા છે પરંતુ
એની કામગીરીને રાજકીય પરિપેક્ષમાં જોવાય છે અત્યારનો સમય રાજકીય કાવાદાવાનો નથી સૌએ એક થઇ ને આ મહામારી સામે લડવું
પડશે …તંત્રની અપીલ માત્રથી લોકોની અંતિમ મંજિલે પારકા પણ સ્વજન બનીને પોતાની ફરજ અદા કરી રહ્યા છે એવા RSSના સભ્યો અને યુવક યુવતીઓની લાગણીને સલામ ….તો અંતિમ ક્રિયા માટે લાકડાઓ અને રોકડ સહાય કરી રહ્યા છે એવા સૌ દાતાઓને વંદન…