Home Current આરોગ્ય સ્થિતી જ્યારે સુધરે ત્યારે કચ્છમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. 124...

આરોગ્ય સ્થિતી જ્યારે સુધરે ત્યારે કચ્છમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. 124 પોઝીટીવ 8 મોત!

817
SHARE
ગુજરાતની સાથે કચ્છમાં પણ સ્થિતી દિવસે ને દિવસે બેકાબુ બની રહી છે. સરકારે RTPCR ટેસ્ટ વધારતાજ મોટી સંખ્યામાં કેસો સામે આવી રહ્યા છે. આજે કચ્છમાં પણ દર્દીઓની હાલાકી વચ્ચે 124 પોઝીટીવ કેસો સામે આવ્યા છે. જ્યારે 8 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે .તેવુ કચ્છના વહીવટી તંત્રની સત્તાવાર પ્રેસયાદી જણાવે છે. એક તરફ કચ્છ ઉપરાંત મોરબી અને હળવદથી કચ્છમા દર્દીઓ સારવાર માટે આવતા કચ્છના સ્થાનીક કોરોના પેસેન્ટને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો કોરોના વોર્ડમાં દર્દીઓની યોગ્ય સારવાર ન થતી હોવાની પણ ફરીયાદો ઉઠી રહી છે. આજે સવારે પણ કચ્છના સામાજીક આગેવાનોએ પણ દર્દીઓની અપાર મુશ્કેલી પછી વિરોધ નોંધાવ્યો હતો. અને ચક્કાજામ કર્યા બાદ સ્થિતી રાબેતા મુજબ થઇ હતી. જો કે ધણા દર્દીઓને હાલાકી વચ્ચે ખાલી હાથે પાછા જાવાનો વારો આવ્યો હતો. કચ્છમા આજે શહેરી વિસ્તારોમાં 69 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 55 કેસો નોંધાયા હતા. સૌથી વધુ ભુજમાં 27 જ્યારે ગ્રામ્ય કક્ષાએ ભુજ,અબડાસા અંજારમાં 12 કેસો નોંધાયા હતા. આ સાથે એક્ટીવ કેસની સંખ્યા 826 પર પહોચી ગઇ છે. જ્યારે કુલ મોત 115 જ્યારે કુલ પોઝીટીવ કેસ 6073 પર પહોચી ગયો છે. કચ્છમાં આજે પોઝીટીવ કેસની સરખામણીએ 29 લોકો સ્વસ્થ થતા તેને રજા અપાઇ છે. કચ્છમાં આજે 3824 લોકોને આજે વેક્સીનેસન કરાયુ હતુ. કચ્છની વિકટ સ્થિતી વચ્ચે કચ્છના અનુભવી ડોક્ટર અને સિવિલ સર્જન ડો કશ્યમ બુચની બદલી કરી દેવાઇ છે. જો કે તે પાછળનુ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. રાજ્ય સરકારે આજે નવી 150 એમ્બ્યુલન્સ સાથે વધુ સુવિદ્યાની જાહેરાત કરી છે તે સાથે કચ્છમાં પણ જીલ્લા કલેકટર અને રાજ્યના મંત્રીએ આજે વિવિધ હોસ્પિટલ અને નવા ઉભા થનાર સેન્ટરોની મુલાકાત લઇ કચ્છમાં આરોગ્ય માળખુ સુદ્દઢ કરવા માટે બેઠકો અને મંથન કર્યુ હતુ