Home Crime પોલિસ દમન મામલે હવે આડેસર પોલિસ ચર્ચામા;PSI ગોહિલ સહિત 8 સામે ઢોર...

પોલિસ દમન મામલે હવે આડેસર પોલિસ ચર્ચામા;PSI ગોહિલ સહિત 8 સામે ઢોર મારના ગંભીર આરોપ!

2870
SHARE
કચ્છમાં પોલિસ દમનથી બે યુવકોના મુન્દ્રા પોલિસ કસ્ટડીમાં મોતનો મામલો હજી સમયો નથી ત્યા હવે પુર્વ કચ્છનુ એક પોલિસ મથક ચર્ચમાં આવ્યુ છે. માનગઢ રાપરના પ્રતાપ મદેવ કોલીએ આડેસર પોલિસ મથકના પી.એસ.આઇ વાય.કે.ગોહિલ તથા અન્ય 7 વ્યક્તિઓ સામે ઢોર મારવાના ગંભીર આક્ષેપો કર્યા છે. અને ભોગ બનનાર હાલ રાધનપુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો છે. આ મામલાની ફરીયાદ રાજ્યના ડી.જી.પી અને કચ્છ-રાધનપુરના રેન્જ આઇ.જી એસ.પીને પણ કરાઇ છે. અને ન્યાયીક તપાસની માંગ કરાઇ છે. યુવકનો આક્ષેપ છે. કે પોલિસ સ્ટેશનમાં એક યુવકને પોલિસ દ્રારા માર મરાતો હોવાનો વિડીયો ગ્રુપમાં વાયરલ કરાતા પોલિસે તેને ઢોર માર્યો હતો. આ મામલે પોલિસમાં ફરીયાદ કરવા છંતા પોલિસે ફરીયાદ દાખલ ન કરી હોવાનો પણ અરજીમા આક્ષેપ કરાયો છે. કલમ 323,324504,506(2),114 મુજબ જવાબદાર પોલિસ કર્મચારી સામે કાર્યવાહીની માંગ કરાઇ છે.
શા માટે માર મરાયો યુવાનને ?
ફરીયાદી પ્રતાપ કોલી તેના બાપા ના દિકરા દેવશી સાથે 12-04-2021 ના રોજ આડેસર પોલિસ મથકે એક અરજી આપવા ગયા હતા. જે સમયે એક કર્મચારી મહેન્દ્રસિંહ એક ઇસમને મારતો હતો. જે વિડીયો મોબાઇલમા લીધા બાદ દેવશીએ તે વિડીયો માનગઢના એક ગ્રુપમાં વાયરલ કર્યો હતો. જે સંદર્ભે 4 વ્યક્તિઓ દેવશીના ઘરે પહોચ્યા હતા અને તેને માર-મારી પ્રતાપના ઘરે પહોચ્યા હતા. અને પ્રતાપને ભુંડી ગાડો આપી ત્યાથી પોલિસ સ્ટેશન લઇ ગયા હતા જ્યા થોડીવાર કોમ્પ્યુટર રૂમમાં બેસાડી પી.એસ.આઇ પાસે લઇ ગયા હતા અને તમામ લોકોએ સાથે મળી બન્નેને ઢોર માર માર્યો હતો અને ઉઠક-બેઠક કરાવી હતી. જો કે ઢોર માર મારવાથી ચક્કર આવતા ડોક્ટરને પણ બોલાવાયા હતા. અને 13 તારીખે મામલતદાર પાસે રજુ કરી જામીન મેળવ્યા હતા. જો કે ત્યાર બાદ વધારે દુખાવો થતા તેઓ પહેલા વારાહી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાધનપુર હોસ્પિટલ દાખલ થયા હતા. આ અરજીમાં આડેસર પોલિસના PSI વાય.કે.ગોહિલ, બી.બી.ઝાલા કોન્સ્ટેબલ,હકુભા જાડેજા કોન્સ્ટેબલ,વિશ્ર્ણુદાન ગઢવી કોન્સ્ટેબલ,મહેન્દ્રસિંહ કોન્સ્ટેબલ,ડ્રાઇવર પોલિસ કોન્સ્ટેબલ નામ આવડતુ નથી તથા અન્ય બે પોલિસ કર્મચારી જેના નામ આવડતા નથી તેના પર આરોપ કરાયા છે.
અરજીમાં CCTV કેમેરામાં સંપુર્ણ ધટના કેદ હોય તેની તપાસ થાય તેવી પણ માંગ સાથેની અરજી વિવિધ પોલિસ વિભાગમાં કરાઇ છે. જો કે આ મામલે ન્યાય ન મળે કોર્ટ મારફતે ન્યાય માટે પણ ફરીયાદની વાત ભોગ બનનારે કરી છે. તાજેતરમાં આડેસર પોલિસ મથક દારૂના સફળ કેસો મામલે ચર્ચામાં હતુ. તેવામાં પ્રોહિબીશન અને મંદિર ચોરીના જેવી સફળ કાર્યવાહી વચ્ચે પોલિસ પર આરોપોથી પોલિસ વિભાગમાં આ કિસ્સાએ ભારે ચરચાર સર્જી છે. જો કે હવે આ મામલે ન્યાયીક તપાસ થાય છે કે નહી તે જોવુ રહ્યુ પરંતુ મુન્દ્રા પછી હવે પુર્વ કચ્છના આડેસરમાં પોલિસ દમનના મામલાની ચર્ચા પોલિસ બેડા સહિત સમગ્ર કચ્છમા છે.