રાજ્યના પ્રભારી સચિવનો બે દિવસથી કચ્છમાં પડવા છંતા હજુ સ્થિતીમા સુધારો થયો હોય તેવુ દેખાઇ રહ્યુ નથી. હા ગઇકાલે યોજાયેલી મીટીંગમાં તેઓએ ઓક્સિજન સહિતની સુવિદ્યામા સુધારો થશે અને પ્રયાપ્ત માત્રામાં ઓક્સિજનનો જથ્થો કચ્છમાંજ ઉપલબ્ધ હોવાનો દોવો કર્યો હતો. પરંતુ તે વચ્ચે આજે સવારથી જીલ્લા મથક ભુજ અને આસપાસ આવેલી ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ભારે કટોકટી સર્જાઇ હતી અને ધણી હોસ્પિટલોએ દર્દીઓને વૈકલ્પીક વ્યવસ્થા માટે પણ જણાવી દીધુ હતુ. અને તંત્રને પણ આ અંગે રજુઆત કરી હતી. જો કે તે વચ્ચે કચ્છમાં ભાજપના એક નેતાએ કચ્છના હિતની વાત કરી છે. સરહદ ડેરીના ચેરમેન અને અમુલ ડેરીના વાઇસ ચેરમેન કે જે ભાજપમાં પણ મહામંત્રીનો હોદ્દો ધરાવે છે તેવા વલમજી હુંબલે કલોલ ખાતે સ્થપાનાર ઓક્સિજન પ્લાન્ટ જેવો પ્લાન્ટ કચ્છમા સ્થપાય તેવી માંગણી કરી છે.. આ અંગે તેઓએ ઇફ્કોના વાઇસ ચેરમેન દિલીપી સંધાણીને પત્ર લખ્યો છે. અને વિસ્તારની દ્રષ્ટ્રીએ મોટા કચ્છ જીલ્લામાં ઓક્સિજનની મુશ્કેલી ન સર્જાય તે માટે કંડલા ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થપાય તેવી માંગ કરી છે. એક તરફ કચ્છના બંદરો પર વિદેશથી આવતો મોટો ઓક્સિજન જથ્થો ઉતરી અને સ્પલાય થઇ રહ્યો છે. પરંતુ સ્થાનીક તેનો લાભ મળતો નથી તેવામાં કચ્છમાં પણ ઓક્સિજન અંગે ભારે મુંજવણ અને મુશ્કેલી ઉભી થઇ છે. જે ન માત્ર ખાનગી પરંતુ સરકાર માન્ય હોસ્પિટલમાં પણ ઉદ્દભવી રહી છે. તેવામાં ખરેખર જો કચ્છમાં પ્લાન્ટ સ્થપાય તો ટ્રાન્સપોર્ટેશન સાથે વિવિધ સુવિદ્યાઓ પણ મળી શકે તેમ છે. એક તરફ કચ્છના હિતમાં જાહેરમાં કોઇ રાજકીય સામાજીક આગેવાન બોલવા તૈયાર નથી તેવામાં સરહદ ડેરીના ચેરમેનનો કચ્છના ફાયદા માટેનો પત્ર સુચક છે.