કચ્છના ઓદ્યોગીક શહેર મુન્દ્રામાં પાછલા દિવસોની સરખામણીએ કેસો ધટી રહ્યા છે. પરંતુ 5 દિવસના લોકડાઉન પછી હજુ પણ ગામના આગેવાનો અને પાલિકા નિયમોમાં છુટછાટ અને સમય મર્યાદામા ફરી લોકડાઉન માટે મંથન કરી રહ્યા છે. આજે પાલિકા પ્રમુખ તથા વેપારી આગેવાનો અને ગામના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની હાજરીમા ફરી એકવાર બેઠક મળી હતી. જેમાં આજે લોક ડાઉન ના પાંચ દિવસ પૂર્ણ થતા મુન્દ્રા ની રાજપૂત ક્ષત્રિય સમાજ વાડી માં બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર એ પાંચ દિવસ સુધી મુન્દ્રા સજ્જડ બંધ રહ્યો હોવાથી નાના મોટા તમામ ધંધાર્થીઓનો આભાર માન્યો હતો.લોકડાઉન પછી મળેલી બેઠકમાં વિવિધ વેપારીઓએ પોતાના સુચન રજુ કર્યા હતા અને વિવિધ વેપારીઓ ની સમિતિઓ બનાવવા ચર્ચા થઇ હતી બેઠક બાદ આવતી કાલ મંગળવાર થી એક સપ્તાહ સુધી દરરોજ બપોરે 2વાગ્યાં પછી સંપૂર્ણ સ્વૈચ્છિક લોકડાઉન અંગેનો નિર્ણય લેવાયો હતો જો કે વેપારીઓ સાથે ખાણીપીણીના ધંધાર્થી સાથે આ અંગે સાજે બેઠક કરાશે કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર એ જણાવ્યુ હતુ કે સાંજે બેઠક બાદ તમામ નાના-મોટા લોકોને જોડવા અંગે નિર્ણય લેવાશે જો કે હાલ એક સપ્તાહ સુધી બે વાગ્યા બાદ મુન્દ્રા શહેરના વેપારીઓ બંધ પાડશે
આરોગ્ય સુવિદ્યા મુદ્દે કોગ્રેસનુ આવેદન
સમગ્ર કચ્છમાં હાલ કોરોનાની પરિસ્થિતિ વકરી છે અને કચ્છના મુન્દ્રા માં પણ કોરોના ની પરિસ્થિતિ ખરાબ છે. ત્યારે આજે મુન્દ્રા તાલુકા કોંગ્રેસ ના પ્રમુખ ચંદુભા જાડેજાની આગેવાનીમાં વિવિધ પ્રશ્નો ની રજૂઆત કરાઈ હતી.કોંગ્રેસ પક્ષ દ્વારા મુન્દ્રાના પ્રાંત અધિકારી સમક્ષ કરેલી રજુઆતમાં હાલ કોરોનાની પરિસ્થિતિમાં મુન્દ્રા વિસ્તાર માં આવેલ ખાનગી કંપનીઓની હોસ્પીટલ માં કોવીડ સેન્ટર ચાલુ કરવા તેમજ ખાનગી કંપનીઓની એમ્બુલેન્સનો હાલની વિકટ પરિસ્થિતિ માં ઉપયોગ કરાય તો 108 એમ્બયુલેન્સ પર વધારે ભારણ ન આવે.મુન્દ્રા તાલુકામાં આવેલ વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જરૂરી સગવડો ઉભી કરાય અને તાલુકા ના મોટા કાન્ડાગરા, ઝરપરા, નાની તુંબડી, વાંકી, ભદ્રેશ્વર, વગેરે ગામો માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે જયારે ભુજપર માં સામુહિક આરોગ્ય કેન્દ્ર માં જરૂરી સગવડો નથી.. રેપિડ ટેસ્ટ માટે કીટો અપુરતી આપવામાં આવે છે. તેમજ કોવીડ રસીકરણ માટે પુરતી રસીઓ પણ આપવામાં આવતી નથી. ઝરપરા કેન્દ્ર માં લેબોરેટરી માટે ટેકનીશીયન પણ નથી તમામ આરોગ્ય કેન્દ્ર માં જરૂરી સ્ટાફ તાત્કાલિક નિમવા રજૂઆત કરાઈ હતી..મુન્દ્રા ની સરકારી હોસ્પીટલ ના મુખ્ય આરોગ્ય અધિકારી ને ભુજ અને બીજા તબીબ ને જામનગર મુકવામાં આવ્યા છે.ત્યારે આવી પરિસ્થિતિ માં આરોગ્ય વિષયક બાબતો પર ખુબ જ ગંભીર અસર પડશે..તેમજ તાલુકા માં 200 બેડ ની કોવીડ હોસ્પીટલ બનાવવા માં આવે અને તેમાં ખાનગી કંપનીઓ ને પણ સામેલ કરવા માં આવે એવી માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ હતી..આ રજૂઆત સમયે મુન્દ્રા શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ કેસરિયા,, કોંગ્રેસ ના મુકેશ ગોર,નવીન ફફલ,ગઢવી ભાઈ અને નયના બેન સુરા ઉપસ્થિત રહ્યા હતા
મુન્દ્રામાં સરકારી આંકડાઓ જોતા કેસોની સંખ્યા ધટી છે. પરંતુ જાગૃત મુન્દ્રાના વેપારીઓ આરોગ્ય સુવિદ્યા અને સ્થિતીને જોતા હજુ પણ સંક્રમણ ન ફેલાય તેવા પ્રયાસોમા છે. અને તેથી આગામી એક સપ્તાહ સુધી બે વાગ્યા બાદ હજુ વેપારીઓ બંધ પાડશે સાથે આરોગ્ય સુવિદ્યા વધારવા પર ભાર મુકાયો છે