કોરોના મહામારીમાં અનેકના જીવ જઇ રહ્યા છે. રાજકીય નેતાથી લઇ પોલિસના કર્મચારી,ફિલ્મ કલાકારો અને હવે પત્રકારો પણ સંક્રમિત થઇ મોતને ભેટી રહ્યા છે. ત્યારે જાગૃતિ સાથે પત્રકારોએ કામ કરવાની જરૂર છે. બે દિવસ પહેલાજ હજુ ખ્યાતનામ ફોટો પત્રકાર શૈલેષ રાવલનુ મોત થયુ હતુ. ત્યારે કચ્છના એક પત્રકારને કોરોના ભરખી ગયો છે. ભચાઉ દિવ્ય ભાસ્કરના પ્રતિનીધી અને માર્કેટીંગનુ કામ સંભાળતા ભચાઉ તાલુકાના ચિરઇ ગામના નરેન્દ્રસિંહ જાડેજાનુ નિધન થયુ છે. નરેન્દ્રસિંહ ભુજ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. તેમના મોતથી ન માત્ર પત્રકાર જગત પરંતુ ભચાઉ સહિત સમગ્ર કચ્છમાં શોક ફેલાયો છે. પત્રકાર કરતા એક રમુજી વ્યક્તિ તરીકે લોકોમાં તે વધુ લોકપ્રિય હતા અને કામ હોય ત્યારે અડધી રાત્રે પણ તે મદદ માટે તૈયાર રહેતા આવાતો અનેક કિસ્સાઓ છે. હંમેશા હસ્તા ચહેરે મે તેને જોયા છે. એક મિત્ર અને સારા વ્યક્તિ તરીકે હમેંશા તે યાદ રહેશે
ખાલી પત્રકાર છો કે બીજુ કાઇ
ભચાઉ જ્યારે જતો ત્યારે હુ ફોન કરતો અને દિવ્ય ભાસ્કરના પપ્પુ સોંલકીની ઓફીસે તે મળતા હુ તો કામ સર જતો પરંતુ મળતાની સાથે તે પુછતા ઠંડુ ફાવશે કે ગરમ? અને પછી પોતાના રમુજ ભર્યા કિસ્સા સંભળાવતા મિત્ર તરીકે ચિંતા કરી હમેંશા તે કહેતા ખાલી પત્રકાર છો કે બીજુ કાઇ સાઇડમા કરો છે. હુ કહુ ખાલી પત્રકાર ત્યારે મજાક કરતા ખાલી પત્રકારમાં ઘર ન હાલે સાઇડમાં કાઇક કરતા હોય તો કચ્છના અનેક પત્રકારો જોડે તેમના સમસંરણો હશે અને તેથીજ આજે તેના મોત સાથે અનેક લોકોએ તેને અલગ-અલગ રીતે ભાવાજંલી અર્પી છે. મિત્રનાા મિત્રનુ કામ હોય કે પછી કોઇ પત્રકારને મુશ્કેલી હોય તેમના સંપર્કમાં આવેલા લોકોની તે હમેંશા મદદ કરતા અને કહેતા પત્રકારને નુકશાન ન જવુ જોઇએ ભચાઉ પત્રકાર એસોસીયેશના પ્રમુખ તરીકે પણ તેઓ રહી ચુક્યા છે તેમના મૃત્યુના સમાચારથી અનેક પત્રકાર રાજકીય-સામાજીક આગેવાનોએ આધાત સાથે શોક વ્યક્ત કર્યો હતો
કચ્છમાં જીવ જોખમમા મુકી અનેક લોકો પરિવારની ચિંતા કર્યા વગર પત્રકારીત્વ કરી રહ્યા છે. પરંતુ જવાબદારી નિભાવવા સાથે સ્વરક્ષણ પણ એટલુ જ જરૂરી છે. ત્યારે ભગવાન મિત્ર એવા નરેન્દ્રસિંહ ના આત્માને શાંતી આપે અને અન્ય પત્રકારો સાવચેતી પુર્વક પત્રકાર ધર્મ નિભાવે તેવી અપિલ