વેશ્ર્વીક મહામારી કોરનાનો કહેર ભારતમાં પણ વધી રહ્યો છે. અને દિવસે ને દિવસે ભારતના અનેક રાજ્યોમા સ્થિતી વિકટ બનતી જાય છે. ગુજરાતની પણ એજ સ્થિતી છે. જો કે આવી સ્થિતી મુદ્દે હવે લોકો નેતાઓને આડેહાથ લઇ રહ્યા છે. અને સોસીયલ મિડીયામાં રાજકીય નેતાઓની ખુબ ટીકા થઇ રહી છે. તેમાં કચ્છના નેતાઓને પણ સમાવેશ થાય છે. લોકો અલગ-અલગ માધ્યમથી કચ્છના ચુંટાયેલા પ્રતિનીધીઓને આડેહાથ લઇ રહ્યા છે. જો કે તે વચ્ચે કચ્છથી રાજ્ય સરકારમાં પ્રતિનીધીત્વ કરતા મંત્રી વાસણ આહિરે પોતાનુ દર્દ સોસીયલ મિડીયામા પ્રગ્ટ કર્યુ છે. કચ્છની કથડતી આરોગ્ય સેવા અને લોકોને પડતી મુશ્કેલી મુદ્દે તેમના કાર્યો પર પણ અનેક લોકોએ સવાલ ઉભા કર્યા છે. ત્યારે આજે મંત્રી વાસણ આહિરે તેમના સોસીયલ પેજ ફેજબુક પર એક લાગણીસભર પોસ્ટ મુકી છે. જેમાં આડકતરી રીતે તેઓ પણ દરેક લોકોને ન્યાય આપવામાં સક્ષમ ન હોવાનો બળાપો ઠાલવ્યો છે સાથે મદદ ન કરી શકનાર લોકોની માફી પણ માંગી છે.
વાંચો મંત્રીજીની લાગણીસભર પોસ્ટ
સાહેબ બે ઇન્જેક્શન રેમડેસિવિર મળી જાય.. તો,કોઈ કહે છે બેડનું સેટીંગ કરાવી દયો..,કોઈને ટોષીનું ઇન્જેક્શન જોઈએ છે,કોઈને ઓકસીજન બોટલ જોઈએ છીએ તો કોઈ ને ઓક્સીજન બોટલનું હયુમીડીફાયર જોઈએ છે, ભગવાન મારા પ્રયાસોનો સાક્ષી છે કે,મારી તાકાતથી પણ વધુ મેહનત કરી રહ્યો છું એ વ્યક્તિની અપેક્ષા મુજબનું કામ કરી શકું એના માટે..મારાથી જેટલું મદદરૂપ થવાય તેટલા પ્રયાસો કાયમ કરું છું અને કરતો રહીશ, પરંતુ ક્યારેક પરિસ્થિતિઓને આધારિત કોઈનું કામ ના થઇ શકે તો ખોટો માણસ નહીં ગણતા લોકો પાછળથી ગમે તે બોલે છે ત્યારે ઘણું દુઃખ લાગે છે મિત્રો… કોઈ નિસ્વાર્થ મદદ કરે તેમને સહકાર ના આપો તો કઈ નહીં પણ તેમનું ખરાબ બોલશો નહીં..કોઈ ને મદદ મળી જાય છે તો કોઇને મદદ નથી કરી શકતો.. પણ મારી તો એક જ ભાવના હોય કે હું બધાના વિશ્વાસ અને અપેક્ષા ઉપર ખરો ઉતરું.. આભાર.. કોઈએ માંગેલી મદદ ના કરી શકવા બદલ માફ કરશો.-
કચ્છના ભાજપના નેતાઓ વિષે કહેવાય છે. કે સરકારની ખામીઓ વિષે અને પ્રજાની મુશ્કેલી વિષે જાહેરમાં તેઓ બોલતા લખતા અચકાય છે. પરંતુ હાલ જ્યારે કપરી પરિસ્થિતી છે. તેવામા મંત્રી આહિરે કોરોનામા ફરીયાદ અને ભલામણ અનેક છે પરંતુ બધે તેઓ પહોચી નથી શકતા તેવા સ્વીકાર સાથે તેઓ કાઇ કરતા નથી તેવા નિવેદનોથી તેઓ વ્યથિત હોવાની લાગણીસભર પોસ્ટ મુકી મદદ ન કરી શકનાર લોકોની માફી માંગી છે. મંત્રી વાસણ આહિરની આ લાગણી સભર પોસ્ટ ખુબ વાઇરલ થઇ રહી છે. જો કે તેમની પોસ્ટથી કચ્છમાં કેવી સ્થિતી છે. કોરોનાની તેનો ચિતાર મળે છે..ભગવાન તમને વધુ લોકોની મદદ માટે શક્તિ આપે…