Home Crime કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં 4 મોત :ભુજમાં એક શિક્ષક સહિત 4...

કચ્છમાં અલગ અલગ અકસ્માતમાં 4 મોત :ભુજમાં એક શિક્ષક સહિત 4 પીધેલા પકડાયા

844
SHARE
કચ્છમાં મંગળવારે અલગ અલગ અકસ્માતના બનાવોમાં બે સભા ભાઇઓ સહિત એક બાળક અને એક પૌઢનુ મોત નીપજ્યુ હતુ. તો ભુજમાં એક શિક્ષક સહિત ચાર લોકો દારૂની મહેફીલ માણતા ઝડપાયા હતા.
મંગળવારે બનેલી ઘટનામાં કટારીયાથી આવી રહેલી GJ-12-CP_2893 નંબરની કારનો કટારીયા ફાટક નજીક એક સ્વિફ્ટ કાર સાથે અકસ્માત થયો હતો અને ત્યાર બાદ સ્વિફ્ટ કાર ફુટપાથ પર ચડી જતા ચિત્રોડ જવા માટે વાહનની રાહ જોઇ રહેલા એક પરિવાર સાથે તેનો અકસ્માત થયો હતો અકસ્માત ભયકંર હતો જેમાં સવજી અમરશી કોળી અને તેના ભાઇ ભુપત અમરશી કોળીનુ મોત નીપજ્યુ હતુ જ્યારે તેની સાથે અન્ય 3 પરિવારના સભ્યોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.  અકસ્માતની અન્ય એક ઘટનામાં ખાવડાના નાના દિનારા ગામમાં ઘર પાસેજ રમી રહેલા બાળક જહીર હસન સમાને બાઇક ચાલક ગફુર હુસૈન સમાએ ટક્કર મારતા તેનુ મોત નીપજ્યુ હતુ બાળકને સારવાર માટે ભુજ ખસેડાયો હતો પરંતુ તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. તો માંડવીમાં  ભરચક કહી શકાય તેવી મુખ્ય બજારમાં પુરપાટ જઇ રહેલી એક ટ્રકે બાઇકને ટક્કર મારતા રામજીભાઇ નામના શીરવા ગામના આધેડનુ મોત થયુ હતુ. અકસ્માતનો બનાવ હોસ્પિટલ નજીક જ બન્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલાજ આધેડનુ મોત થયુ હતુ.

ભુજ એ ડીવીઝને એક શિક્ષક સહિત ચારને મહેફીલ માણતા ઝડપ્યા

ભુજ એ ડીવીઝન પોલિસે મંગળવારે ભુજ મીરઝાપર હાઇવે પરથી એક શિક્ષક સહિત ચાર લોકોને બાતમીના  આધારે જાહેરમાં દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યા છે. કન્ટ્રોલ રૂમમાંથી મળેલી બાતમી ના આધારે પોલિસે રેડ કરતા કપીલ શંભુલાલ ત્રિવેદ્રી, હાર્દીક હરેશભાઇ ત્રિવેદ્ર્રી,  રોહન નિતીનભાઇ જોષી અને નારણ દાદુભાઇ કોળીને દારૂની મહેફીલ માણતા ઝડપ્યા હતા ઝડપાયેલા ચાર પૈકી હાર્દીક ત્રિવેદ્રી શિક્ષક હોવાનુ સામે આવ્યુ છે. જેની મેડીકલ સહિતની કાર્યવાહી કરી પોલિસે આગળની તપાસ હાથ ઘરી છે.