Home Social તારાચંદભાઇ તમારી કચ્છની ચિંતાને વંદન; પણ એક પત્ર અદાણી અને કચ્છ ભાજપના...

તારાચંદભાઇ તમારી કચ્છની ચિંતાને વંદન; પણ એક પત્ર અદાણી અને કચ્છ ભાજપના નેતાને પણ લખો!

2671
SHARE
કોરોના મહામારીએ કચ્છના જનપ્રતિનીધીઓની લોકસેવાની ભાવનાને ખુલ્લી પાડી દીધી છે. પ્રજા વચ્ચે રહેવાને બદલે વહીવટી કામો અને સંકલન સાધવામાંજ નેતાઓ અને તેમની પાર્ટીના કાર્યક્રરો વ્યસ્ત હોય તેવુ લાગી રહ્યુ છે.પરંતુ તેનુ પરિણામ કચ્છને અત્યાર સુધી મળ્યુ નથી તો વિપક્ષ કોગ્રેસ પણ દેખાવ માત્ર અને વ્યક્તિગત હીતોને આધીન કચ્છની પ્રજાની ચિંતામા કરતુ હોય તેવુ સ્પષ્ટ રીતે લાગી રહ્યુ છે. કપરાકાળમાં ખાતમુહર્ત,વ્યક્તિગત શુભેચ્છાઓ અને સમર્થકો દ્રારા ફોટો,વિડીયો અને ઓડીયો માધ્યમથી સોસીયલ મિડીયામાં થઇ રહેલી ભાજપના નેતાઓની પ્રસિધ્ધીથી હવે જનમાનસ પોતાના નેતાઓ વિષ વિચારતો થયો છે. તેવામાં કચ્છના એક પુર્વ મંત્રી અને ભાજપના પાયાના કાર્યક્રરે ફરી પત્ર રૂપી પોતાની સંવેદના મુખ્યમંત્રી સુધી પહોંચાડી છે. પત્રમાં લખાયેલા શબ્દો કચ્છની સાચી પરિસ્થિતીને વર્ણવી રહ્યો છે પરંતુ વારંવાર મુખ્યમંત્રીને પત્ર લખી રહેલા તારચંદભાઇ કચ્છના નેતાઓ અને જેમના સંચાલનની નબળાઇથી કચ્છમાં આરોગ્ય મુશ્કેલી સર્જાય છે. તેવા અદાણી જુથના સર્વેસર્વા ગૌતમભાઇ અદાણીને પણ કેમ પત્ર લખતા નથી.?
તારાચંદ ભાઇએ કચ્છ માટે બે હાથ જોડ્યા
હજુ થોડા દિવસો પહેલાજ તારાચંદ છેડાએ મુખ્યમંત્રી અને નિતીનભાઇને સંબોધી લખેલા પત્ર પછી મુખ્યમંત્રી કચ્છ આવ્યા હતા. અને અનેક જાહેરાતો પણ કચ્છમાં આરોગ્ય હિતમાં કરી હતી. પરંતુ તેનુ અમલીકરણ ન થતા આજે ફરી તારાચંદ છેડાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. કચ્છના વાસ્તવિક સ્થિતી સાથે 2000 બેડ ઉભા કરવાની જાહેરાતનુ અમલીકરણ થયુ નથી. રેમડેસિવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત છે. અગાઉ લખાયેલા પત્રની કોઇ અસર ન થતા બીજીવાર પત્ર લખુ છુ અને બે હાથ જોડીને વિંનતી છે. કે ખરેખર ઉપરોક્ત પ્રશ્ર્નોને ગંભીરતાથી લઇ યુધ્ધના ધોરણે કામ થાય અને મૃત્યુ પામેલા લોકોને ઉગારી શકાય કચ્છની જનતાને હવે કોરોનાથી કઇ રીતે બચવુ એ સમજાતુ નથી ત્યારે ભયકંર સ્થિતીમાંથી કચ્છને બહાર કાઢવા પગલા ભરો.

તારાચંદ ભાઇ અદાણી-ભાજપના નેતાને લખો
આમતો તમારો મુખ્યમંત્રીને સંબોધી લખાતો પત્ર સ્પષ્ટ જણાવે છે કે કચ્છના તમારી પાર્ટીના કે અન્ય પાર્ટીના નેતાઓ જમીની કામ કરતા નથી. પરંતુ જ્યારે તમે આટલી હિંમત સાથે કચ્છની ચિંતા કરી મુખ્યમંત્રીને પત્ર લખો છે ત્યારે સવાલ ચોક્કસ થાય છે. કચ્છની એકમાત્ર સરકારી હોસ્પિટલ કે જેનુ સંચાલન અદાણી કરે છે. તેમના વડા ગૌતમ અદાણીને કેમ પત્ર નથી લખતા વ્યક્તિગત અને એક કચ્છના હિતેચ્છુ નેતા તરીકે તમારી વાતનો ત્યા પણ પ્રભાવ પડી શકે છે. તે તમે જાણો છો કેમકે ઓક્સીજનની અછતથી લઇ સારવારમા અસુવિદ્યાની સૌથી વધુ ફરીયાદ એજ હોસ્પિટલમાં ઉઠી રહી છે તો બનાસકાંઠામાં જો અદાણી જુથ્થ ઓક્સીજન પ્લાન્ટની જાહેરાત કરી શકતુ હોય તો કચ્છ માટે કેમ નહી . તો કચ્છના સાંસદ અને ધારાસભ્યોને પણ તમારા ટકોર ભર્યા પત્રથી ફરક નહી પડે? એવુ આપ માનો છો જો નહી પડે? તો ચોક્કસ કચ્છના હિતમાં તેમના નબળા પ્રયાસોને ખુલ્લા પાડવાં તમારે પત્ર લખવો જોઇએ તો સ્થાનીક તંત્ર ને પણ તેમની નબળાઇ અને ફરજો સમજાવવા પત્ર લખવો જોઇએ તો કદાચ કચ્છના હિતમાં તે સારુ કામ કરવા પ્રયાસો વધુ મજબુત કરશે…
કચ્છના બીજા નેતાઓ નથી બોલતા એવુ નથી પરંતુ તારાચંદ ભાઇ સત્તામા હોવા છંતા સત્તા સામે જાહેરમાં બોલનારા નેતાઓ પૈકીના એક છે. તેવામા વાંરવાર તેમના મુખ્યમંત્રીને સીધા પત્રો અનેક સવાલો ઉભા કરે છે. કેમકે જો તેઓ હિંમત સાથે સરકારીની ખામીઓને કચ્છના હિતમાં પત્ર વડે ખુલ્લ પાડી શકતા હોય તો કચ્છના હિતમાં ન બોલનારા કે ન કાઇ કરનારા નેતાઓ અને દેશના સૌથી મોટા ઉદ્યોગપતી જુથ્થની હોસ્પિટલમાં ચાલતી લાલીયાવાડી માટે કેમ કચ્છના હિતમાં પત્ર લખી ખુલ્લી ન પાડી શકો? કેમકે કચ્છની દરેક સમસ્યાનો ઉકેલ મુખ્યમંત્રી જ કરશે એવુ માનવુ તમારા અનુભવને અનુરૂપ નથી ??