Home Current નલિયામાં 100 બેડની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ પણ નેતાઓએ યશ ખાટવા રીબીન...

નલિયામાં 100 બેડની કોવિડ હોસ્પિટલનો પ્રારંભ પણ નેતાઓએ યશ ખાટવા રીબીન કાપી!

1531
SHARE
કોરોના મહામારી વચ્ચે ચુંટણી,તાયફા,રેલી અને હવે બંગાળમાં ચુંટણી હાર્યા પછી પણ ધરણા જેવા કાર્યક્રમો કરી ભાજપના નેતાઓ ખુબ ચર્ચામા આવ્યા છે જો કે નેતાઓની આવડી ટીકા પછી પણ તેઓ સુધરવાનુ નામ લેતા નથી કચ્છ ભાજપના નેતાઓના અભીગમ અને વ્યવહારની પણ ખુબ ટીકા થઇ રહી છે પરંતુ નેતાઓ સમજવા તૈયાર નથી આજે પણ સાંઘી સિમેન્ટ કંપની અને અન્ય લોકોના સહયોગથી નલિયામાં 30 ઓક્સિજન બેડ સહિત 100 બેડની હોસ્પિટલનો પ્રારંભ થયો જેમાં પણ નેતાઓએ લાભ ખાટવાનો પ્રયત્ન ન છોડ્યો અને આવી મહામારી વચ્ચે પણ રીબીટ કાપીને નમો કોવીડ કોવીડ હોસ્પિટલનો પ્રારંભ કર્યો હોસ્પિટલ શરૂ થઇ એ માટે જે ધારાસભ્ય-સાંસદ-ઉદ્યોગ કે જે લોકોનો સહયોગ હોય તેને ખુબખુબ અભિનંદન સાથે આભાર પણ આવી સ્થિતિમાં શુ ઉદ્દઘાટન માટે એકઠા થવું જરૂરી છે?

શુ ઉદ્દઘાટન જરૂરી છે ?

કચ્છના અબડાસા જેવા વિસ્તારમાં આવી સુવિદ્યા ખુબ લાભકારી છે અને તેનો પ્રચાર પણ જરૂરી છે પરંતુ જાગૃતિ પ્રચારના બદલે નેતાઓએ ઉદ્યોગગૃહની મદદથી શરૂ કરેલી હોસ્પિટલની રીબીન કાપી જેમાં રાજ્યના મંત્રી વાસણ આહિર,કચ્છના સાસંદ વિનોદ ચાવડા,અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા તથા જીલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ સહિત અન્ય કાર્યક્રરો જોડાયા હતા એક તરફ ઘણી સામાજીક સંસ્થા અને લોકો કોરોના મહામારીમાં કોઇપણ પ્રસિધ્ધી વગર લોકોની સેવા કરી રહ્યા છે ત્યાં બીજી તરફ હોસ્પિટલમા દર્દીઓ લાભ લે તેવા પ્રચારના બદલે રીબીન કાપી નેતાઓ પ્રસિધ્ધી મેળવી રહ્યા છે અગાઉ પણ ભાજપના અનેક આવા કાર્યક્રમોની ખુબ ટીકા થઇ છે છતાં પણ નેતાઓનો પ્રસિધ્ધી મોહ છુટતો નથી હોસ્પિટલને ખુલ્લી મુકવા પ્રોત્સાહન આપવા નેતાઓ જાય તે સમજી શકાય તેવી વાત છે પરંતુ ભુજમાં અનેક ખુટતી સુવિદ્યાઓ છે તેને સુધારવાના બદલે આવા સમયે રીબીન કાપવા માટે જવુ યોગ્ય હોય તો ઉપસ્થિત નેતાઓ જણાવે કે શા માટે રીબીન કાપવી જરૂરી હતી ?
તમે કચ્છ માટે શરૂ કરેલી સુવિદ્યા અને આરોગ્ય સેવા મજબુત કરવા કરેલી રજુઆત માટે તમને વંદન પરંતુ આવી મહામારીમા તમે બંગાળ માટે ભલે ધરણા કરો પરંતુ જ્યા અનેક લોકો મૃત્યુ પામી રહ્યા છે લોકોને અનેક હાડમારી છે તે વચ્ચે ઉદ્દઘાટન અને રીબીન કાપવાના તાયફા બંધ કરો હા અત્યાર સુધી જે કામ તમે કર્યુ છે તે છોડવુ તમારા માટે મુશ્કેલ છે પરંતુ આ સમય આવા તાયફાનો નથી એટલે ટકોર તો કરવી જ પડે.