Home Social જાણો;ભુજ તાલુકાના કુનરીયા ગામે 15 દિવસમા કોરોના મુક્ત બનવા શુ પગલા લીધા?

જાણો;ભુજ તાલુકાના કુનરીયા ગામે 15 દિવસમા કોરોના મુક્ત બનવા શુ પગલા લીધા?

274
SHARE
“મારૂં ગામ કોરોના મુકત ગામ” અભિયાન હેઠળ ધણા ગામડાઓ પોતાના ગામને કોરોના મહામારીથી મુક્ત કરવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે 15 દિવસમાં કોરોના મુક્ત ગામ કરવાના ઉદ્દેશ સાથે ભુજ તાલુકાના કુનરીયા ગામે ધણા પ્રયાસો કર્યા છે. જે અન્ય ગામ પણ કરે તો કોરોના મહામારીથી ગામને ઉગારી શકે છે. કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કુનરીયા જુથ ગ્રામ પંચાયત દ્રારા કોવિડ રિસ્પોન્સ ટીમની મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં 15 દિવસનું આયોજન કરી આખું ગામ કોરોના મુક્ત બને એવી વ્યુહ રચના કરવામાં આવી. આ વ્યૂહ રચના અંતર્ગત તમામ ઘરનો સર્વે કરવામાં આવશે આ સર્વેમાં કોવિડ સંબંધિત લક્ષણો જણાય એવા તમામ લોકોને કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવશે. આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમાં એક નોડેલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે. આ સેન્ટરમાં જરૂરી સગવડો જેમકે ખાટલા,ઓઢવા-પાથરવાની વ્યવસ્થા,પંખા તેમજ તમામ બેડ ની જોડે ખુરશી,કોવિડ કેર સેન્ટરમાં પીવાનું શુદ્ધ પાણી, ચા-નાસ્તો જમવાનુ અને લીંબુ પાણી ની વ્યવસ્થા કરવામાં આવશે. ભાઈઓ બહેનો માટે અલાયદી ટોયલેટ અને બાથરૂમ ની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્દીઓને સમયસર તપાસ થતી રહે એ માટે પલ્સ ઓકસીમીટર, ગ્લુકોમીટર ,બ્લડ પ્રેશર મોનિટર અને ડોક્ટરના માર્ગદર્શન હેઠળ દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ગામ લોકોને જનજાગૃતિ માટે મોટા બેનરો લગાવી સાવચેતીના પગલાં, કોરોનાના લક્ષણો, સામાન્ય સારવાર ના ઉપાય અને રસી લેવા અવગત કરાયા. છે ઉપરાંત મંદિર મસ્જિદ લાઉડ સ્પીકરમાં જાહેરાત અપાય છે. શેરીઓમાં સાદ પાડીને જન જાગૃતિ કેળવાય છે યુવાનો રસી માટે નોંધણી કરાવે એ માટે સરળ ટ્યુટોરીયલ ના વિડીયો બનાવી માર્ગદર્શન અપાય છે. આંશીક લોકડાઉન દરમિયાન સવારે ૮ થી ૧૦ અને સાંજે ૫ થી ૮ દરમિયાન જીવન જરૂરી ચીજ વસ્તુ સિવાય લોકો ને બિનજરૂરી બહાર નિકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસીકરણ માટે દાતાના સહયોગથી ૬૦ વર્ષથી ઉપરના તમામ વડીલો ને મોબીલાઈઝ કરવા વાહન વ્યવસ્થા કરવામાં આવી છે. માસ્ક નું વિતરણ થયા બાદ ગામના તમામ લોકો માસ્ક પહેરે તે સુનિશ્ચિત કરવા “માસ્કઅપ કુનરીયા” મોનીટરીંગ ટીમમાં ત્રણ સ્વયં સેવકોની રચના કરવામાં આવી છે જે લોકોને માસ્ક પહેરવા ફરજ પાડે છે.ખૂબ જ અગત્યનું કામ જેમ કે અનાજ કરિયાણા,શાકભાજી,દૂધ અને દવાઓ લેવા જવાનું થાય તો ઓછામાં ઓછું ૨ મીટરનું અંતર રાખવાની આદત કેળવવા સતત સૂચના અપાય છે. બહારગામ જનાર અને બહાર ગામ થી આવનારા તમામ નું બોડી ટેમ્પરેચર માપવામાં આવે છે અને એની નોંધ પણ રાખવામાં આવે છે લોક સહકાર અને તમામ લોકોના સામૂહિક પ્રયત્નો થી આગામી 15 દિવસમાં કુનરીયા ગામ કોરોના મુક્ત થશે એવો વિશ્વાસ સરપંચશ્રી સુરેશભાઈ છાંગાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .