Home Current આજથી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠે સાગર સુરક્ષા કવચ : કચ્છમાં સુરક્ષા એજન્સીઓની...

આજથી બે દિવસ ગુજરાતના દરિયાકાંઠે સાગર સુરક્ષા કવચ : કચ્છમાં સુરક્ષા એજન્સીઓની કવાયત : મુન્દ્રામાં આર.ડી.એક્સ સાથેના બોટમાં સવાર 6 શખ્સો ઝડપાયા

1123
SHARE
ગુજરાતના દરિયા કિનારોનો આંતકી ઘૂસણખોરી માટે ઉપયોગ, ડ્રગ્સની હેરાફેરી અને પાકિસ્તાનની સતત નાપાક હરકતો ને ધ્યાને લઈ ગુજરાતના દરિયાને વિશેષ સુરક્ષા વ્યવસ્થાથી સજ્જ કરાયો છે. ત્યારે બુધવારથી ગુજરાતના દરિયામાં કેન્દ્રીય અને રાજ્યની સુરક્ષા એજન્સીઓની એક બે દિવસની સંયુક્ત કવાયતનો પ્રારંભ થયો છે. જેમાં બે દિવસ સુધી તમામ એજન્સી સંકલન સાથે કઇ રીતે કોઇ પણ દેશવિરૂધ્ધી પ્રવૃતિની પહોંચી શકે તેમ માટે સંકલન સાથે કામ કરશે આજે સમગ્ર ગુજરાતની સાથે કચ્છના કોસ્ટલ વિસ્તારમાં પણ કવાયત હાથ ધરાઈ હતી.
મઁગળવારે જખૌમાં તમામ એજન્સીની સયુક્ત બેઠક બાદ બુધવારથી કવાયતનો પ્રારંભ થયો હતો. જેમાં બી.એસ.એફ.આર્મી,કોસ્ટગાર્ડ,એરફોર્સ,નેવી,સ્ટેટ અને સેન્ટ્રલ આઇ.બી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસ.ઓ.જીની ટીમો પણ આ સયુક્ત કવાયતમાં જોડાઇ હતી.

 મુન્દ્રા બંદરેથી સંયુક્ત કવાયત દરમીયાન આર.ડી.એક્સ સાથે 6 પાકિસ્તાની ઝડપાયા 

ગાંધીનગરથી દરેક કોસ્ટલ મથકો પર મેસેજ છુટતાજ મુન્દ્રા પોલિસની ટીમ એક્ટીવ થઇ હતી અને દરિયામાં સંયુક્ત રીતે ફરી રહેલી એક શંકાસ્પદ બોટ નજીક પહોંચી હતી જેમાંથી 6 ક્રુ મેમ્બરો પુજા નામની બોટમાંથી એજન્સીઓએ ઝડપ્યા હતા. અને તેમની પાસેથી 6 બોક્ષ આર.ડી.એક્સના મળી આવ્યા હતા તો થોડા સમય બાદ વધુ એક બોટ 3 ક્રુ મેમ્બરો સાથે દરિયામાં મુન્દ્રા મરીન પોલિસની ટીમે ઝડપ્યા હતા. આ કાર્યવાહીમાં કોસ્ટગાર્ડ સહિતની અન્ય એજન્સીના મેમ્બરો પણ જોડાયા હતા.

કંડલા અને માંડવીમાં પોલિસનુ દરિયા અને લેન્ડ પોઇન્ટ પર સઘન ચેકીંગ 

કચ્છના તમામ કોસ્ટલ પોલિસ મથકો દ્વારા સાગર સુરક્ષા કવચ અતર્ગત કવાયતો અને સુરક્ષા વ્યવસ્થાનુ નિરીક્ષણ કર્યુ હતુ. જેમાં કંડલા અને માંડવી મરીન પોલિસ મથકોએ મહત્વના સ્થળો પર મેસેજ આવ્યા બાદ ચેકીંગ શરૂ કર્યુ હતુ. અને વાહનો ચેકીંગ સાથે દરિયામાં પેટ્રોલીંગ સાથે શંકાસ્પદ બોટોની તપાસણી કરી હતી. અને બે દિવસ સુધી આજ રીતે સઘન ચેકીંગ અને પેટ્રોલીંગ ચાલુ રાખશે

નારાયણ સરોવર પોલિસ મથકે વાહન ચેકીંગ સાથે કોસ્ટલ એરીયામા કેમલ પેટ્રોલીંગ

કચ્છનો સૌથી સંવેદનશીલ દરિયાઇ અને બોર્ડર વિસ્તાર જ્યા આવેલો છે. તેવા નારાયણ સરોવર પોલિસ મથક એરીયામાં બી.એસ.એફ આર્મી સહિતની એજન્સીઓએ દરિયામાં સંયુક્ત કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ પોલિસે બાઇક પેટ્રોલીંગ કેમલ પેટ્રોલીંગ સહિત વાહન ચેકીંગ કરી સુરક્ષાની ચકાસણી કરી હતી. તો બપોર મધ્યે કોટેશ્વર નજીકથી એક બોટ ઝડપાવાના મેસેજ મળતા કોસ્ટલ પોલિસ સહિતની એજન્સીઓએ તે દિશામાં તપાસ શરૂ કરી હતી 
ગુજરાતના 1600 કિ.મી લાંબા દરિયા કિનારાને પાછલા વર્ષોમાં વધુ મજબુત બનાવી ગુજરાતની દરિયાઇ સરહદ સુરક્ષીત બનાવાઇ છે. પરંતુ સંકલન સાથે તમામ એજન્સીઓ કઇ રીતે કામ કરી શકે તે માટે વર્ષમાં અનેકવાર આવી કવાયતો યોજાતી હોય છે. અને તેમાં રહી ગયેલી ખામીઓ પર કામ કરી તમામ એજન્સીઓ વધુ સંકલન માટે કામ કરે છે અને તેનુ પરિણામ બે દિવસ ગુજરાતના દરિયામાં જોવા મળશે