ભુજની ગેરવાળીવંડીમાં રહેતી પરિણીતાનો ત્રીજા માળેથી કૂદકો મારી આપઘાત
ભુજના ગેરવાળીવંડીમાં રહેતી ૩૩ વર્ષીય પરિણીતાએ ત્રીજા માળેથી કૂદકો મારીને કરેલી આત્મહત્યાના બનાવે શોકની સાથે ચકચાર સર્જી છે. શ્રુતિ યોગેશ ચાન્દ્રા નામની ૩૩ વર્ષીય પરિણીતાએ શ્રીજી દર્શન એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી મોતની છલાંગ લગાવી હતી. મંગળવારે બનેલા આ બનાવની ફરિયાદ મૃતક યુવતીના માતા-પિતા મંગળવારે આવ્યા બાદ પોલીસે નોંધી હતી. મૂળે જૈન એવી મૃતક યુવતી શ્રુતિ પરીખે ભાનુશાલી યુવાન યોગેશ ચાન્દ્રા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. એકબાજુ આત્મહયાના કારણમા ઘરકંકાસની ચર્ચા હતી.પરંતુ એ ડિવિઝન પોલીસે મૃતક યુવતીના માતાપિતાને ટાંકી ને જણાવ્યું હતું કે તેમની પુત્રીનું લગ્નજીવન બરાબર ચાલતું હતું. જોકે, ત્રીજા માળેથી કૂદકો મારનાર મૃતક યુવતી નું સ્થળ ઉપર જ ગંભીર ઇજાઓના કારણે મોત નીપજ્યું હતું.
ભચાઉ નજીક કાર પલ્ટી ઇન્જીન્યરનુ મોત 2 ઘાયલ
ભચાઉના લોધેશ્વર નજીક બુધવારે રાજકોટથી સુઝલોન કંપનીમાં ઇન્ટરવ્યુ માટે આવેલા ઇન્જીન્યર અને તેમના બે મિત્રોને અકસ્માત નડતાં ઇન્જીન્યર વત્સલ કીરીટભાઇ કુંડલીયાનુ મોત થયુ હતુ. જ્યારે તેની સાથે આવેલા તેના અન્ય બે મિત્રોને ઇજા પહોંચી હતી. બનાવ બુધવારે વહેલી સવારે 8 વાગ્યાના સુમારે બન્યો હતો જે મામલે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
ભુજ તાલુકાના રેલડી ગામે જમીન તકરાર મુદ્દે એક શખ્સ પર 11 જણાનો હુમલો
ભુજ તાલુકાના રેલડી ગામે જમીનની જુની તકરાર મુદ્દે મઁગળવારે ખેડુત પર હિંસક હુમલો કરાયો હતો. આ બનાવ અંગે બુધવારે પધ્ધર પોલિસની જાણ કરતા પોલિસે તપાસ હાથ ધરી છે ફરીયાદી મનોહર મહોબતસિહં સોઢાએ આ મામલે ફરીયાદ કરતા રમજાન અલીમામદ સુમરા, મામદ મમભા બકાલી, હુસૈન માંજોઠી, કૈસર અયુબ સહિત 11ના ટોળા સામે ફરીયાદ નોંધાવતા હિસંક હુમલાની ફરીયાદ કરી હતી હથીયારો સાથે થયેલા હુમલામા ફરીયાદીને અસ્થીભંગ સહિતની ઇજાઓ પહોંચી હતી.
4 દિવસ પહેલા થયેલી ચોરીનો બનાવ પોલિસ મથકે નોંધાયો
માંડવી ગઢશીશા રોડ પર કામ કરી રહેલી શેડા કંપનીની કન્સ્ટ્રકશન સાઇટ પરથી કોઇ અજાણ્યા શખ્સો ફાઈબર કેબલ સહિત 90 હજારના સાધનોની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. કંપની દ્વારા સુરક્ષા એજન્સીઓ માટેનુ કામ રાખવામાં આવ્યુ હતુ. પરંતુ 31 માર્ચથી 1 એપ્રીલ દરમીયાન કોઇ સાઇડ પરથી વિવિધ સાધનોની ચોરી કરી જતા માંડવી પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ છે.