Home Current કચ્છનું દરગાહ તોડફોડ પ્રકરણ પહોંચ્યું ગાંધીનગર : જિલ્લા કોંગ્રેસ મૌન પણ પ્રદેશ...

કચ્છનું દરગાહ તોડફોડ પ્રકરણ પહોંચ્યું ગાંધીનગર : જિલ્લા કોંગ્રેસ મૌન પણ પ્રદેશ કોંગ્રેસે ઉપાડ્યો મામલો

1548
SHARE
(ન્યૂઝ4કચ્છ) કચ્છમા અત્યારે દરગાહ તોડફોડ પ્રકરણના મુદ્દે મુસ્લિમ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો આ મામલે કોંગ્રેસના લઘુમતી નેતાઓના આકરા તેવરના કારણે રાજકીય માહોલ પણ ગરમાયો છે. કચ્છ કોંગ્રેસ ના લઘુમતી નેતા આદમ ચાકી એ કચ્છના દરગાહ તોડફોડ પ્રકરણ અંગે કોંગ્રેસના પ્રદેશકક્ષાના આગેવાન અને વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધનાણી સમક્ષ રજૂઆત કરી હતી. પૂર્વ ધારાસભ્ય ઇબ્રાહીમ મંધરા સાથે રજુઆત કર્યા બાદ ગાંધીનગર થી ન્યૂઝ4કચ્છ સાથે વાતચીત કરતા આદમ ચાકીએ જણાવ્યું હતું કે વિધાનસભાના વિપક્ષીનેતા પરેશ ધનાણીએ ગૃહસચિવનું ધ્યાન દોરીને આવું કૃત્ય આચરનાર અસામાજિક તત્વોને પકડી પાડવા જણાવ્યું હતું
આ સમગ્ર પ્રકરણમાં કચ્છ પોલિસની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવીનેઆદમ ચાકીએ જણાવ્યું હતું કે કચ્છની કોમી એકતાને તોડી પાડવાનું આ ષડયંત્ર છે, છતાં’યે પોલીસ કાંઈ કાર્યવાહી કરતી નથી. કચ્છમા પાંચ જેટલી દરગાહોમાં તોડફોડ થઈ છતાંયે કચ્છ જિલ્લા કોંગેસ મૌન રહી પણ લઘુમતી આગેવાનોએ આ અંગે પ્રદેશકક્ષાએ રજુઆત કરી છે. કચ્છ કોંગ્રેસમાં અત્યારસુધી ૧૦ જેટલા લઘુમતી નેતાઓ રાજીનામું આપી ચુક્યા છે.

૭મીએ મુસ્લિમ સમાજની જનઆક્રોશ રેલી

દરગાહ તોડફોડ પ્રકરણમા અત્યારસુધી પોલીસ અસામાજિક તત્ત્વોને ઝડપવામાં નિષ્ફળ રહી છે. ત્યારે રજૂઆતો અને નારાજગી પછી કચ્છનો મુસ્લિમ સમાજ ૭મીએ ભુજમાં જનઆક્રોશ રેલી યોજીને પોતાનો વિરોધ પ્રદર્શિત કરશે.