Home Current કચ્છની ટ્રેનોમાં મુસાફરોની હેરાનગતીનો મુદ્દો હવે પહોંચ્યો રેલ્વેમંત્રી સુધી

કચ્છની ટ્રેનોમાં મુસાફરોની હેરાનગતીનો મુદ્દો હવે પહોંચ્યો રેલ્વેમંત્રી સુધી

2483
SHARE
ન્યુઝ4કચ્છ: કચ્છ મુંબઇ વચ્ચે દોડતી સયાજીનગરી  એક્સપ્રેસ અને કચ્છ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરોને અવારનવાર થતી હેરાનગતીનો મુદ્દો અત્યારે કચ્છી સમાજમાં ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. તેમાય સુરત અને વલસાડ નજીક બનેલી છેલ્લી બે ઘટના પછી કચ્છી સમાજમાં ભારે આક્રોષ ફેલાયા બાદ  હવે આ મામલે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય રેલ્વેમંત્રી પીયુષ ગોયલને રૂબરૂ તેમજ પત્ર લખીને મુસાફરોની હાલાકી નિવારવા ધારદાર રજુઆત કરી છે. તેમની આ રજુઆતમાં કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલ પણ સાથે રહ્યા હતા.સાંસદ વિનોદ ચાવડાએ વેસ્ટર્ન રેલ્વેના ડીવીઝન જનરલ મેનેજર સાથે મુંબઇ તેમજ અમદાવાદ અને કચ્છને રેલ્વે અધિકારી સાથે ટેલોફોનીક વાતચીત કરીને કચ્છના પ્રવાસીઓને પડતી મુશ્કેલી નિવારવા તથા આર.પી.એફ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાય અને મુસાફરો સાથે ગેરવર્તણુક ન કરાય તે અંગે તાત્કાલીક પગલા ભરવા જણાવ્યુ હતુ. સાથે પત્ર અને રબરૂ આ મુદ્દો રેલ્વેમંત્રી સુધી પણ પહોંચાડ્યો હતો.
કચ્છથી મુંબઇ વચ્ચે દોડતી ટ્રેનોમાં મહિલાની છેડતી,દારૂની હેરફેર,ચોરી અને પાસ હોલ્ડરોની દાદાગીરી પછી આર.પી.એફ દ્વારા પ્રવાસીઓને રક્ષણ આપવાના બદલે ધાકધમકી કરાતાએ ઘટના આધાતજનક છે. ત્યારે સાંસદે આ મામલાની સંપુર્ણ તપાસ કરવા માટે રેલ્વેમંત્રીને રજુઆત કરી આ મામલામાં દોષીતો સામે જલ્દીથી અને કડક પગલા લેવાય અને નિયમીત બનતા આવા બનાવો અટકે તે મુદ્દે આક્રમક રજુઆત કચ્છ જીલ્લા ભાજપ પ્રમુખ સાથે કરી હતી.
એક તરફ સાંસદની રજુઆત બીજી તરફ મુસાફરો હજુ પણ આકરા પાણીએ 
કચ્છના સાંસદે ભલે આ મુદ્દે પત્ર અને મૌખીક રજુઆતો કરી રેલ્વે મુસાફરોની લાગણી રેલ્વેમંત્રી સુધી પહોંચાડી હોય પરંતુ મુંબઇ ભુજ વચ્ચે નિયમીત મુસાફરી કરતા અને હેરાનગતીનો ભોગ બનેલા મુસાફરોમાં હજુ પણ રોષ છે. આ મામલે મુંબઇમાં મુસાફર કમીટી બનાવવા માટેના પ્રયત્નો પણ શરૂ થયા છે. જેઓ અવાનવાર ટ્રેનમા બનતા આઘાતજનક  બનાવો બાબતે લડત કરવાની રણનીતી નક્કી કરી રહ્યા છે ત્યારે આશા છે. સાંસદની રજુઆત બાદ રેલ્વેમંત્રી યોગ્ય કરે….