Home Current તાઉ’તે વાવાઝોડા સામે કચ્છનુ તંત્ર સજ્જ દર્દીઓ સહિત હજારો લોકોનુ સ્થળાંતર;પોર્ટ બંધ

તાઉ’તે વાવાઝોડા સામે કચ્છનુ તંત્ર સજ્જ દર્દીઓ સહિત હજારો લોકોનુ સ્થળાંતર;પોર્ટ બંધ

1054
SHARE
કોરોના મહામારી વચ્ચે ગુજરાતમા આવનારી નવી આફતને લઇને તંત્ર સજ્જ થઇ રહ્યુ છે. સંભવત વાવાઝોડુ ગુજરાતમા ટકરાય તો ઓછી જાનમાલની નુકશાની થાય તે માટે તંત્રએ રાજ્યભરના દરિયાઇ વિસ્તારો અને અસરગ્રસ્ત વિસ્તોરો પરથી લોકોને દુર કર્યા છે. ત્યારે કચ્છનુ તંત્ર પણ સંભવત સ્થિતીને અનુરૂપ કામ કરી રહ્યુ છે. આજે કચ્છમાં મુન્દ્રા,માંડવી,જખૌ,કંડલા સહિતના વિસ્તારોમાં હજારો લોકોનુ સ્થળાંતર કરાયુ હતુ તો તંત્ર દ્રારા અસરગ્રસ્ત ગામોને સાબદા રહેવા પણ સુચનાઓ અપાઇ રહી છે.
મસ્કા હોસ્પિટલના દર્દી ખસેડાયા
વાવાઝોડાની સંભવિત અસર પામે તેવા લોકોને કોરોનાની ગાઇડલાઇન મુજબ આશ્રયસ્થાનો પર સ્થળાંતર કરવામાં આવી રહયા છે. આ અન્વયે મસ્કા ખાતેની એન્કરવાલા કોવિડ હોસ્પિટલ સંભવિત અસર પામે તેવા વિસ્તારમાં આવતી હોવાથી તકેદારીના ભાગરૂપે ત્યાંના ૪૬ દર્દીઓને ભુજની સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગના બુલેટિન મુજબ ૧૮મી મે ના રોજ કચ્છ પર વાવાઝોડાની સંભાવના હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના અનેક પગલાં લેવાઇ રહયા છે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી રહયા છે. આ સંજોગોમાં કોરોનાના દર્દીઓ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મસ્કા ખાતે આવેલી એન્કરવાલા કોવીડ હોસ્પિટલ દરિયા કિનારાથી ખુબ નજીક આવેલી હોવાથી સંભાવિત અસર પામે તેવા વિસ્તારોમાં તે સ્થાન પામે છે જેથી ત્યાં દાખલ કોરોનાના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી અત્યંત જરૂરી હતી. આ સંજોગોમાં વહીવટી તંત્ર દ્વારા ઝડપી પગલાં લઇ એન્કરવાલા કોવીડ હોસ્પિટલના ૮ બાયપેપ પરના પેશન્ટ સહિત કુલ ૪૬ દર્દીઓને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી મેહુલ જોશી અને નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ.બી.પ્રજાપતિના સંકલન અને દેખરેખ હેઠળ ભુજ સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જ્યારે અન્ય હોસ્પિટલોને દર્દીઓની સારવારમા અસર ન પહોંચે તે માટે વ્યવસ્થા માટે તાકીદ કરાઇ છે.
હજારો લોકોનુ સ્થળાંતર
કચ્છમાં આગામી ૧૮મી સુધી સંભવિત તાઉ’તે વાવાઝોડું ત્રાટકે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે. ત્યારે. આ તાઉ’તે ચક્રાવાતી વવાવાઝોડાંની આગાહીના પગલે મુન્દ્રા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે અને તકેદારીના પગલારૂપે કાંઠાના વિસ્તારો પરના માછીમારો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે જે અન્વયે મુન્દ્રા તાલુકામાં કુલ ૨૧૦૦ માછીમારોના પરિવાર અને ૧૨૪ જેટલા અગરીયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. મુન્દ્રા જૂના પોર્ટ પરના ૪૦૦ માછીમારો, ભદ્રેશ્વર પાસે આવેલ રંધ બંદર કિનારે વસવાટ કરતા ૨૫૦૦ જેટલા માછીમારો, કુકડસર પાસે આવેલ બાવડી બંદર કિનારે ૬૦૦ જેટલા માછીમાર પરિવાર, વડાલાના હમીરામોરામાં ૧૨૦ માછીમાર પરિવાર, લુણી બંદર પર કિનારા પર વસવાટ કરતા ૮૦૦ માછીમાર પરિવાર, કોવાઈ પધ્ધર પાસે આવેલ મીઠાના સ્લોટના અગરિયાના ૧૨૪ જેટલા લોકોને આશ્રયસ્થાન અથવા તેમના ઘરે સ્થળાંતર કરવામાં આવ્યા છે. તો કંડલા પોર્ટ પર પણ આજ સવારથી 1000 થી વધુ લોકોનુ સ્થળાંતક કરાયુ હતુ અને પોર્ટ કામગીરી સ્થગીત કરવામા આવી હતી જખૌ બંદરે 200 જેટલા લોકોનુ સલામતે સ્થળે સ્થળાંતર કરાયુ છે તો જખૌ અસરગ્રસ્ત ગામમા વ્યવસ્થા ગોઠવાઇ છે કાલ સુધીમા 24 અસરગ્રસ્ત ગામોના લોકોને સલામત સ્થળે ખસેડાશે
એક તરફ સતત કન્ટ્રોલરૂમ તથા સ્થળ પર કાર્યરત રહી કચ્છનુ તંત્ર સંભવત સ્થિતી પર નઝર રાખી રહ્યુ છે ત્યા બીજી તરફ કોરોના મહામારી વચ્ચે હજારો લોકોનુ સ્થળાંતર થઇ રહ્યુ છે. આવતીકાલ સુધી સંભવત તમામ અસરગ્રસ્ત સંભાવના ધરાવતા વિસ્તારના લોકોને સલામત કરી ઓછી જાનમાલની નુકશાની જાય તે માટે કચ્છના તંત્રના પ્રયાસો છે. જે માટે 2 NDRF સહિત કચ્છના તમામ સરકારી વિભાગો કાર્યરત છે.