તા -૧૩ / ૦૫ના રાત્રે માધાપરના નવાવાસમાં આવેલા નારાણયદેવ નગ૨માં રહેતા 63 વર્ષીય મહિલાના ઘેર કોઈ અજાણ્યો શખ્સ મકાનના રસોડાના દરવાજાની અંદ૨ની સ્ટોપર ખોલી મકાનમાં ઘૂસીને બેડરૂમમાં આવ્યો હતો અને મહિલાનું મોઢું દબાવી મોઢાના ભાગે કોઈ લાલ કલર જેવું પ્રવાહી લગાવી નાની છરી કાઢી ફરીયાદી મહિલાને ગળાના ભાગે રાખી ફરીયાદી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ ક૨વાનો પ્રયાસ કરી ફરીયાદીનો મોબાઇલ લુંટ કરી મકાનના મુખ્ય દરવાજાથી બહાર નિકળી દ૨વાજો બહારથી બંધ કરી નાસી ગયો હતો જેની ફરિયાદ ભુજ બી.ડિવિઝનમાં નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી.
ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનાના બનાવના દિવસે રાત્રે જ પોલીસ અધિક્ષક સૌરભસિંગ, નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ તથા એલ.સી.બી., એસ.ઓ.જી.વિગેરે સ્ટાફના માણસો ગુનાવાળી જગ્યાએ જઈ ગુનાની વિઝીટ કરી હતી અને આ ગુનાની ગંભી૨તા ધ્યાને આરોપીને શોધી કાઢવા જીલ્લાની એલ.સી.બી.તથા એસેં.ઓ.જી.તથા ભુજ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવી વહેલામાં વહેલી તકે ગુનો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યું હતું હતુ જેમાં અલગ અલગ ટીમો બનાવી ગુનો શોધવાના પ્રયત્નો હાથ ધરાયા હતા આ દરમ્યાન ગુનાવાળી જગ્યાની આજુબાજુ આવેલા વાડી વિસ્તા૨માં ૨હેતા મજુરો તથા પરપ્રાન્તીય લોકોની જરૂરી પુછપ૨છ કરી તપાસ અને શોધખોળ ચાલુ રખાઈ હતી. આ ગુનાની તપાસ દ૨મ્યાન આ૨.ડી.ગોજીયા પો.ઈ.તથા વી.આર.ઉલ્લા પો.સ.ઈ.તથા એ.એસ.આઈ.મેઘજીભાઈ મહેશ્વરી તથા પંકજકુમાર કુશવાહ તથા પો.કો. અનિરૂધ્ધસિંહ જાડેજા તથા રાજેન્દ્રસિંહ રાઠોડ તથા નવીનભાઈ જોષી તથા મહીપાલરિસંહ તથા નીલેશ રાડા વગેરે પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી વાહનોમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે હ્યુમનસોર્સથી પુછપ૨છ દ્વારા એ.એસ.આઈ.પંકજકુમાર કુશવાહાને બાતમી મળેલી કે માધાપર નારાયણદેવ નગ૨માં રિસનીયર સીટીઝન મહીલા પ૨ થયેલા દુર્ષકર્મનો પ્રયાસ તથા લુંટ કરેલી વ્યકતી ગંગેશ્વર ૨ોડ શ્રીજી સ્કૂલની બાજુમાં આવેલી મનુભાઈ પટેલની વાડીમાં મજુરી પેટે રાખેલા મજુરો પૈકી એક વ્યકિતએ આ ગુનો કરેલ હોય જે વ્યકતી સદરહુ વાડીયે હાજ૨ છે અને વર્તણુક શંકાસ્પદ છે જેવી બાતમી હકિકત મળતા સદરહુ વાડીયે તાત્કાલીક આવી કામ કરતા મજુરો તપાસતા જે મજુરો કચ્છ જીલ્લા બહા૨ના પંચમહાલ જીલ્લાના હતા એ મજુરોની પુછપરછ ક૨તા તેઓની હ૨ ત શંકાસ્પદ જણાતા એક મજુરને હોઠના ભાગે ઈજા થયેલી જણાતા તેને પોલીસ સ્ટેશન લઈ આવી યુકતી પ્રયુકતી પુછપરછ કરતા તે મજુર પોલીસની કડક પુછપ૨છમાં ભાંગી પડ્યો હતો અને તેણે ગુનો આચરેલાની કબુલાત આપી હતી પોલીસે નરેશભાઈ કનુભાઈ નાયક ઉવ .૨૫ ૨ હે.મુળ ગામ – નાળા તા.શેરા જી.પંચમહાલ હાલે ૨ હે.ગંગેશ્વર રોડ મનુભાઈ પટેલની વાડીમાં માધાપ૨ સામે ગુનો નોંધ્યો હતો આ આરોપીએ કબૂલાત આપતા પોતે બનાવવાળી જગ્યાએ પાછળના ભાગે બાવળોની ઝાડી આવેલ હોય અને ત્યાથી ફરીયાદી મહિલાના ઘરમાં જોતા રૂમની બારી ખુલ્લી રાખી મહિલા એકલા સુતેલલી હોય અને ઘરમાં અન્ય કોઈ સભ્યો હાજ૨ દેખાયેલ નહી હોવાનું જણાતા પોતે દુષ્કર્મ કરવાના ઈરાદે ઘરમાં ધુસી એ મહિલા સાથે દુષ્કર્મ ગુજા૨વાનો પ્રયાસ કરેલ હતો અને મહિલાએ પ્રતીકા૨ ક૨તા અને ઝપાઝપી ક૨તા દુષ્કર્મનો પ્રયાસ નિષ્ફળ બનતા પોતે પકડાઈ જવાની બીકે ડરીને ફરીયાદી મહિલાનો મોબાઈલ ઝુંટવીને રૂમનો દ૨વાજો બહારના ભાગેથી બંધ કરી નાસી ગયેલ હોવાનું જણાવ્યું હતું
આ આરોપીને ગુનાકામે સદરહુ ગુનામાં અટક કરી તેનો કોવીડ -૧૯નો ટેસ્ટ કરાવી તેનો રીપોર્ટ નેગેટીવ આવતા તેની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મુદામાલ રીકવ૨ ક૨વાની પ્રક્રિયા ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું