Home Social તાઉ’ તે વાવાઝોડની અસર કચ્છમા ન દેખાઇ પણ મદદની હુંફ મોટી અસર...

તાઉ’ તે વાવાઝોડની અસર કચ્છમા ન દેખાઇ પણ મદદની હુંફ મોટી અસર કઇ ગઇ જાણો બે પ્રેરક કિસ્સા

596
SHARE
તાઉ’ તે વાવાઝોડાની અસર કચ્છમાં નહીવત જોવા મળી પરંતુ કચ્છમા કોઇ સ્થિતીની અસર ન થાય તે માટે વહીવટી તંત્રએ 32,000 લોકોનુ સ્થળાંતર કર્યુ હતુ અને તેને પહોચી વળવા માટે તંત્ર સાથે સામાજીક સંસ્થાઓ પણ મદદે આવી હતી એક તરફ માંડવીના મોઢવા ગામે તંત્રની મદદ ન મળતા ભારે હોબાળો મચી ગયો હતો ત્યા બીજી તરફ સામાજીક સંસ્થાઓ મદદ માટે આગળ આવી હતી અને તંત્રએ વાવાઝોડાની અસરને પગલે ખસેડેલા લોકોના ભોજન સહિતની વ્યવસ્થા કરી હતી.
મુન્દ્રાની જનસેવા મદદે આવી
વાવાઝોડા ની આગાહી વચ્ચે મુન્દ્રા ની જનસેવા સંસ્થા દ્વારા અદાણી ગ્રુપ ના સહયોગ થી ભદ્રેશ્વર ના છેવાડા ના કુવાય-પધ્ધરમાં વાવાઝોડા માં આશરો લેનારા 150લોકો ને ભોજન ના ફૂડ પેકેટ પહોચતા કરાયા હતા. વાંક્લ માતાજીના મંદિરના પ્રાંગણ માં આશરો લેનારા મીઠાના અગરિયાઓ ની વચ્ચે જન સેવા સંસ્થા પહોંચી હતી અને 150લોકો ફેડ પેકેટ આપવામા આવ્યા હતા અદાણી ગ્રુપ ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહના ધ્યાને આ વાત જનસેવા સંસ્થાએ કરતા તેમના સહયોગ થી જનસેવા આશ્રીત લોકોની મદદે પહોંચી હતી.ભદ્રેશ્વર ગ્રામ પંચાયત ના સરપંચ નિર્મલસિંહ જાડેજા.પ્રતીપાલ સિંહ જાડેજા. ઉપસરપંચ મૌખા મનહર. પૂર્વ સરપંચ ઉમર કુંભાર.સેવાભાવી મેંદુભા જાડેજા.અજય સિંહ જાડેજા. જન સેવા સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રમેશ અયાડી તથા જનસેવા સંસ્થાના રાજસંધવીએ વાવાઝોડાની આગાહી વચ્ચે સેવા આપી હતી.
મુંબઇ બેઠાં માદરે વતનની વ્હારે કચ્છીઓ
અડધી રાત હતી શ્રમિકોની સલામતી અને પ્રાથમિક સુવિધાની તડામાર તૈયારી વચ્ચે જિલ્લા અને ભુજ તાલુકા વહીવટી તંત્રે અડધી રાત્રે મુંબઇ વીડીયો કોલ કર્યો. રાતોરાત અમારે તમારી ગૌશાળામાં ૨૦૦ ઉપરાંત શ્રમિકો પરિવારોને રોકાણ કરાવવું પડશે. આપદા બાદ પુનઃ તેમના નિજસ્થાને તેઓ પહોંચશે” અને સામેથી સંસ્થાના દરવાજા ખુલ્લા છે એમ પ્રતિભાવ મળ્યો.બીજા દિવસની ચા-નાસ્તો-ભોજન અને આશરો મેળવતા શરણાર્થીઓને મા ચેરીટેબલ ટ્રસ્ટની ગૌશાળામાં જાણે ગૌ મા નો ખોળો મળ્યો હોય એટલી ટાઢક વળી હતી. અચાનક આવેલી આપદામાં શ્રમિકોને વાવાઝોડાંનો ખતરો ટળતાં તેઓ સ્વસ્થાને પરત ફરે ત્યાં સુધી રહેવા જમાવાની વ્યવસ્થા આ ગૌશાળા અને તંત્ર દ્વારા કરવામાં આવી હતી મુંબઇ વસતા ટ્રસ્ટી અશ્વિનભાઇ ચંદન અને ભરતભાઇ બારૂએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, માદરે વતન વિપદામાં હોય અને કચ્છીમાડુઓ કયાંય પાછી પાની ના ભરીએ. મા નું છે ને ધરતી મા માટે વાપરવાનું છે. વાવાઝોડું કે કોઇપણ આપદા આવે અમે સેવા સહકાર આપી આનંદ અનુભવીએ છીએ.લખપત તાલુકાનું છેવાડાનું અંતરીયાળ નાનું ગામ નરા !! જયાં ૧૬ એકરમાં શ્રી મા ચેરીટેબલ ટ્રસ્ટ નરા ગૌશાળામાં ૪૦૦ ગાયો નિભાવ થઇ રહયો છે. પવિત્ર હાજીપીરની દરગાહ બાજુમાં આવેલ છે. મીઠાની કંપનીમાં કામ કરતા ૨૦૦થી વધારે શ્રમિકોને પોલીસ અને તંત્ર દ્વારા રાતોરાત સ્થળાંતરીત કરવામાં આવ્યા હતા.રાતનો સમય, નાનું ગામ અને અચાનક ૨૦૦ જણાંને જમવાની વ્યવસ્થા કરવાની થઇ. અડધી રાત્રે ગામની કરિયાણાંની દુકાન ખોલાવી અને રાંધણના તપેલાં ચઢાવ્યા હતા સંસ્થાવાસીઓએ
કચ્છમાં આવી અનેક સંસ્થાઓ તંત્રની મદદ માટે આગળ આવી હતી કચ્છ પર જ્યારે આફત હોય ત્યારે દરેક કચ્છી હમેશા મદદ માટે તૈયાર હોય છે. કચ્છમા કુદરતની કૃપા કે વાવાઝોડાની અસર ન થઇ પરંતુ સેવાભાવી સંસ્થાઓ મદદ માટે જરૂર આગળ આવી અને આજ કચ્છની તાસીર છે. તમામ સેવા કરનાર લોકોની સેવાને અભિનંદન