કચ્છમાં કોરોના મહામારી વચ્ચે હવે સામાજીક સંસ્થાઓ સરકારની મદદે આવી રહી છે. અને જરૂરીયાત મંદ લોકોને મદદ મળી રહે તે માટે પ્રયત્નો કરી રહી છે. કચ્છમાં આર્ટીસ્ટ એસોસીયેશન લાંબા સમયથી રોજગારી ન મળવાથી મુશ્કેલી અનુભવી રહ્યો હતો. ત્યારે આજે સામાજીક આગેવાનોની મદદથી ભુજ તાલુકાના 100 આર્ટીસ્ટોને રાશનકીટ અપાઇ હતી. તો બીજી તરફ જૈન સમાજ પણ કોરોના મહામારી સમયે આગળ આવ્યુ છે. આજે વાગડ બે ચૌવીસી આર.ટી.ઓ મધ્યે કોવીડ સેન્ટરનો પ્રારંભ થયો કર્યો હતો.
ભુજના કલાકારોને મદદનો હાથ
ભુજ તાલુકા આર્ટીસ્ટ એસોસિયેશન દ્વારા આયોજિત ક્રિષ્ના રોડલાઇન્સ ગૃપ ના સહયોગથી દશનામ ગોસ્વામી સમાજવાડી મધ્યે ગુજરાત રાજ્ય મંત્રી શ્રી વાસણભાઈ આહિર,ભુજ નગર સેવા સદન અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર,કચ્છ જિલ્લા ભાજપ પુર્વ પ્રમુખ દિલીપભાઈ ત્રિવેદી ,હર્ષદભાઈ ઠકકર,ભુજ તાલુકા આર્ટિસ્ટ એસોસિએશન પ્રમુખ શ્રી શૈલેષભાઈ જાની ના વરદ હસ્તે સંગીત ક્ષેત્રે સંકળાયેલા જરુરીયાતમંદ કલાકારો ને “રાશનકીટ” નું વિતરણ કરવામાં આવ્યું. આ કટોકટી ના સમયે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અલ્તાફ્ભાઈ ધાફરાની દ્વારા ભુજ આર્ટિસ્ટ એસોસિએશન ના તમામ કલાકારો માટે રાહત દરે દવાઓ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખશ્રી શૈલેષભાઈ જાની દ્વારા પ્રાસંગીક ઉદબોધન તેમજ ક્રિષ્ના રોડલાઈન્સ ગૃપ દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો કોરોના મહામારીમાં લાંબા સમયથી કચ્છના આર્ટીસ્ટો મુશ્કેલીમાં છે. આ પહેલા કચ્છના સાંસદ દ્રારા પણ સામાજીક આગેવાનોની મદદથી આર્ટીસ્ટોને કીટ અપાઇ હતી. ત્યારે હવે કચ્છના મંત્રી પણ આર્ટીસ્ટોની મદદે આવ્યા છે.
જૈનમ કોવીડ સેન્ટરનો પ્રારંભ
ભુજ આર.ટી.ઓ સાઇટ ખાતે વાગડ બે ચોવીસી સમાજના સંકુલમાં માધાપર જૈન સમાજ દ્વારા સંચાલિત અને નવકાર ગ્રુપના સહયોગ થી જૈનમ કોવીડ કેર સેન્ટર નો પ્રારંભ કરતા રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે,” વૈશ્વિક મહામારી કોરોનાને હરાવવા સર્વે સમાજ સાથે મળીને સહયોગ કરી રહ્યો છે જેનો હું સરકાર વતી આભાર માનું છું. આજે વાગડ બે ચોવીસી સમાજે તેમનું સંકુલ કોવીડ કેર સેન્ટર માટે નિ:શુલ્ક આપ્યું છે તેમજ નવકાર ગ્રુપ પણ આર્થિક સહયોગ કરી રહ્યુ છે. માધાપર જૈન સેવા સમાજ નું સમર્પણ સદા ઉલ્લેખનીય છે. આહિર સમાજના હરિભાઈ ધનાભાઈ માતાના પરિવાર તરફથી આજે મળેલી એમ્બ્યુલન્સે સર્વ સમાજની સાથે મળીને કોરોનાને હરાવવાની જંગમાં અગ્રેસર છે એમ દર્શાવે છે એમ સામાજિક અને શૈક્ષણિક પછાત્વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજ્યમંત્રીશ્રીએ કહ્યુ હતુ. માધાપર જૈન સમાજના પ્રમુખ શ્રી હિતેશભાઇ ખંડોરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ,”હાલે આ સેન્ટરમાં ૨૭ બેડની સુવિધાઓ છે. જરૂર પડે અન્ય બેડની પણ સુવિધાઓની તૈયારી છે. બાયપેપ અને વેન્ટીલેટર સિવાયની કોરોના માટેની ઓકસીજન, ભોજન, તમામ સારવાર વ્યવસ્થાઓ અહીં કરી આપવામાં આવશે. ડોક્ટર રૂપાલીબેન મોરબિયા અને ભુજની એકૉર્ડ હોસ્પિટલના સહયોગ અને માર્ગદર્શન હેઠળ અહીંયા તબીબી સારવાર પણ આપવામાં આવશે . અહીના જૈન સાધ્વીઓ સંતો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે.આ તકે રાજ્યમંત્રીશ્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ તેરા તુજકો અર્પણ ટ્રસ્ટને નાડાપાના હરિભાઈ ધનાભાઈ માતાના પરિવાર તરફથી અર્પણ કરાયેલી એમ્બ્યુલન્સ ટ્રસ્ટની સોંપી હતી. આ તકે કચ્છ મોરબીના સાંસદ શ્રીવિનોદભાઈ ચાવડા, ભુજ ધારાસભ્યશ્રી નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના અધ્યક્ષાશ્રી પારૂલબેન કારા, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, નગરપતિ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, સમાજના અગ્રણી શ્રી કેશુભાઈ પટેલ, દિલીપભાઇ ત્રિવેદી, શીતલ શાહ, જીગર છેડા ,કૌશલ મહેતા, માધાપર જૈન સમાજના ટ્રસ્ટીશ્રીઓ, નવકાર ગ્રુપના કમલેશભાઈ સંઘવી, મનીષ મોરબિયા, નવીનભાઈ ખોરડિયા, ભદ્રેશ મહેતા, કૈલાશ મહેતા, ચિરાગ શાહ ,અશોક સંઘવી, ડોક્ટર ઉમંગ સંઘવી, સાક્ષી મોરબિયા, પંકજભાઇ મહેતા,મોહનભાઈ શાહ તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા