પચ્છિમ તથા પુર્વ કચ્છમા લાંબા સમયથી બાઇક ચોરીના કિસ્સાઓ વધ્યા છે. તે વચ્ચે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજએ સચોટ બાતમીના આધારે ભુજોડી નજીક વહોંચ ગોઠવી શંકાસ્પદ બાઇક સાથે જઇ રહેલાા એક શખ્સની અટકાયત કરી પુછપરછ કરી હતી અને તેની તપાસમાં તેની પાસેથી 8 ચોરાઉ બાઇક મળી આવી છે. આરોપી ધનજી કારા મલ્લુ કોલી ઉ.20 ધંધો મજુરી મુળ ભીમાસર કોલીવાસનો છે અને હાલ દુધઇ રહે છે. ભુજ,અંજાર,ભચાઉ વિસ્તારમાંથી ધનજીએ એક વર્ષમાં 8 બાઇક ચોરીને અંજામ આપ્યો હોવાની કેફીયત આપી છે. પોલિસે ધનજીના કબ્જામાંથી 7 જ્યારે અન્ય એક મોટર સાઇકલ કનૈયાબેના મહમદહુસૈન હાસમ શેખને આપી હોવાની હકીકત જણાવી છે. પોલિસે સી.આર.પી.સી 102 મુજબ તમામ મુદ્દામાલ કબ્જે કરી ધનજી કોલીની અટકાયત કરી છે.
ગુન્હાહિત ધનજીની એમ.ઓ
પોલિસની પ્રાથમીક તપાસમાં ઝડપાયેલી 8 બાઇકો પૈકી 5 ગુન્હાઓ પોલિસ ચોપડે નોંધાયા છે. જેમાં 3 ભુજ-બી ડીવીઝન જ્યારે એક ભચાઉ અને એક એ ડીવીઝન ભુજ પોલિસ મથકે ગુન્હો નોંધાયો છે. ધનજી સ્પલેન્ડર ચોરી કરવાની એમ.ઓ ધરાવે છે. હિરો સ્પલેન્ડર બાઇકમાં તે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ અથવા સોકીટની પીન ખોલી બાઇક ચોરી કરવાની એમ.ઓ ધરાવતો હતો. તો ધનજી સામે અગાઉ ભચાઉ અને અંજાર પોલિસ મથકે પ્રોહીબીશન તથા અન્ય 3 ગુન્હાઓ નોંધાઇ ચુક્યા છે. તેની સાથે અન્ય કોણ સામેલ છે. તે સહિતની વિગતો મેળવવા માટે પોલિસે વધુ તપાસ હાથ ધરી છે. સાથે તેની પાસેથી ઝડપાયેલી ચોરીની બાઇક કયા વિસ્તારમાંથી ચોરાઇ છે. તે અંગે અન્ય પોલિસ મથકોના ગુન્હાઓની ચકાસણી પણ કરાઇ છે
પુર્વ અને પચ્છિમ કચ્છમાં વાહનોની ચોરી એ મોટી સમસ્યા છે. જો કે પચ્છિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મહત્વની સફળતા મેળવી 3 તાલુકાઓમાં ચોરી કરનાર ધનજીને ઝડપી પાડ્યો છે. અને તેની ઉંડાણ પુર્વકની તપાસ શરૂ કરી છે. ધનજીની તપાસમા અન્ય બાઇક ચોરી સાથે શખ્સોના નામ ખુલે તેવી પુરી શક્યતા છે