Home Current ચર્ચાસ્પદ ડોક્ટર સચિન ઠક્કરની જે.કે હોસ્પિટલનુ મેડીકલ સ્ટોર નિયમો ન પાડતા બંધ...

ચર્ચાસ્પદ ડોક્ટર સચિન ઠક્કરની જે.કે હોસ્પિટલનુ મેડીકલ સ્ટોર નિયમો ન પાડતા બંધ કરાવાયુ

6961
SHARE
કચ્છમાં ખાનગી પ્રેક્ટીશ કરતા અનેક ડોક્ટરો વચ્ચે ભુજ સ્થિત જે.કે હોસ્પિટલના ડોક્ટર સચિન ઠક્કર કોરોના મહામારીમાં ખુબ ચર્ચામાં હતા જાગૃત નાગરીકોએ લેખીત ફરીયાદ સાથે માનવતા મુકી લાખો રૂપીયા દર્દીઓ પાસેથી વસુલતા હોવાના ખુલ્લા આક્ષેપો સાથે કાર્યવાહીની માંગ કરી હતી. તો કલેકટરે ત્યા સારવાર મેળવી હોવાથી કોઇ કાર્યવાહી ન થઇ રહી હોવાની ચર્ચાઓ પણ ઉઠી હતી. જો કે તે વચ્ચે આજે ડોક્ટર સચિન ઠક્કરની હોસ્પિટલમાં મેડીકલ સ્ટોર સામે ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી છે. મેડીકલ સ્ટોર ચલાવવા માટે ફાર્માસ્ટીટ જરૂરી છે પરંતુ ફરીયાદના આધારે તપાસ માટે પહોંચેલી ડ્રગ્સ વિભાગની ટીમને ફાર્માસ્ટીટ હાજર મળી આવ્યા ન હતા જેથી તાત્કાલીક અસરથી તેને બંધ કરી દેવાયો હતો. જો કો કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે અન્ય મેડીકલ સ્ટોરમાં દવાઓનુ મળી રહે તેવી વ્યવસ્થા માટેની તાકીદ કરાઇ છે. કચ્છના જાગૃત મંચના અમિષ મહેતા અને એચ.એસ.આહિર દ્રારા આ મામલે ફરીયાદ કરાઇ હતી.જય આદ્યાશક્તિ મેડીકલ સ્ટોર હાલ બંધ કરી દેવાયો છે. અને ફાર્માસ્ટીટ ને આ મામલે નોટીસ ફટકારી લેખીત ખુલાસો પુછાશે અને ત્યાર બાદ નિયમો અંગે નવુ સોંગદનામુ કરી ફરી મેડીકલ સ્ટોર ખોલવા અંગેની કાર્યવાહી થશે મેડીકલ સ્ટોરના ફાર્માસ્ટીટ તરીકે મુકેશ કાન્તીલાલ ઠક્કર છે જ્યારે મેડીકલ સ્ટોર ડો સચિન ઠક્કરની પત્ની જાહાન્વી સચિન ઠક્કરના નામે રજીસ્ટર થયેલુ હોવાનુ પ્રાથમીક તપાસમા સામે આવ્યુ છે. જો કે આ અગાઉ પણ ડ્રગ્સ વિભાગ દ્રારા ફરીયાદના આધારે ચેકીંગ હાથ ધરાયુ હતુ. પરંતુ ફાર્માસ્ટીટ હાજર હોવાથી કોઇ નક્કર કાર્યવાહી થઇ શકી ન હતી.