કોરોના મહામારી વચ્ચે એક તરફ જ્યા પોલિસ નિયમોનુ કડક પાલન કરાવવા માટે આમ નાગરીકોને દંડનો કોરડો મારી કાર્યવાહી કરી રહી છે. તે વચ્ચે પુર્વ કચ્છની મહત્વની શાખામાં ફરજ બજાવતા પોલિસ કોન્સ્ટેબલના પાર્ટી ઉજવણી કરતા વાયરલ વિડીયોથી ભારે ખળભડાટ મચી ગયો છે. જો કે વિડીયો વાયરલ થયા બાદ પોલિસે કડક કાર્યવાહી કરી છે ગઇકાલે વિડીયો વાયરલ થયા બાદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છમાં ફરજ બજાવતા 4 કોન્સ્ટેબલની તાત્કાલીક અસરથી બદલી કરી દેવાઇ હતી તો ત્યાર બાદ મામલાની ગંભીરતા સમજી પુર્વ કચ્છ પોલિસવડાએ તમામ 4 કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા હતા ત્યારે હવે પુર્વ કચ્છના એક ચાર કોન્સ્ટેબલ એક પ્રાઇવેટ વ્યક્તિ તથા સુરતના એક પી.એસ.આઇ સામે અંજાર પોલિસ મથકે કોવીડ ગાઇડલાઇનનો ભંગ કરી પાર્ટી કરનાર સામે ફરીયાદ નોંધાઇ છે.
રીવેરા ફાર્મમાં 14 મેના પાર્ટી યોજાઇ હતી
પોલિસ કર્મચારીની બર્થડે પાર્ટી ફટાકડા તથા નાચગાન સાથે ઉજવાઇ તેના વાયરલ વિડીયોથી પુર્વ કચ્છ પોલિસ સામે અનેક સવાલો ઉભા થયા હતા ત્યારે આજે પ્રાથમીક તપાસ બાદ મહેન્દ્રસિંહ નિરૂભા રાણાએ ફરીયાદી બની આ મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા બાલુ નાગાજણ ગરેજા,રામદેવસિંહ જાડેજા,વિરેન્દ્ર પુરોહિત,પ્રવિણ આલ તથા સુરતના પી.એસ.આઇ ઇકબાલભાઇ તથા પાર્ટીનુ આયોજન કરનાર દિપ હરીભા ગઢવી સામે અંજાર પોલિસ મથકે IPC ની કલમ 269 તથા 188 એપેડેમીક ડીસીઝ એક્ટની કલમ-3 તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 ની કલમ 51 તથા 56 મુજબ ફરીયાદ નોંધી છે. રીવેરા પાર્ટીના મેનેજર સહિત સ્ટાફની પુછપરછમાં એ પણ સામે આવ્યુ છે. કે ફાર્મવીલાના સ્ટાફ દ્રારા પોલિસ કાર્યવાહીની વાત કરાઇ હોવા છંતા પાર્ટીનુ આયોજન કરનાર દિપ ગઢવીએ જેનો બર્થડે છે તેવા બાલુ ગરેજા એલ.સી.બીમાં ફરજ બજાવે છે તેવુ કહી પાર્ટી ચાલુ રાખી હતી. જે નિવેદનના આધારે ફરીયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે
મોંધા ફાર્મહાઉસમાં યોજાયેલી પાર્ટીમાં પોલિસે ભલે કાર્યવાહી કરી ફરીયાદ નોંધી હોય પરંતુ મહત્વની બ્રાન્ચમાં ફરજ બજાવતા કર્મચારીઓને મળેલી વિશેષ છુટછાટનુ આ પરિણામ છે. ત્યારે ગુન્હાના ભેદ ઉકેલાઇ જવાના મદમાં પોલિસના ઉચ્ચ અધિકારીઓ દ્રારા અપાતી વિશેષ છુટછાટ તરફ પણ પોલિસને ધ્યાન દેવાની જરૂર છે. કેમકે વાજતે-ગાજતે સામે આવ્યા બાદ પોલિસને કાર્યવાહી કરવાનુ જરૂરી બની જાય છે. પરંતુ સીસ્તતામાં માનનારી પોલિસ વિભાગની છબી આવા કિસ્સાઓથી ખરડાય છે