ત્રણ દિવસ અગાઉ ભુજના ભુજીયા ડુંગર નજીક ફોટોગ્રાફી માટે ગયેલા યુવાનો પાસેથી છરીની અણીએ લુંટ કરવાના કિસ્સામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. શંકાસ્પદ વસ્તુઓની હેરફેર સાથે જઇ રહેલા શખ્સોને દાદુપીર રોડ નજીક બાઇક પર અટકાવી પુછપરછ અને તપાસ કરતા એક બેગમાં કેમેરો મળી આવ્યો હતો. જેની પુછપરછ કરતા ત્રણ દિવસ પહેલા ભુજીયા ડુંગર નજીક 3 યુવાનો ફોટોગ્રાફી કરી રહ્યા હતા ત્યારે છરી બતાવી કેમેરા સાથેની બેગ લુંટી લીધાની કબુલાત કરી હતી. ઝડપાયેલા શખ્સોમાં આદીલ ઉર્ફે સુમેર સલીમ જુણસ ધાંચી(મુસ્લિમ) રહે દાદુપીર રોડ તથા સમીર અબ્દ્રેમાન થૈમ દાદુપીર રોડનો સમાવેશ થાય છે. તો રજીસ્ટ્રેશન વગરની એક બાઇક પણ બન્ને પાસેથી કબ્જે કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ આ વિસ્તારમાં લુંટ તથા કેફી દ્રવ્યોના કેસો સામે આવ્યા છે અને મનોરંજન માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ માટે બન્ને લુંટારૂઓને બી-ડીવીઝન પોલિસનેે સોંપ્યા છે.