Home Current breking; કચ્છ માટે મોટા રાહતના સમાચાર કચ્છમાં આજે એકપણ નવો કોરોના પોઝીટવ...

breking; કચ્છ માટે મોટા રાહતના સમાચાર કચ્છમાં આજે એકપણ નવો કોરોના પોઝીટવ કેસ નહી

472
SHARE

રાજ્ય અને કચ્છમાં સતત કોરોના કેસો ધટી રહ્યા છે. સરકારે રસિકરણ પર ભાર મુક્યા બાદ કચ્છ સહિત રાજ્યમાં કોરોના કેસો ધટી રહ્યા છે. કચ્છમાં ગઇકાલે માત્ર 3 કેસો પોઝીટવ આવ્યા હતા સરકારે બીજી લહેર બાદ લીધેલા પગલાઓ પછી ગુજરાતમાં છેલ્લા બે સપ્તાહથી કેસમાં ધટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે કચ્છમાં પણ સતત એકી સંખ્યામાં પોઝીટવ કેસો નોંધાઇ રહ્યા છે. કચ્છમાં આજે તમામ તાલુકા કોરોના મુક્ત રહ્યા છે. કચ્છમાં હવે માત્ર એક્ટીવ કેસની સંખ્યા 49 જ રહી છે. કચ્છમાં અત્યાર સુધી 12,577 કેસ પોઝીટીવ નોંધાયા છે જેમાંથી 12,416 લોકો સ્વસ્થ થયા છે જ્યારે 282 લોકો મૃત્યુ પામ્યા છે કચ્છમાં પણ રસિકરણ પર તંત્ર દ્રારા ભાર મુકાયો હતો અને અત્યાર સુધી કચ્છમાં 4.81769 લોકોનુ રસિકરણ કરાયુ છે. વિસ્તારની દ્રષ્ટ્રીએ સૌથી મોટા એવા કચ્છ જીલ્લા કેસો વધતા ન માત્ર સ્થાનીક તંત્ર પરંતુ સરકાર પણ ચિંતીત હતી અને કેસો વધતા આરોગ્ય સચિવ કક્ષાના અધિકારીને કચ્છ મુકાયા હતા. જો કે એક તરફ અનલોકની પ્રક્રિયા શરૂ કરાઇ અને બીજી તરફ કેસો ધટતા કચ્છમાં લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. જો કે તંત્ર અને સરકાર હજુ પણ લોકોને જાગૃત અને સુરક્ષીત રીતે ગાઇડલાઇનનુ પાલન કરવા પર ભાર મુકી રહી છે