ગુજરાત પ્રદેશ સંગઠનનુ માળખુ બદલાયા બાદ ગુજરાતમાં સંગઠન,ટીકીટ અને હોદ્દાઓ આપવામાં ધરખમ ફેરફાર થયા છે. અને વર્તમાન સરકરા અને સંગઠન વચ્ચે આ બાબતોને લઇને અનેક વિવાદો પણ થયા જો કે અત્યાર સુધીની નિમણુંકથી પાર્ટીના ધણા લોકો ખુશ થયા છે કેમકે જેમને ક્યારે ચાન્સ નથી મળ્યો તેવા અનેક લોકોને પાર્ટીએ કામ કરવાની તક આપી છે. જો કે વાત કચ્છના પરિપેક્ષમા કરવી છે કચ્છમાં પણ સંગઠનની રચના સમયે અનેક ચડાવ ઉતાર આવ્યા બાદ બધાની નિમણુંક થઇ છે જેમાં ધણા ટીકીટથી લઇ હોદ્દો મેળવવામા પણ રહી ગયા છે જેનાથી ભાજપમાં ચાલતા જુથ્થવાદની તીરાડ વધુ લાંબાી થઇ છે જો કે તમામ મહત્વની રચનાઓ પુર્ણ કર્યા બાદ આજે કચ્છ જીલ્લા ભાજપે એક યાદી જાહેર કરી છે. જેમાં જુના રહી ગયેલા અને વર્તમાનમાં જેનુ પાર્ટીમાં ચાલે છે તેવા નેતાઓથી નારાજનો પણ સમાવવાનો પ્રયત્ન કરાયો છે જેમા તારાચંદ છેડા,રમેશ મહેશ્ર્વરી,દિલીપ ત્રિવેદ્રી સહિત અનેક નામો છે તો મુકેશ ઝવેરીને પંકજ મહેતા જેવા પુર્વ ધારાસભ્યોનો પણ સમાવેશ કરાયો છે.
કારાબારીમાં ભાજપે 87 લોકોને સમાવ્યા
આજે જીલ્લા ભાજપે એક યાદી જાહેર કરી છે જેમાં હોદ્દાની રૂહે 7 સભ્યો જેમાં કચ્છના ધારાસભ્ય-સાંસદ તથા પંચાયત પ્રમુખનો સમાવેશ થાય છે જ્યારે વિશેષ આમત્રિંત સભ્યોમાં 15 સભ્યોનો સમાવેશ કર્યો છે જેમાં જેમાં પંકજ મહેતા,દિલીપ ત્રિવેદ્રી,તારાચંદ છેડા પુષ્પદાન ગઢવી સહિત 15 સભ્યોનો સમાવેશ કર્યો છે જ્યા અન્ય આમત્રિંત સભ્યોમા કુલ 65 લોકોનો સમાવેશ કરાયો છે જેમાં દરેક તાલુકા મથકોના આગેવાનોને સમાવી લેવામાં આવ્યા છે. તો મુકેશ ઝવેરી જેવા જુના નેતાને પણ યાદ કરાયા છે.
જો કે 2022 પહેલા અનેક અડચણો
કચ્છ ભાજપના મોટા નેતાઓ કાર્યક્રમમાં ભલે એક સાથે દેખાતા હોય પરંતુ 2022 પહેલા લડી લેવાના મુડમાં છે અને તેથીજ જુથ્થવાદ વાંરવાર બહાર આવી રહ્યો છે. થોડા સમય પહેલાજ કચ્છના સાંસદ અને મહામંત્રી બનેલા વિનોદ ચાવડા સોસીયલ મિડીયામાં અનેક મુદ્દાઓને લઇ નિશાને હતા તેની પાછળ ભાજપનોજ હાથ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. તો હવે વિવિધ પંચાયત-પાલિકામાં નિમણુંકને લઇને ગણગણાટ દેખાઇ રહ્યો છે. ખાસ કરીને જીલ્લા પંચાયતમાં કોઇ ચોક્કસ જ્ઞાતીને સ્થાન ન મળતા તેને લઇને સમાજના આગેવાનો ખુલ્લીને સામે આવે તેવી શક્યતા છે. જો કે આંતરીક સુત્રોનુ માનીએ તો આવા અનેક નાના-મોટા વિવાદો છે જે સામે નથી આવી રહ્યા પરંતુ 2022 પહેલા કચ્છ ભાજપનો જુથ્થવાદ ચરમસીમાએ પહોંચશે તે નક્કી છે. જો કે તાજેતરમાંજ ગુજરાત આવેલા અમિતશાહ જુથ્થવાદ ડાવમાનો પ્રયત્ન કરી ગયા છે. પરંતુ તે કેટલો સફળ રહેશે તે જોવુ રહેશે પરંતુ હાલ તો ભાજપ પ્રમુખ અને સંગઠનના હોદ્દેદારોએ જુના-નવા ચહેરાઓ સાથે ભાજપને મજબુત કરવાનો પ્રયત્ન કર્યો છે.
કચ્છ ભાજપમા આંતરીક જુથ્થવાદ એ કોઇ નવી વાત નથી તે સૌ કોઇ જાણે છે. અને તે વચ્ચે કચ્છને પ્રદેશ સંગઠનમા સ્થાન મળ્યા બાદ રાજકીય સમીકરણો ધણા બદલાયા છે તો વડી આકરા પાટીલ ભાવુ 2022માં પણ કાઇક નવુ કરે તેવુ અત્યારથી લાગી રહ્યુ છે અને જેની અસર તળે કચ્છમાં પણ રાજકીય જુથ્થવાદ ચરમસીમાએ પહોંચે તો નવાઇ નહી જો કે હાલ તો ભાજપે જુના-નવા જોગીઓને કારોબારીમાં સમાવી બધુ બરોબર કરવાના પ્રયત્નો કર્યા છે.