મુન્દ્રા તાલુકા ની નાના કપાયા -બોરાણા જૂથ ગ્રામ પંચાયતમાં આવતી જિંદાલ સો લિમિટેડ કંપની વિરૂધ્ધ આજે નાના કપાયા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ અને ગ્રામજનો વિવિધ માંગણીઓ સાથે જિંદાલ કંપનીના ગેટ સામે ધરણા પર બેઠા હતા નાના કપાયા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ શામજી લાખા શોધમ એ જણાવયું હતું કે ગામની નજીક કંપની નુ ગંદુ પાણી નીકળે છે, જે ગામના લોકો ના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને ચૌમાસામાં રોગચાળો ફાટી નિકળવાની શક્યતા છે. તેમજ કંપની ગામના તેમજ આજુબાજુ ના વિસ્તારના યુવાનોને નોકરી આપતી નથી આ વિસ્તારમા અનેક ઉદ્યોગો આવ્યા હોવા છંતા વિસ્તારમાં બેરોજગારીનુ પ્રમાણ વધુ છે. અગાઉ આ મામલે સ્થાનીક તંત્રની લઇ કલેકટર સુધી રજુઆતો કરાઇ છે પરંતુ તેનુ કોઇ પરિણામ મળ્યુ નથી. તેથી જો યોગ્યતા પ્રમાણે તથા સરકારી નિયમો મુજબ યુવાનોને નોકરી નહીં આપે તો પૂર્વ સરપંચ શામજી ભાઈ એ આમરણાત ઉપવાસ ની ચીમકી ઉચ્ચારી છે. આજે ગામના વિવિધ આગેવાનો સાથે મોટી સંખ્યામા ગ્રામજનો વિરોધમાં જોડાયા હતા. તો પોલિસને ચુસ્ત બંદોબસ્ત પણ કોઇ અનિચ્છનિય બનાવ ન બન્ને તે માટે ગોઢવી દેવાયો હતો. આજનાઆ વિરોધ્ધ કાર્યક્રમ માં ઉપસરપંચ કાકુ ભાઈ ગઢવી, પ્રેમજી સોધમ, મહેન્દ્ર સિંહ જાડેજા, મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર તેમજ ગ્રામજનો અને ગ્રામ પંચાયત ના સભ્યો લડત માં જોડાયા હતા. અને ટેકો જાહેર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા આરોગ્ય સુવિદ્યા મુદ્દે મુન્દ્રાના સ્થાનીક લોકેએ વિરોધ કરી ન્યાય મેળવ્યો હતો ત્યારે જિંદાલ કંપની સામે અનેક રજુઆત કરવા છંતા ન્યાય ન મળતા ગ્રામજનોએ લડત શરૂ કરી છે