Home Social અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિવસની સેવા કાર્યો કરી ઉજવણી જન સેવા...

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિવસની સેવા કાર્યો કરી ઉજવણી જન સેવા બન્યુ માધ્યમ

314
SHARE
અદાણી ગ્રુપ ના ચેરમેન ગૌતમ અદાણીનો આજે જન્મદિન છે અને આજે તેમના જન્મદિન પ્રસંગે મુન્દ્રા ની જન સેવા સંસ્થા દ્વારા ગરીબ બાળકો ને ભોજન પીરસવા માં આવયું હતું અને હાલ ની વિકટ પરિસ્થિતિ માં શહેર ના 30 પરિવારો ને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યુ હતું. છેલ્લા 5 વર્ષથી અદાણી ગ્રુપ દ્રારા જનસેવાને માધ્યમ બનાવી વિવિધ સેવાકીય કાર્યો કરાઇ રહ્યા છે તો અદાણી ગ્રુપ દ્રારા રક્ષીત શાહના માધ્યમથી સંસ્થાને સેવા માટે વાહનની મદદ પણ કરાઇ હતી. અદાણી ગ્રુપ દ્રારા ઓદ્યોગીક શહેર મુન્દ્રામાં જનસેવા જેવી સંસ્થાના માધ્યમથી જરૂરીયાત મંદ લોકોને દરેક પ્રસંગે મદદ કરાય છે ત્યારે આજે અદાણી ગ્રુપ ના ચેરમેન ગૌતમ અદાણીના જન્મદિન પ્રસંગે અદાણી ગ્રુપ ના જયદીપ ભાઈ શાહ, રમેશ ભાઈ આયડી અને કરસનભાઈ ગઢવી ગરીબ વસાહત સુધી પહોંચ્યા હતા અને બાળકો ને ભોજન પીરસ્યુ હતું.જન સેવા ના રાજ સંઘવી,અસલમ માંજોઠી, ભીમજી જોગી, દેવજી જોગી સતત આવી પ્રવૃતિ કરી લોકોની મદદ કરી રહ્યા છે. અદાણી ગ્રુપના ચેરમેન માનનિય શ્રી ગૌતમભાઈ અદાણીના જન્મ દિનની ઉજવણી પ્રસંગે અદાણી ગ્રુપના વિવિધ પ્રકલ્પો જેવા કે ફાઉન્ડેશન, અદાણી હોસ્પિટલ અને અદાણી વિલ્મરના સંયુક્ત ઉપક્રમે મુંદ્રા અને આસપાસનાં ગામોમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમોમાં અદાણી જૂથના ઉચ્ચ અધિકારીઓ, હૉસ્પિટલના ડોકટરો ઉપરાંત આસપાસનાં ગામોના સરપંચો, ઉપસરપંચો, નગરપાલિકા તથા પંચાયતોના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા આ પ્રસંગે જે કાર્યક્રમો યોજાયા હતા તેમાં આરોગ્ય નિદાન કેમ્પ, સફાઈ ઝુંબેશ, વૃક્ષારોપણ અને ટપક સિંચાઈ વ્યવસ્થા સહિતના વિવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મુદ્રા તાલુકા પંચાયત કચેરીમાં અને ગુર્જર સમાજની સ્મશાનભૂમિમાં વૃક્ષોનુ વાવેતર કરવામાં આવ્યું હતું જરૂરિયાતમંદ બહેનોને સ્વવરોજગાર માટે સિલાઈ મશીનનુ અને દિવ્યાંગ બહેનને વ્હીલ ચેરનુ વિતરણ કરવામાં આવ્યુ હતું. મજૂર વસાહતમાં રહેતા પરિવારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે દરેક વસાહતમાં ડસ્ટબીનનું વિતરણ અદાણી ફાઉન્ડેશન દ્વારા મજૂર વસાહતમાં દર શનિવારે બપોરના 2-30 થી સાંજના 6-30 સુધી આરોગ્ય સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો