સરહદને અડીને આવેલો હોવા છંતા કચ્છમાં ડ્રોન કમેરાનો સમજદારી પુર્વક ઉપયોગ ન થતો હોવાના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે ક્યારેક લગ્ન પ્રસંગે,તો ક્યારેક કચ્છની સંસ્કૃતિના દર્શનના નામે કચ્છમાં ધણા એવા વિસ્તારો છે જ્યાના વિડીયો સોસિયલ મીડીયા મારફેત સામે આવ્યા છે. જો કે હવે કચ્છ પોલિસ અને અન્ય એજન્સીઓએ પાણી પહેલા પાડ બાંધી છે. અને જમ્મુ ડ્રોન હુમલા પછી હવે કચ્છમાં પણ સતર્કતા માટે પોલિસે પ્રયાસો સાથે ડ્રોન વપરાશકારોને તેના વપરાશ અને તેના નિયમો માટેની સમજ આપી છે. આ પહેલા જમ્મુ હુમલા પછી કચ્છના વિવિધ પોલિસ મથકોએ ડ્રોન વપરાશકારો સાથે બેઠક યોજી જરૂરી સમજ આપી હતી ત્યારે આજે પચ્છિમ કચ્છ પોલિસ હેડ ક્વાર્ટર ભુજ ખાતે એક બેઠકનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં ભુજ શહેરના વિવિધ પોલિસ મથકના અધિકારીઓ તથા પચ્છિમ કચ્છ ભુજ વિભાગના નાયબ પોલિસ અધિક્ષક ઉપસ્થિત રહ્યા હતા. અને ભુજ શહેરના ડ્રોન વપરાશકારોને પોલિસ દ્રારા જરૂરી સમજ અને ડ્રોન વપરાશ સમયે મંજુરી લેવા સહિતની માહિતીથી અવગત કરાયા હતા. તો 21-06થી 19-08 સુધી પ્રસિધ્ધ થયેલા કલેકટરના જાહેરનામાં અતર્ગત જીલ્લામાં ડ્રોન,પેરા મોટર,હોટ એર બલુન,ક્વાડ કોપ્ટર,પાવર્ડ એરકાર્ફટ,હેન્ડ ગ્લાઇડર-પેરાગ્લાઇડર તેમજ પેરા ગ્લાઇડીંગ ચલાવવા પર પ્રતિબંધ હોવાની માહિતી સાથે જાહેરનામાની નકલ અપાઇ હતી. કચ્છ સરહદી જીલ્લો હોવા છંતા પ્રવાસન-પ્રકૃતિ અને કચ્છની રમણીયતા દર્શાવવા માટે ધણા એવા સ્થળો પર મંજુરી વગર લેવાયેલા ડ્રોનના દ્રશ્ર્યો કેમેરામાં કેદ થયા છે અને સોસિયલ મિડીયામાં સેર પણ થયા છે. તેવામાં જમ્મુ હુમલા બાદ દર્શાવાયેલી જાગૃતતા કાયમ રહે તે કચ્છની સુરક્ષાની હીતમાં છે. તો ડ્રોન વપરાશકારો પણ તેનો સાવચેતી અને જરૂરી ઉપયોગ કરે તે હિતમાં છે સાથે લોકો પણ પોતાના વિસ્તાર આસપાસ આવી કોઇ અજાણી આકાશી પ્રવૃતિ નિહાળે તો પોલિસનો સતર્કતા સાથે સંપર્ક કરે તે નૈતીક ફરજ છે.