કચ્છમાં છેલ્લા ધણા સમયથી વિજકંપનીઓ દ્રારા ગ્રીન એનર્જીના નામે થઇ રહેલા વિકાસનો વિરોધ થઇ રહ્યો છે. તાજેતરમાંજ કચ્છ ભારતીય કિશાન સંધ દ્રારા કંપની દ્રારા સરકારી તંત્રને દુર ઉપયોગ કરી કરાતી જો હુકમી સામે વિરોધ દર્શાવી આંદોલનની ચીમકી ઉચ્ચારાઇ છે. તે વચ્ચે નખત્રાણા તાલુકાના અંગીયા ગામે ખેડુતના ખેતરમાં કોઇપણ મંજુરી વગર કામ શરૂ કરી દેવાતા ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે. બીજી તરફ ખેડુતોએ જે પાવરદારને પાવર આપ્યુ છે તેવા આગેવાનને પોલિસ મોકલવાની ગર્ભીત ચીમકી તંત્રના અધિકારી દ્રારા અપાઇ હોવાની ફરીયાદ પણ કરાઇ છે. આ મુદ્દે નખત્રાણા પોલિસને અરજી કરી ગેરકાયેદસર પ્રવેશ કરી કામ કરવા સામે વિરોધ નોંધાવાયો છે. અને કંપનીના જવાબદાર સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. નાના અંગીયા સીમ સર્વે નંબર 341,342,343 પૈકી બે સહિત વિવિધ સર્વે નંબર ધરાવતા પારશીયા પરિવારે પોતાના પાવરદાર તરીકે રાણુભા જાડેજા તથા વેરસલજી જાડેજાને નિમ્યા છે. પરંતુ 2 તારીખે વિન્ડ કંપનીના કર્મચારીઓ ગેરકાયદેસર રીતે જમીનમાં પ્રવેશ મેળવ્યો હતો અને ખોદકામ પણ શરૂ કરી દીધુ હતુ. જે અટકાવતા કંપનીના કર્મચારીઓ દ્રારા ધામધમકી પણ કરાઇ હોવાની ફરીયાદ પણ કરાઇ છે દરમ્યાન ફરીયાદીએ આક્ષેપ કર્યો છે. કે જવાબદાર તંત્રએ આ મામલે પોલિસ બોલવવાની ચીમકી સાથે કામ બંધ ન કરાવવા માટે ટેલીફોનીક જણાવ્યુ હતુ. તાજેતરમાંજ એક મંહત પર હુમલો થયા બાદ તંત્રની આયોજીત બેઠકમાં બળજબરી પુર્વક આવી કામગીરી ન કરવા અંગે ચર્ચાઓ કરાઇ હતી. જેમાં ખેડુતોના હિત માટે સહમતી વગર વિજપોલ કે પવનચક્કી ઉભી ન કરવી તેવી તાકીદ પણ કરાઇ હતી. જો તે વાયરલ થયેલા ઓડીયોમાં જવાબદાર અધિકારી દ્રારા સરકારી કામ બંધ ન કરાવવા માટેની અપિલ સાથે ફરીયાદ સંદર્ભે મુલાકાત માટે પણ બોલાવાયા હોવાની વાત કરાઇ છે. જો કે કોઇ મંજુરી કે સહમતી વગર પ્રવેશ કરી ખેડુતોના ખેતરમા કામ કરતા ખેડુતોમાં નારાજગી જોવા મળી રહી છે.