કચ્છમાં હમણા કયા વિવાદની ચર્ચા ચરમસીએ છે તે કહેવાની જરૂર નથી ભાજપનો જ ન કહી શકાય તેવો આંતરીક મામલો ચર્ચામા આવ્યા બાદ કચ્છ ભાજપના મહામંત્રીએ આપેલા રાજીનામાંથી તર્ક-વિતર્કો વધુ શરૂ થયા છે જો કે કોઇ પણ સ્થાનીક કે પ્રદેશ નેતાઓ આ મામલે નૈતીકતાના નાતે નિવેદન આપ્યુ નથી પરંતુ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે એક નનામાં વાયરલ પત્રએ ભારે ખડભડાટ સર્જયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા અમિત શાહને સંબોધી લખાયેલા આ પત્રમાં કચ્છ ભાજપમા શુ ચાલી રહ્યુ છે તેની સ્થિતીનુ વર્ણન કરવામાં આવ્યુ છે સાથે આવીજ સ્થિતી રહી તો કચ્છમા ભાજપનુ ભવિષ્ય શુ હશે તેની ચિંતા વ્યક્ત કરાઇ છે વડાપ્રધાન-ગૃહમંત્રી સાથે કચ્છ તથા ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન અને હોદ્દેદારોને પણ આ પત્રની નકલ રવાના કરાઇ હોવાનો ઉલ્લેખ છે શુ છે? આ પત્રમાં વાંચો શબ્દસહ
વડાપ્રધાન તથા અમિત શાહ સાથે આ પત્રની નકલ ગુજરાત પ્રદેશના સંગઠન, સરકારના હોદ્દેદારો સહિત કચ્છના જવાબદારોને પણ લખાયો હોવાનો દાવો કરાયો છે કચ્છ ભાજપમા આંતરીક જુથ્થવાદ એ કોઇ નવી વાત નથી જો કે કચ્છ ભાજપના કેટલાક જવાબદારોને પ્રદેશ સંગઠનમાં સ્થાન મળ્યા બાદ જુથ્થવાદ ચરમસીમાંએ પહોચ્યો છે જેમાં તાજેતરમાં બહાર પડેલા કાંડે ધી હોમ્યુ છે જો કે દિલીપ ત્રિવેદી અને વિનોદ ચાવડા જુથ્થ સામે લખાયેલા આ પત્રથી કચ્છમાં ભાજપનો ત્રીજો નવો મોરચો ખુલ્યો હોય તેવુ આ પત્રના લખાણ પરથી લાગી રહ્યુ છે આ પત્ર સાચો છે ખોટો? ખરેખર વડાપ્રધાન સહિતના સુધી પહોચાડાયો છે કે નહી તે તો ભગવાન જાણે પરંતુ હાલ આ પત્ર કચ્છમાં ખડભડાટ સર્જવા સાથે ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે.