Home Crime અમુલ પાસ..એક માસ પહેલા અમુલ પ્રોડક્ટથી કચ્છમાં ફુડ પોઇઝનીંગ મામલે રીપોર્ટ આવી...

અમુલ પાસ..એક માસ પહેલા અમુલ પ્રોડક્ટથી કચ્છમાં ફુડ પોઇઝનીંગ મામલે રીપોર્ટ આવી ગયો

1015
SHARE
ગત 20 ઓગસ્ટના કચ્છના અલગ-અલગ વિસ્તારમાં સામે આવેલા થોકબંધ ફુડ પોઇઝનીંગના કેસ મામલે એક મહિના બાદ લેવાયેલા સેમ્પલના રીપોર્ટ આવી ગયા છે. અને જે લોકોએ આક્ષેપ કર્યા હતા અને પ્રાથમીક તપાસ બાદ આરોગ્ય વિભાગે પણ અમુલ પ્રોડક્ટ આરોગ્ય બાદ ફુડ પોઇઝનીંગની શક્યતા વ્યક્ત કરી હતી. તે તમામ બાબતોને છેદ ઉડી ગયો છે. એક મહિના જુના આ મામલે આજે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે લીધેલા સેમ્પલો પોઝીટીવ આવ્યા છે. જેનુ તારણ એવુ છે કે અમુલ પ્રોડક્ટના જે બેચ બજારમાં મુકાયો હતો તે ખાવાલાયક હતો આ અંગે ફુડ વિભાગના કચ્છ જીલ્લાના અધિકારી એ.બી.પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે 12 જેટલા અલગ-અલગ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે તમામ ખાવાલાયક પ્રદાર્થ હોવાનુ રીપોર્ટમાં સામે આવ્યુ છે.
શુ હતો સમગ્ર ધટનાક્રમ
તારીખ 19થી22 ઓગસ્ટ દરમ્યાન કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં એકસાથે અનેક લોકોને ફુડ પોઇઝનીંગ થયાનો મામલો સામે આવ્યો હતો જેમાં જે તે સમયે 600 થી વધુ લોકોને ફુડ પોઇઝનીંગ થયાની બિનસત્તાવાર વિગતો સામે આવી હતી. જો કે હરકતમા આવેલા આરોગ્ય વિભાગે ત્યાર બાદ આંકડો જાહેર કર્યો હતો અને કચ્છમાં આવા કેસો 178 નોંધાયા છે જેમાં સૌથી વધુ 100 કેસ ભુજમાં નોંધાયા હતા તો મુન્દ્રા,અંજાર,ગાંધીધામ,અબડાસા સહિતના વિસ્તારમાં આ કેસો સામે આવ્યા હતા પ્રાથમીક તપાસ અને દર્દીઓ પાસેથી મળેલી માહિતી આધારે આરોગ્ય વિભાગ તથા કચ્છના અધિક કલેકટરે નિવેદન આપ્યુ હતુ અને અમુલ પ્રોડક્ટથી આ ફુડ પોઇઝનીગ થયાનુ જણાવ્યુ હતુ. જો કે સરહદ ડેરીના નિરવ ગુંસાઇએ ધટના બાદ વિવાદ સર્જાતા જણાવ્યુ હતુ કે બે દિવસમાં આવા મામલાઓ સામે આવ્યા હતા પરંતુ ડેરીની તપાસણીમાં જે બેચ મોકલાયો હતો તેમાં એવુ કાઇ સામે આવ્યુ નથી જેનાથી લોકોને નુકશાન જાય ડેરી દ્રારા 15,000કિ.લો દહી તથા છાસનો મોટો જથ્થો બજારમાં મોકલાયો હતો જેમાંથી 100થી વધુ પેકેટ પરત મંગાવી તપાસ કરાઇ છે જેમાં કાઇ વાંધાજનક સામે આવ્યુ નથી જે એક મહિના બાદ સાચુ ઠર્યુ છે.
હોટલથી લઇ હોસ્ટેલ અને ઘરમાં અમુલ પ્રોડક્ટ આરોગ્યા બાદ આ ધટના બની હોવાની અનેક નાગરીકોએ ફરીયાદ કરી હતી. જો કે મોટી બ્રાન્ડને સાંકડતા આ કેસમાં એક મહિના કરતા વધુ સમય બાદ તપાસ રીપોર્ટ આવ્યો છે અને જેમાં અમુલ પાસ થયુ છે. જો કે હવે મહત્વનો સવાલ એ છે કે જો અમુલ પ્રોડક્ટથી આ નથી થયુ તો એવી કઇ વસ્તુ ખાવાથી અલગ-અલગ વિસ્તારના લોકોએ એકસાથે ફુડ પોઇઝનીંગ થયુ…?