Home Crime સવાલોના જવાબ નથી મળતા! કેમ સોપારી તોડકાંડમાં આખુ પોલિસ વિભાગ મૌન છે?.

સવાલોના જવાબ નથી મળતા! કેમ સોપારી તોડકાંડમાં આખુ પોલિસ વિભાગ મૌન છે?.

1503
SHARE
કચ્છના બહુચર્ચીત એવા સોપારી તોડકાંડનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. આમતો છેલ્લા બે મહિનાથી આ મુદ્દો પોલિસબેડા-પત્રકાર અને ગાંધીનગર સુધી ચર્ચામાં હતો અને તે સમયગાળા દરમ્યાન શુ થયુ તે કોઇને ખબર નથી અને કદાચ ખબર હશે તો ચોક્કસ વ્યક્તિઓને જ અને એટલે જ કદાચ પત્રકાર તેમને મળતી માહિતી અને પોતાના અનુભવના આધારે લખી રહ્યા છે. જો કે મહિનાઓ જુના આ કેસમાં સૌથી વધુ ચર્ચા એજ છે કે આઇ.જી મોથલીયા આ કિસ્સામાં સામેલ છે કે નહી? શુ લાંબા સમય બાદ ફરીયાદ થઇ તેમાં બધી ગોઠવણ થઇ ગઇ? શુ હવે માત્ર રેન્જના નીચેના કર્મીઓ સુધીજ તપાસ સિમીત રહેશે? કેમકે ફરીયાદ થાય એટલે યોગ્ય તપાસ જ થાય તે જરૂરી ન માનવાના ભુતકાળમાં કેટલાય કિસ્સાઓ બન્યા છે. અને તેથીજ પત્રકારો માહીતી સાથે તર્ક લગાવી રહ્યા છે.. કેમકે જે રીતે આ કિસ્સો બન્યો ત્યારથી ઓડીયો માહિતી-અને જે વિગતો સામે આવી છે તે જોતા તો એવુજ લાગે કે આમા કાઇક અંદર ખાને રંધાઇ રહ્યુ છે. કેમકે આઇ.જી સહિત પોલિસબેડાને બદનામ કરતા કિસ્સામાં અને તે પણ નાની મોટી નહી 3.75 કરોડ રકમને સાંકળતો કિસ્સો હોય ત્યારે સ્વાભવીક રીતે જ આવાતો અનેક સવાલો થાય જ.. પરંતુ આખા કિસ્સામાં સૌથી મોટો સવાલ એ છે કે આ બધા સવાલોના જવાબ પત્રકારને કોણ આપશે? અને તેનુ કારણ એ છે. કે પોલિસના કચ્છથી લઇ ઉચ્ચકક્ષાના કોઇ અધિકારી આ મામલે કાઇ બોલવા માટે તૈયાર નથી. જ્યારથી પત્રકારોને આ મામલાની જાણ થઇ ત્યારથી સૌ કોઇ પોતાના સોર્સના આધારે અહેવાલો લખે છે. પરંતુ સામાન્ય દારૂ-જુગાર અને ગુન્હાના ભેદ ઉકેલવા સમયે મિડીયાને પ્રેસનોટ તથા ઉંડાણપુર્વકની માહિતી આપતી કચ્છ પોલિસથી લઇ આખા રાજ્યના પોલિસ અધિકારીઓ આ સમગ્ર મામલે પહેલાથી મૌન છે અને એક પણ નિવેદન આપ્યુ નથી. અને તેથીજ પત્રકારો પોતાને મળતા સવાલોના જવાબ શોધી શકતા નથી. ત્યારે ખરેખર આ મામલમાં પણ પોલિસે પત્રકારોને બોલાવી તેમના પ્રશ્ર્નોના જવાબ આપવા જોઇએ અને કદાચ તેમાં અન્ય કોઇ દોષીત નથી તો તેનો પક્ષ રાખવો જોઇએ તે પછી ભલેને રેન્જ આઇ.જી કેમ ન હોય
આ મામલે પત્રકાર પરિષદ કેમ નહી ?
સામાન્ય બાઇક ચોરી,ઘરફોડ ચોરી અને ડીટેક્સન સમયે મિડીયાને સામેથી આંમત્રણ આપતી પોલિસ સોપારી તોડકાંડ મામલે જરાય ઉત્સાહી નથી બસ માત્ર ફરીયાદ નોંધાઇ ત્યારે એક પ્રેસયાદી ચોક્કસ લોકોને મોકલી સંતોષ માની લીધો આરોપી પંકીલ મોહતા પકડાયો તો તેના ફોટા પણ જાહેર ન કર્યા કઇ દિશામાં તપાસ ચાલે છે તે ભલે કદાચ ગોપનીય હોય પરંતુ પોલિસ અને ખાસ કરીને આઇ.જી પર થઇ રહેલા આક્ષેપ મામલે તો પોલિસે મૌન તોડવુ જ જોઇએ નહી તો આમા પત્રકારોને પ્રશ્ર્ન ઉદભવે તે સ્વાભાવીક બાબત છે. કેમકે સામાન્ય દારૂ-જુગારના કેસમાં પણ તમે બે પાનાની પ્રેસનોટ મોકલી હાઇલાઇટ થવાનો પ્રયત્ન કરો છો તો શુ ગુજરાત પોલિસ માટે કંલકીત ધટના સમાન 3.75 કરોડના તોડકાંડમાં મીડિયાને કોઇ પોલિસ અધિકારી કેમ ન મળી શકે અને શા માટે ગુન્હેગાર નબીરાના ફોટા માધ્યમોને ન આપ્યા? . ખરેખર તો પોલિસનો આવા ગંભીર મામલામાં ફરીયાદ કરી દાખલો બેસાડતી કામગીરી કરી હોવાનો દાવો હોય તો એકવાર કોઇ પોલિસ અધિકારીએ આ મામલે પત્રકારને ઉપાડવા કરતા બોલાવી સાચી માહિતીથી અવગત કરવા જોઇએ
શુ ખરેખર કોઇ આઈ.જીને બદનામ કરી રહ્યુ છે.?
3.75 કરોડ જેટલી મોટી રકમ, લાંબા સમય પછી ફરીયાદ,આરોપી પકડાતા નથી પોલિસની કામગીરી સામે ગમે તેમ દુબઇથી આક્ષેપ સાથેની ઓડીયો ક્લીપ વાયરલ થાય છે, પત્રકારો પહેલા વિદેશ સુધી મુન્દ્રા પોલિસમા ફરીયાદની વાત પહોંચી જાય છે. અને પોલિસ ફરીયાદ પછી પણ પોલિસની છબી ખરડનાર કોઇ આરોપીના મોઢા દેખાડાતા નથી આવા અનેક સવોલો છે જે શંકા તો પ્રેરેજ છે પરંતુ મીડિયામાં ચર્ચા એને લઇને ચાલી રહી છે કે આ.જી મોથલીયાને શુ ખરેખર કોઇ બદનામ કરી રહ્યુ છે.? મીડિયાનુ કામ તેમની પાસે આવતી માહિતીના આધારે લખવાનુ હોય છે. અને જે તેઓ લખે છે તેમા ખરેખર સત્ય બીજુ છે તો શા માટે પોલિસના કોઇ અધિકારી પત્રકારને મળીને સત્તાવાર રીતે આ કેસની વિગતો જાહેર કરતુ નથી બાકી પત્રકાર તો સામાન્ય નાગરીકોના ગળે ન ઉતરતી વાત અને ચર્ચાના આધારે પોતાની વાત રજુ કરે છે કેમકે આ પહેલા કસ્ટોડીયલ ડેથ સહિતના અનેક ચર્ચાસ્પદ કિસ્સાઓ બન્યા છે પરંતુ કોઇને ટાર્ગેટ કરીને પત્રકારોએ ક્યારેય લખ્યુ નથી તો કિસ્સામાં કેમ લખે છે કારણ સ્પષ્ટ છે કે પોલિસ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી
3.75 કરોડના તોડકાંડમાં કેમ પોલિસ મૌન
આ અગાઉ ગુજરાતમાં પોલિસ વિભાગને સાંકડતો આવોજ એક તોડકાંડ સામે આવ્યો હતો જેમાં ઉચ્ચ પોલિસ અધિકારીઓએ તપાસ કરી હતી. અને એક ખાસ ટીમનુ ગઠન પણ થયુ હતુ. પરંતુ 3.75 કરોડ જેટલી મોટી રકમની તોડના મામલે જેમાં રાજ્યના સીનીયર IPS અધિકારી પર આક્ષેપ થતા હોય ત્યારે ખરેખર રાજ્યની મહત્વની બ્રાન્ચ અથવા કોઇ સીનીયર અધિકારીને તપાસ સોંપવી જોઇએ પરંતુ આ મામલે એવુ કાઇ થયુ નથી ખરેખર પોલિસ મોરલની આપણે ચર્ચા કરતા હોઇએ છીએ પરંતુ 3.75 કરોડની તોડ કરવાની નિચેના કર્મચારીમાં હિંમત ક્યાથી આવી તે શુ તપાસ માંગી લે તેવો વિષય રાજ્યના પોલિસ વિભાગને નથી લાગતો? તો વડી આટલા-આટલા સમયથી રેન્જ કચેરીના એ દોષીત કર્મચારીઓ પોલિસના હાથે લાગ્યા નથી તે શુ ગુજરાત પોલિસ માટે એ પડકાર ન કહેવાય? જે માહિતી વર્ષોથી સ્થાનીક પત્રકારત્વ કરતા પત્રકારને મળતી નથી. તે વિદેશ પહેલા પહોંચી જાય તે શુ ગંભીર બાબત ન ગણી શકાય
સરહદી જીલ્લા કચ્છ માટે આ કિસ્સો લાલબતી સમાન છે. એક તરફ કચ્છ બોર્ડર રેન્જના આઇ.જી સામે આ મામલામાં સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ મહત્વની કચેરીના કર્મચારીઓમાં આટલો મોટો તોડ કરવાની હિંમત કેમ કરે તે પણ છે. કેમકે અગાઉ આજ જીલ્લામાં દિવ્ય મિશ્રા અને સૌરંભસિંગ જેવા IPS પણ ફરજ બજાવી ગયા છે. તો ગુજરાતના પણ ધણા IPS અધિકારીઓ છે જેની નીચેના તાબાના કોઇ પોલિસ કર્મચારી કે અધિકારીએ ગેરકાયદેસર કામગીરીને પ્રોત્સાહન આપવાનો ક્યારેય પ્રયાસ કે હિંમત કરી નથી ત્યારે રેન્જ કચેરીના કર્મચારીને આવુ બળ ક્યાથી મળ્યુ તે જાણવુ પણ એટલુજ જરૂરી છે. રહી વાત પત્રકારની તો નિષ્ઠાવાન પત્રકારો તો સત્ય વાત એને જાણવા મળશે એ લખવાના જ છે પોલિસને ગમે કે ન ગમે પરંતુ ખરેખર આઇ.જી મોથલીયા અથવા અન્ય જવાબદારોએ આ મામલામાં મૌન તોડી કાઇક બોલવુ જોઇએ જેથી આખા પોલિસબેડાની ખરડાતી છબી વધુ ખરાબ ન થાય ખરેખર તો આ મામલે રાજ્યના ગૃહમંત્રી અથવા પોલિસવડાએ તોડકાંડ મામલે કોઇ નિવેદન આપવુ જોઇએ અથવા પોલિસને સુચના આપી સમગ્ર કેસની તપાસને હાની ન પહોચે તેવી તમામ વિગતો સાથે પત્રકારો તરફથી ઉઠતા સવાલોના જવાબ દેવા જોઇએ પરંતુ એવુ થતુ નથી અને ક્યારે થશે એ અત્યારે તો કોઇને ખબર નથી….