Home Crime માંડવી પાલિકાના લાંચીયા કલાર્ક-પટ્ટાવાડો 2.25 લાખની લાંચ લેતા ઝડપાતા અનેક તર્કવિતર્ક !

માંડવી પાલિકાના લાંચીયા કલાર્ક-પટ્ટાવાડો 2.25 લાખની લાંચ લેતા ઝડપાતા અનેક તર્કવિતર્ક !

6667
SHARE
ભુજ એ.સી.બીએ આજે છટકુ ગોઠવી માંડવી નગરપાલિકાના બે લાંચીયા કર્મચારીને લાખો રૂપીયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે. (૧) કાનજીભાઈ બચુભાઈ મહેશ્વરી,વર્ગ-૩ ,હેડ ક્લાર્ક , માંડવી નગર પાલીકા.(૨)વ્રજેશ મનોજભાઈ મહેશ્વરી, કરાર પટ્ટાવાળા,માંડવી નગરપાલીકા રૂા. ૨,૨૫,૦૦૦/- લાંચ લેતા ઝડપાઇ જતા સમગ્ર માંડવી સહિત કચ્છમાં ચકચાર પ્રસરી છે. ફરિયાદી કરનાર જાગૃત નાગરીક માંડવી નગરપાલીકા વિસ્તારમાં સરકારી ટેન્ડરો ભરી સીસી રોડ અને પેવર બ્લોક ના કામના કોન્ટ્રાકટર છે. અને તેને કામ પેટે ૯૦,૦૦૦૦૦/- ના કામ કરેલા હોય જે કામના તેને મળવાપાત્ર પેમેન્ટ ના હિસ્સાનો ચેક આપવા માટે આ કામના આક્ષેપીતે ૨,૨૫,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ગાંઘીઘામ એસીબી કચેરી નો સંપર્ક કરતા આજરોજ લાંચનું છટકું ગોઠવવામાં આવ્યુ હતુ જેમાં પટ્ટાવાડો હેડ કલાર્ક વતી લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ગાંઘીઘામ એસીબી વી.એસ.વાઘેલાએ મદદનીશ નિયામક,બોર્ડર એકમ કે.એચ.ગોહીલ ની આગેવાનીમા આ કાર્યવાહી હાથ ધરી હતી. જો કે હેડ કલાર્ક કક્ષાના કર્મચારી આટલી મોટી રકમની લાંચની માંગણી કરે તે નવાઇ પમાડે તેવી વાત છે તેથી આ મામલે આગળની ઉંડી તપાસ થાય તેવી ચર્ચા લોકમુખે છે. જો કે દિવાળી જેવા તહેવારના સમયમાં સરકારી કચેરીમાં લાંચના કિસ્સો સામે આવતા સમગ્ર સરકારી વિભાગમા આ કિસ્સાની ભારે ચર્ચા છે. તાજેતરમાંજ મુખ્યમંત્રીએ નબળા બ્રીજને લઇને કડક આદેશો આપ્યા છે. પંરતુ સરકારમાં પણ એક સાધો ત્યા તેર તુટે તેવો તાલ હોય તેમ ભષ્ટ્રાચારના ઓવરબ્રીજના મામલાઓ ગુજરાતમાં ચર્ચામા છે ત્યા માંડવીમાં ભષ્ટ્રાચારના બોલતા પુરાવા સામે આવ્યા છે જેને અનેક સવાલો ઉભા કર્યા છે સોસીયલ મિડીયામાં પાલીકાના ભષ્ટ્ર સાશન સાથે શુ પડદા પાછળ ચુંટાયેલા પ્રતિનીધીઓની પણ સંડોવણી અને ભાગ છે? શુ આટલી કક્ષાના કર્મચારીઓ 2.25 લાખની લાંચ માંગી શકે? તેવા સવાલો ઉઠાવાઇ રહ્યા છે. જો કે હાલ એ.સી.બીએ બન્ને લાંચીયા કર્મચારીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે અને લાંચની રકમ વધુ હોતા તેમની મિલ્કત સંદર્ભે પણ તપાસ થઇ શકે છે.