અંજારના મેધપર-બોરીચીમા રહેતા યસ સંજીવકુમાર તોમર ઉ.વ.૧૯ 7 તારીખે કોલેજ ગયા બાદ શંકાસ્પદ રીતે ગુમ થયો હતો. જે મામલે 15 દિવસની તપાસ બાદ તેની હત્યા કરનાર બે ઝડપાઇ ગયા છે. પોલીસની પ્રાથમીક તપાસમા આર્થીક સંકળામણ યુવકની હત્યા માટેનુ કારણ બની છે પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે 15 જેટલી ટીમો બનાવી હતી અને વિવિધ દિશામા તપાસ બાદ બે યુવકોને વિવિધ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બનાવની વિગતે વાત કરીએ તો તારીખ 7 ના યસ ગુમ થયા બાદ તેના પરિવારને ખંડણી માંગતો ફોન આવ્યો હતો અને યસનુ અપહરણ થયુ હોવાની વિગતો સામે આવી હતી પોલીસ વિવિધ દિશામાં તપાસ આરંભી હતી અને તેના ફોટા સાથે માહિતી આપવા માટેની જાહેર અપીલ પણ કરી હતી તપાસ દરમ્યાન યસ સાથે સાથે તેમના જવાના રૂટ ઉપર પાછળ એક ઇસમ કોલેજનુ બેગ લઈને બેસેલાનુ એનાલીસીસ દ૨મ્યાન ફલીત થતા તે અજાણ્યા ઈસમ કોઈ વિધાર્થી કે મિત્ર હોવાનુ પ્રાથમીક દ્રષ્ટીએ સામે આવ્યુ હતુ. સાથે યસ દ્વારા તેના મોબાઈલ થી સોસીયલ મેડીયામાં (સ્નેપ ચેટ) ઉપર મિત્ર વર્તુળમાં બાવળોની ઝાડીઓ દેખાતી હોઈ તેવો વીડીઓ વાયરલ કરાયો હતો જે વીડીઓ દ્વારા પોલીસ ટીમ ગાંધીધામ ટાગોર રોડ પંચમુખી હનુમાન મંદિરની પાછળની બાવળોની ઝાડીઓ સુધી પહોંચી હતી. તેમજ તે જગ્યા ખોદી યસનો મૃત્દેહ શોધી કાઢ્યો હતો જે મામલે 15 દિવસે (૧) રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ નરશી કાલરીયા (પટેલ) ઉ.વ.૫૯ ૨હે હાલે જલારામનગર મ.ન.૫૧ અંતરજાલ તા.ગાંધીધામ કચ્છ મુળ રહે ડી/૩૦૫ શ્રી પદ એપાર્ટમેન્ટ વિશ્વાસ સીટી-૭ ગોતા અમદાવાદ મુળ વતન જામવાલી તા.જામજોધપુર જી.જામનગર તથા(૨) કિશન માવજીભાઈ સીંચ (મહેશ્વરી) ઉ.વ.૪૦ રહે.વાવાઝોડા કેમ્પનગર ગણેશનગર ગાંધીધામ ની ધરપકડ કરી છે. લાંબા સમયથી પ્લાન કરી અપહરણ,ખંડણી માંગવાનો પ્લાન બનાવાયો હતો પરંતુ મામલો હત્યા સુધી પહોચ્યો હતો અને સાતીર ગુન્હેગારે 15 દિવસ સુધી પોલીસને દોડતા રાખ્યા હતા પરંતુ અંતે પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
આર્થીક તંગીમાં અપહરણ-ખંડણી હત્યાનો પ્લાન
પોલીસે ઝડપેલા બે વ્યક્તિઓની પુછપરછ કરતા સામે આવ્યુ છે કે રાજેન્દ્રકુમાર ઉર્ફે રાજુ કાલરીયા (પટેલ) રહે ગાંધીધામ વાળો સીટ કવર રીપેરીંગનો કામ કરે છે. જે આજ થી પાંચ વર્ષ પહેલા આર્થિક રીતે સધ્ધર હતો પરંતુ અચાનક ધંધામાં નુકશાન આવતા ગાડીઓ વેચાઈ જતા ધંધો ઠપ થઈ જતા દેવુ વધી ગયેલ જેથી દેવામાંથી બહાર આવવા તેના પરીવારે અમદાવાદ રહેવા માટે મોકલી દીધો હતો અને આરોપી અને ફરીયાદીનો પરીવાર પાંચ વર્ષ પહેલા વરસામેડી વિસ્તારમાં આવેલ બાગેશ્રી -૦૫ માં એક જ સોસાયટીમાં રહેતા હતા બન્ને પરીવારો એકબીજાના પરીચયમાં હતા અને આરોપી જાણતો હતો કે ફરીયાદીનો પરીવાર આર્થિક રીતે સધ્ધર છે. જેથી દેવામાંથી બહાર નીકળવા આરોપીએ પોતે આદિપુરમાં એકલો રહી આયોજન પુર્વક સીમકાર્ડ લીધુ હતુ તથા અપહરણ, ખંડણી (ખુન) જેવા ગુનાને અંજામ આપવાનુ વિચારી અન્ય એક આરોપીને આ ગુનાને અંજામ આપવા આર્થિક લોભ લાલચ આપી ગુનાને અંજામ આપવા બાવળોની ઝાડીઓમાં ખાડો ખોદી તેમજ મરણજનારની આવવા જવાના રસ્તાની રેકી કરી કોલેજ જવાના સમય દરમ્યાન મરણજનારને ઉભુ રખાવી તેને પોતાની એક્ટીવા ખરાબ થઈ ગયેલ હોવાનુ કહી અને ધંધાની સાઈટ ઉપર મુકવા માટે કહીને લઈ જઈ બાવળોની ઝાડીઓમાં ખુન, અપહરણ તથા ખંડણી જેવા ગુનાને બન્ને આરોપીઓ સાથે મળીને અંજામ આપ્યો હતો તથા આરોપીએ પોલીસને ગુમરાહ કરવા માટે પોતાનો પેહરવેશ બદલી તેમજ બનાવને અંજામ આપતી વખતે પોતાના મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરી ડમી સીમ કાર્ડથી ફરીયાદીને ફોન કરી ગુનાને છુપાવવા માટે પોલીસને ગુમરાહ કરવાની આયોજન પુર્વકનો પ્લાન બનાવ્યો હતો
15 ટીમ 350 CCTV થી ઉકેલાયો ભેદ
પોલીસે હત્યા,અપહરણના આ ગુન્હામાં દિવસ-રાત મહેનત કરી હતી અને તહેવારો સમયે પણ પોલીસે તપાસ ચાલુ રાખી હતી. પોલીસ ટીમો દ્વારા લગભગ અંજાર, મેઘપર બોરીચી, આદિપુર જી.આઈ.ડી.સી વિસ્તાર, મણીનગર, આદિપુર બસ સ્ટેશન રોડ, અંતરજાળ વિસ્તારમાંથી લગભગ ૦૯.૫ કિલીમીટર સુધી ટ્રેસ કરી તેમજ આશરે ૩૫૦ જેટલા સી.સી.ટી.વી કેમેરાઓના બેકઅપ લઈ ૧૨૦૦ જી.બી. જેટલો ડેટા કલેક્ટ કરી તેનુ એનાલીસીસ કરી આરોપીની તેમજ એક્ટીવાની ઓળખ છતી કરી બાદમાં ટેકનીકલ તથા હ્યુમન સોર્સ આધારે બનેલ ગંભીર ગુનાનો ભેદ ઉકેલ્યો હતો મુકેશ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર એન.એન.ચુડાસમા પોલીસ ઈન્સ્પેક્ટર એલ.સી.બી પુર્વ કચ્છ ગાંધીધામ એસ.ડી.સિસોદીયા પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન,એમ.એમ.ઝાલા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ,ડી.જી.પટેલ પોલીસ સબ ઈન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશનએલ.સી.બી, એસ.ઓ.જી. બ્રાંચના માણસો તથા અંજાર ડીવીઝનના અંજાર, ગાંધીધામ એ.ડીવીઝન તથા આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોની અલગ અલગ કુલ-૧૫ ટીમો બનાવી હતી જે બાદ આરોપી મોબાઇલ,વાહન સહિતના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા.