પુર્વ કચ્છના રાપર શહેરમાં ધોળાદિવસે થયેલી લાખોની લુંટનો ભેદ ઉકેલાઇ ગયો છે. તારીખ 27-11 ના રાપરમાં આવેલા પેટ્રોલપંપના કર્મચારીને છરી મારી ૧૨,૭૯ ની અજાણ્યા બે શખ્સો લુંટ કરી ફરાર થઇ ગયા હતા પોલીસે સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી હતી પરંતુ લુંટારૂઓ હાથ લાગ્યા ન હતા દરમ્યાન પોલીસે વિવિધ ટીમ બનાવી લુંટ કેસની સર્વગ્રાહી તપાસ આરંભી હતી જેમાં પુર્વ કર્મચારી એક કિશોર સહિત કુલ 6 લોકોની પોલીસે ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આજે પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડાએ પત્રકારોને આ કેસ વિષે માહિતી આપી હતી. લુંટ કેસમાં ૧૧,૦૩ લાખ રીકવર કરી પોલીસે (૧) સુખદેવ રામસંગ કોલી ઉ.વ.૨૨ રહે-કલ્યાણપર તા.રાપર(૨) નિતિન ખોડા કોલી ઉ.વ ૨૭ ૨હે. મુળ ગામ ખડતારાવાંઢ ત્રંબો તા. રાપર(3)ભારૂ વાલા કોલી ઉ.વ.૫૦ રહે.રતનેશ્વર (કલ્યાણપર)તા.રાપર(૪) અલ્તાફ ગફુર ચૌહાણ (મુસ્લીમ)ઉ.વ ૨૬ ૨હે.દુબરીયાવાડી વિસ્તાર રાપર(૫) વિશન દેવજી મેરીયા ઉવ ૨૮ રહે. વોકળા વિસ્તાર રાપર તથા કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળક ઉ.વ.૧૭ ને પકડી પડાયા છે. પોલીસે અલગ-અલગ વાહનો તથા મોબાઇલ તથા લુંટમાં ગયેલ રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
એક મહિના પહેલાજ થયુ હતુ પ્લાનીંગ
લુંટ કેસમા વધુ વિગતો આપતા પુર્વ કચ્છ જીલ્લા પોલીસવડાએ જણાવ્યુ હતુ કે એક મહિનાથી લુંટ મામલે આ શખ્સો દ્રારા રેકી કરાતી હતી જેમાં પેટ્રોલપંપ તથા બેંકના રૂટ પર અલગ-અલગ વ્યક્તિઓ નજર રાખી રહ્યા હતા જે સી.સી.ટી.વીમાં પણ સામે આવ્યુ છે. તો લુંટના દિવસે આ ટોળકી પૈકીનો એક શખ્સ પેટ્રોલ ભરાવા માટે ગયો હતો. અને ત્યાર બાદ આ લુંટને અંજામ અપાયો હતો.
પુર્વ કર્મચારીનો હતો પ્લાન
લુંટ સંદ્રભે ટીપ્સ આપવાનુ તથા ત્યાર બાદના પ્લાનમા મુખ્ય ભુમીકા અલ્તાફ ગફુર ચૌહાણની હતી અને અન્ય સાથે મળી પ્લાન ધડ્યો હતો. અલ્તાફ અગાઉ આ પેટ્રોલપંપ કામ કરતો હતો અને તેને થોડા મહિના પહેલા ટીપ્સ આપ્યા બાદ આ પ્લાન તૈયાર થયો હતો જેમાં નિતિન,ભારૂ એ સમગ્ર લુંટ દરમ્યાન રેકી કરવાનુ કામ કર્યુ હતુ. તો લુંટને અંજામ આપવામાં સુખદેવ અને કાયદાના સંધર્ષમાં આવેલ બાળકે ભુમીકા ભજવી હતી. પકડાયેલા 6 પૈકી 2 લોકોને મુંબઇથી પોલીસની ટીમે પકડ્યા હતા.જ્યારે અન્ય અલગ-અલગ જગ્યાએથી પકડાયા હતા સમગ્ર કેસ ઉકેલવામાં સી.સી.ટી.વીએ અગત્યની ભુમીકા ભજવી હોવાનુ પોલીસવડાએ ઉમેર્યુ હતુ.
ગુન્હાહીત ઇતિહાસ
નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ સાગર સાંબડા ની આગેવાનીમા વિવિધ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી હતી જેમાં લુંટને અંજામ આપનાર આખી ટોળકીને પકડી પડાઇ છે. જેમાંથી (૧) સુખદેવ રામસંગ કોલી વિરૂધ્ધ અગાઉ મારામારી,ખૂન સહિત અલગ-અલગ કુલ્લ-૦૪ ગુન્હાઓ દાખલ થયેલ છે.(૨) ભારૂ વાલા કોલી વિરૂધ્ધ પ્રોહીબીશન તથા મારામારીના અલગ-અલગ કુલ્લ-૦૩ ગુન્હાઓ દાખલ થયેલ છે.જ્યારે (3) અલ્તાફ ગફુર ચૌહાણ (મુસ્લીમ) વિરૂધ્ધ અગાઉ ચોરીનો એક ગુન્હો દાખલ થયેલ છે.આમ ત્રણ આરોપી ગુન્હાહીત ઇતિહાસ ધરાવે છે.