અબડાસા તાલુકાના સંમડા ગામે આજથી 11 મહિના પહેલા સામે આવેલા એક ચર્ચાસ્પદ કિસ્સામાં અંતે વનવિભાગની કામગીરીને બળ મળ્યુ છે સંમડા ગામે વર્ષના પ્રારંભે નલિયા ઉત્તર રેન્જમાં એક કારમાં આવેલા કેટલાક શખ્સોએ શિકાર કર્યો હોવાની બાતમી આઘારે વનવિભાગે તપાસ આરંભી હતી. તપાસ દરમ્યાન વનવિભાગે કારના આધારે આરોપીનુ પગેરૂ દબાવ્યુ હતુ અને પ્રાથમીક તપાસમાં માંડવીમાં રહેતા ઇમામશા લતીફસા સૈયદની સંડોવણી ખુલતા તેને સમન્સ, પાઠવ્યુ હતુ.તો સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે એ પણ સ્પષ્ટ થયુ હતુ કે જેનો શિકાર થયો છે તે ચિંકારા પ્રાણીનો થયો છે. વનવિભાગે એકઠા કરેલા પુરાવામાં આરોપીની સંડોવણી સ્પષ્ટ થઇ હતી જો કે કાયદાકીય લાંબી લડાઇ બાદ અંતે આજે આરોપીએ નલિયા કોર્ટમા સરેન્ડર કરતા વનવિભાગે તેને અટકમા લઇ વધુ તપાસ આરંભી છે. આવતીકાલે કોર્ટના આદેશ મુજબ આગળની કાર્યવાહી વનવિભાાગ આરંભશે ધરપકડથી બચવા માટે આરોપી ઇમામશા સૈયદ દ્રારા ભુજની સ્થાનીક કોર્ટ,હાઇકોર્ટ અને છેલ્લે સુપ્રીમ કોર્ટ સુધી કાર્યવાહીથી બચવા માટે આગોતરા જામીન અરજી કરી હતી પરંતુ તે કોર્ટે ગ્રાહ્ય ન રાખતા અંતે આજે આરોપીએ સરેન્ડર કર્યુ છે.આવતીકાલે ચિંકારાના શિકાર મામલે તેને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને જરૂરી પડે રીમાન્ડ મેળવવા પણ વનવિભાગ પ્રયત્નો કરશે સાથે આ ગુન્હામાં હજુ અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે જેમાં મુસ્તાક માંજોઠી તથા અકીલ રહે.શિરવાનોનો સમાવેશ થાય છે. જેની સામે કાર્યવાહી માટે પણ વનવિભાગ તપાસ આરંભી છે સીડ્યુઅલ 1 માં આવતા ચિંકારાના શિકાર મામલે 7 વર્ષ જેટલી સજાની જોગવાઇ પણ કાયદામાં કરેલી છે. આમ 11 મહિના જેટલા લાંબા સમય બાદ આ કેસમાં પહેલા આરોપી કાયદાના સાંણસામાં આવ્યો છે. આરોપી ઇમામશા લતીફસા સૈયદની સામે માંડવી પોલીસ મથકે અન્ય ગુન્હાઓ પણ નોંધાયેલા હોવાનુ સામે આવ્યુ છે.સમગ્ર કિસ્સામાં રેન્જ ફોરેસ્ટ અધિકારી અજયસિંહ સોલંકી તથા તેમની ટીમે ગુન્હો બન્યો ત્યારથી સર્વગ્રાહી તપાસ ચલાવી હતી.