કચ્છના એક કાર્યક્રમમાં પણ મૌલાના સલમાન અઝહરીએ ભાષણ આપ્યુ હતુ ; તપાસ શરૂ!

    4337
    SHARE
    મુંબઈના કુખ્યાત મુફતી સલમાન અઝહરીને ગુજરાત ATSએ ઘાટકોપરથી પકડ્યો છે. ભારે સુરક્ષા વચ્ચે તેને ગુજરાત લવાયો છે. જૂનાગઢના એક કાર્યક્રમમાં સલમાન અઝહરીએ ભડકાઉ ભાષણ કરી લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગયેલી જૂનાગઢ પોલીસે આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. ગુજરાત ATS અને જૂનાગઢ પોલીસ મુફતી સલમાન અઝહરીને મુંબઇથી પકડી અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવી હતી. ત્યાંથી ટીમ ચેન્જ કરી મુફતી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવ્યો. હતો જ્ચા તેના રીમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરાશે આ કાર્યક્રમમાં હેટ સ્પીચનો વીડિયો સામે આવ્યા બાદ કાર્યક્રમના આયોજક યુસુફ મલેક અને અઝીમ હબીબ સહિત મુફ્તી સલમાન અઝહરી પર કલમ 153એ, 505, 188, 114 અંતર્ગત FIR નોંધવામાં આવી અને યુસુફ અને હબીબની ધરપકડ કરી લેવામાં આવી. ત્યારબાદ મુફ્તી સલમાન અઝહરીની શોધખોળ હાથ ધરાઈ હતી. અને તેને મુંબઇથી ગુજરાત લવાયા હતા. ધર્ષણ વચ્ચે મુંબઇથી ગુજરાત લવાયા બાદ અહી પણ સુરક્ષાનો ચુંસ્ત બંદોબસ્ત કરાયો છે. જો કે આ પહેલા કચ્છમા આયોજીત એક કાર્યક્રમનો પણ વિડીયો સામે આવ્યો છે.
    કચ્છના વીડિયોમાં પણ વિવાદીત બોલ
    જુનાગઢના એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ મામલે કાર્યવાહી બાદ એક તરફ તેના રીમાન્ડ મેળવવા સહિતની તપાસ ચાલુ છે ત્યા બીજી તરફ તેના કચ્છમાં આયોજીત એક કાર્યક્રમનો વિડીયો સામે આવ્યો છે. જુનાગઢ પહેલા તેને કચ્છના સામખીયાળીના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. જેમાં પણ તે ધાર્મીક સ્થળોનો ઉલ્લેખ કરી ભડકાઉ ભાષણ આપતો નજરે પડે છે.વિવાદીત નિવેદન અને ધાર્મીક સ્થળના ઉલ્લેખ બાદ ધાર્મીક નારેબાજી કરાવે છે. અને લોકો તેને સમર્થન આપી હાથ ઉંચા કરી રહ્યા છે. સોસિયલ મીડિયામાં આજે આ વિડીયો વાયરલ થયો છે. આ કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરી હાજર લોકોને ઉશ્કેરણીજનક વાત કરતો સાંભળવા મળી રહ્યો છે. પરંતુ પોલીસ હજુ વીડિયો અંગે પુષ્ટી કરી રહી છે. જુનાગઢના કેસમાં તેને આવતીકાલે કોર્ટમાં રજુ કરાશે સંભવ છે. કચ્છમાં ભાષણ મામલે પણ કાર્યવાહી થાય..
    પોલીસે તપાસ શરૂ કરી
    જુનાગઢની જેમ કચ્છમાં પણ ગુલશને મોહમંદી ટ્રસ્ટ દ્રારા આયોજીત એક કાર્યક્રમમાં તે હાજર રહ્યા હતા. જેમાં શિક્ષણ તથા અન્ય સામાજીક રીતે સારુ કામ કરનાર લોકોના સન્માનનો એક કાર્યક્રમ આયોજીત કરાયો હતો. જેમાં સલમાન અઝહરીએ હાજરી આપી હતી અને અહી પણ વિવાદીત ભાષણ આપ્યુ હોવાનો વીડિયો સામે આવ્યો છે. જો કે વિવાદ થતા ટ્રસ્ટના જવાબદાર વ્યક્તિઓએ આ અંગે કાઇપણ કહેવાનુ ટાળ્યુ હતુ. જો કે આ અંગે સામખીયાળી પોલીસના પીએઆઇ નો સંપર્ક કરાતા તેઓએ માઇકની મંજુરી સાથે કાર્યક્રમ યોજાયો હતો તેને સમર્થન આપ્યુ હતુ. પરંતુ વીડિયો અંગે તપાસ ચાલી રહી હોવાનુ જણાવી વધુ કાઇ કહ્યુ ન હતુ. હાલ આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. જો કે વાયરલ વીડિયોમાં મૌલાના વિવાદીત શબ્દો બોલતા દેખાઇ રહ્યા છે. પરંતુ તેની પુષ્ટી બાદ અહી પણ કાર્યવાહી સંભવ છે. અને તેની મુશ્કેલી વધી શકે છે.
    સરહદી જીલ્લો કચ્છ કોમી એકતાનુ પ્રતિક છે. તેવામા કચ્છમાં આવી મૌલાનાએ કરેલા ભાષણથી પોલીસ સાથે અન્ય એજન્સીઓ પણ સતર્ક બની છે. જુનાગઢમા ચુંસ્ત બંદોબસ્ત વચ્ચે હાલ મૌલાનાની તપાસ થઇ રહી છે ત્યારે જુનાગઢ સાથે કચ્છમાં કરેલ ભાષણ મામલે શુ કાર્યવાહી થાય છે તે જોવુ રહ્યુ..કેમકે જુનાગઢમાં જેવુ વિવાદીત ભાષણ કરાયુ હતુ તેવુજ ભાષણ કચ્છમાં થયુ હોવાનો વીડિયો સામે આવ્યો છે.સમગ્ર ગુજરાતમાં તેના નિવેદન બાદ રાજકીય આગેવાનો અને સંતોના નિવેદન સામે આવ્યા છે અને તમામે ધટનાને વખોડી છે.