રાજકોટ ની ઘટના બાદ તંત્ર જાગ્યું ભુજમા ૩ ગેમઝોન બંધ કરાવાયા ગઈકાલે ઘટના બન્યા બાદ આજે કલેકટર ની અધ્યકતા માં બેઠક મળ્યા બાદ સમગ્ર કચ્છ માં તપાસ કરાઈ હતી
રાજકોટના ગઝોનમા આગની ધટનામા અનેક લોકો જીવતા ભુંજાયા બાદ રાજ્યભરમા તંત્ર એલર્ટ થયુ છે આજે કચ્છમા ભુજ કલેક્ટરની અધ્યક્ષતામા તમામ વિભાગની આજે એક તાકીદની બેઠક મળી હતી અને ગેમઝોનની તપાસ માટે જણાવાયુ હતુ ત્યારે આજે ચીફ ઓફીસર સાથે ભુજ ફાયર વિભાગ ટીમ દ્રારા ભુજ અને માધાપરમા ૩ સ્થળ પર તપાસ કરવામા આવી હતી જેમા હિલગાર્ડન ભુજ તથા માધાપરમા અન્ડર ગ્રાઉન્ડ ચાલતા ગેમઝોનમા ફાયર વિભાગે તપાસ કરી હતી જે બાદ બન્ને ગેમઝોન બંધ કરાવ્યા હતા ભુજ સેવન સ્કાય સ્થિત ગેમઝોનમા આખી બિલ્ડીંગના એનઓસી હોવાનુ સામે આવ્યુ છે.ભુજ ઉપરાંત ગાંધીધામ સહિત અન્ય સ્થળ પર ફાયર વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે.ત્યા ફાયર સહિતના નિયમોની સમીક્ષા કરાય ત્યા સુધી ગેમ ઝોન બંધ કરાવાયા છે.ગુજરાત રાજ્યમાં ચાલતા તમામ ગેમ ઝોન(ફન ઝોન)માં ચેકિંગ જુંબેશ હાથ ધરવા માટે સુચના આપવામાં આવી હતી જે અન્વયે કલકટરની સૂચના મુજબ ભુજ નગરપાલિકાની હદમાં ચાલતા ગેમ ઝોન(ફન ઝોન)માં ફાયર સેફટી તેમજ ઈલેક્ટ્રીકલ સેફટી બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ તપાસ ટીમમાં . ચીફ ઓફિસર, ભુજ નગરપાલિકા, જુ.ઈજનેર જી.ઈ.બી., ભુજ નાયબ મામલતદાર,પોલીસ વિભાગના અધિકારી, સ્ટેશન ફાયર ઓફિસર ભુજ નગરપાલિકા, તથા કમિટીના સભ્યો દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી જેમાં ૩(ત્રણ) ગેમ ઝોન(ફન ઝોન) (૧)ફન વર્લ્ડ, એન.વાય. મોલ, ડી માર્ટની બાજુમાં, ભુજ, (૨) ફન વર્ડ, હિલગાર્ડન, ગેમ ઝોન, ભુજ(કચ્છ) (૩) કિડ્સ કિંગડમ, ચંદન મેડીકલની બાજુમાં, નવાવાસ, માધાપરમાં તપાસ કરવામાં આવી હતી જે ઉપરોક્ત જણાવ્યા મુજબના ગેમ ઝોન ચાલુ હતા. તે તમામ ગેમ ઝોનને બંધ કરાવાયા હતા . આગામી સૂચના ન મળે ત્યાં સુધી ગેમ ઝોન બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે તપાસ દરમ્યાન માધાપર અને ભુજ માં આવેલ ગેમઝોન માં પૂરતા ફાયર સાધનો ન હોવાનું સામે આવ્યું છે.જે રિપોર્ટ બાદ કાર્યવહી કરાશે.