સામાન્ય કિસ્સામા આવા દ્રશ્ર્યો જોવા મળતા નથી પરંતુ આજે રીમાન્ડ મંજુર થયા બાદ કોર્ટમાંથી બહાર નિકળતા કેદ થયેલી મહિલા કર્મી અને બુટલેગર બિન્ધાસ્ત દેખાયા હતા.કમર પર હાથ રાખી મહિલા પોલીસ કર્મી નિકળી હતી તો બુટલેગર પણ નિર્ભય દેખાતો કેમેરામા કેદ થયો હતો. સામાન્ય માણસના ચહેરા પર દેખાતો કાયદાનો ડર આ બન્નેના ચહેરા પણ ક્યાક દેખાતો ન હોવાનુ દેખાતુ હતુ
ભચાઉના ચોપડવા બ્રિજ નજીક પોલીસ કાફલા ઉપર થાર ચડાવી હત્યાના પ્રયાસ અને પ્રોહીબિશનના ગુનામાં પકડાયેલા ચિરઈના બૂટલેગર અને મહિલા પોલીસ કર્મી નિતા ચૌધરીના અંતે રીમાન્ડ મંજુર થયા છે. ગુરૂવારે પ્રોહીબિશનના ગુનાની તપાસ માટે રિમાન્ડ અર્થે ભચાઉ કોર્ટમાં બન્નેને રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં ભચાઉ પોલીસ તરફથી રજૂ થયેલા મુદ્દાઓને ધ્યાને લઇ ભચાઉ કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા બહુ ચર્ચિત આ કેસમાં અનેક નાટકીય વણાકો સામે આવ્યા બાદ પોલીસને કોર્ટમાંથી રીમાન્ડ મળ્યા છે.યુવરાજ જાડેજા અને મહિલા પોલીસ કર્મી નીતા ચૌધરીએ થાર ગાડી ચડાવી હુમલો કરતા સ્વ બચાવમાં પોલીસ ફાયરિંગ કરાયુ હતુ. જે કારની તપાસ કરાતા અંગ્રેજી શરાબ-બીયરનો જથ્થો પકડાયો આ ઘટના પ્રકાશમાં આવતા રાજ્યભરમાં આ કિસ્સો ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો તો સાથે કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન મહિલા કર્મી સામે કાયદાકીય પ્રક્રિયા દરમિયાન પહેલા કોર્ટે તેના રિમાન્ડ ના મંજુર કર્યા હતા અને ત્યારબાદ પોલીસ ઉપર હુમલા માં તેનો સીધો હાથ ના હોવાની દલીલ માન્ય રાખી જામીન આપી દેવામાં આવતા પોલીસ ક્ષોભમાં મુકાઇ હતી. અને ઉપરની કોર્ટમાં જવાની પણ તૈયારી કરી હતી દરમ્યાન ગુરૂવારે દારૂના કેસમાં તેને 7 દિવસના રીમાન્ડની માંગ સાથે રજુ કરાયા બાદ કોર્ટે તેના બે દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા. અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દિપક સૂર્યકાન્ત ડાભીએ તા.6 જુનના બપોરના 4 વાગ્યા સુધીના રિમાન્ડની મંજૂરી આપી હતી. હવે પોલીસ બન્ને આરોપીને સાથે રાખી અલગ-અલગ દિશામાં તપાસ કરશે પોલીસ સુત્રોનુ માનીએ તો દારૂનો જથ્થો રાજસ્થાનથી નિતા લાવી હોવાથી રાજસ્થાન પણ તપાસ કરાશે આ ઉપરાંત યુવરાજસિંહના ગુમ ફોન તથા મહિલા બુટલેગરના સંબધો અને તેમની સાથે અન્ય કોઇની સંડોવણી છે કે નહી તે તમામ બાબતોની તપાસ કરાશે રાજકીય નેતાઓના ચાર હાથથી લઇ મહિલા પોલીસ કર્મીની લાઇફ સ્ટાઇલ સહિતના કેટલાક મુદ્દે પોલીસ પર આ કિસ્સામાં માછલા ધોવાઇ રહ્યા છે ત્યારે જોવુ રહ્યુ તપાસમા પોલીસ શુ મહત્વની કડી મેળવી શકે છે.
ગાડી ચડાવી હુમલો કરવાના મલીન ઇરાદો પાર પાડવાના ગંભીર કેસમાં પોલીસે રીમાન્ડની માંગ સાથે કોર્ટમા રજુ કરતા રીમાન્ડ ના મંજુર કરી મહિલાને જામીન આપી દેવાયા હતા.જો કે ગુરૂવારે બે દિવસના રીમાન્ડ મંજુર થયા હતા. રીમાન્ડ દરમ્યાન ગુમ ફોનની તપાસ સાથે રાજસ્થાન પણ પોલીસ જાય તેવી શક્યતા છે. જો કે કોર્ટમાં પોલીસ આરોપી લઇને નહી પરંતુ અન્ય કોઇને લાવી હતી તે રીતે ગુન્હેગારો ફરતા હતા પોલીસે જાણે તેનાથી અંતર બનાવ્યુ હતુ